નેહા કક્કરની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીની તસવીરો એ મચાવી ધૂમ, કંઈક આ સ્ટાઇલમાં જોવા મળી ન્યૂ મેરિડ કપલ, જુવો તસવીરો

બોલિવુડ

ઘણી અફવાઓ પછી આખરે નેહા કક્કર અને રોહનપ્રીત સિંહેના લગ્ન થઈ ગયા છે. નેહા અને રોહનપ્રીત સિંહના લગ્ન સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત ઇવેંટસ માંના એક રહ્યા છે. લગ્નની બધી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, જેને નેહા કક્કરના ચાહકો લાઈક કરી રહ્યા છે.

નેહા કક્કરે પોતે જ તેના લગ્નની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. મહેંદીથી લઈને પીઠી સુધીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આવી સ્થિતિમાં હવે નેહાની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

જણાવી દઈએ કે, લગ્ન પછી મોડી રાત્રે આ કપલે ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. આ દરમિયાન બંને રેડ કલરના શૂટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી રિસેપ્શનની તસવીરોમાં નેહા કક્કર એક સુંદર લાલ લહેંગામાં જોવા મળી હતી. તે આ લહેંગામાં લાલ પરીથી ઓછી દેખાઈ રહી ન હતી. તે જ સમયે, રોહનપ્રીત પણ લાલ અને સિલ્વર રંગની મેચિંગ શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

નેહાએ લહેંગા સાથે નાકમાં એક મોટી નથડી પહેરી હતી. આ દરમિયાન કપલે ફરી એકવાર સ્ટેજ પર એકબીજાને વરમાળા પહેરાવી હતી. કપલે આ ઇવેન્ટનો સંપૂર્ણ આનંદ લીધો. નેહાએ પોતાના હીટ ગીતો પર પર્ફોમન્સ આપ્યું, જેમાં રોહનપ્રીતસિંહે પણ તેનો સાથ આપ્યો હતો. એમ કહેવું ખોટું નથી કે રોહનપ્રીત સિંહ અને નેહા કક્કરે તેમના શાનદાર પ્રદર્શનથી પાર્ટીને ખૂબ જ સુંદર બનવી હતી.

તાજેતરમાં કપલનું લેટેસ્ટ ગીત ‘નેહુ દા વ્યાહ’ રિલીઝ થયું છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. પાર્ટીમાં કપલે આ ગીત પર પણ પર્ફોમન્સ આપ્યું હતું. આ ગીત પર, બંને એકબીજા પર ખૂબ પ્રેમ લૂટાવ્યો. નેહા પતિ રોહનપ્રીત સિંહ અને તેના ભાઈ-બહેન સાથે સ્ટેજ પર જોવા મળી હતી. બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ આ ભવ્ય રિસેપ્શનનો ભાગ બની હતી. ઉર્વશીએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી લોકોનું દિલ જીત્યું.

આ પહેલા નેહાની વિદાયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયો નેહાના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં નેહાનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી, પરંતુ તે રોહનપ્રીત સાથે કારમાં બેસતી જોવા મળે છે. વીડિયોમાં આસપાસના લોકો ભાવનાત્મક દેખાઈ રહ્યા છે, સાથે રોહનપ્રીત પણ ઈમોશનલ જોવા મળી રહ્યો છે.

1 thought on “નેહા કક્કરની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીની તસવીરો એ મચાવી ધૂમ, કંઈક આ સ્ટાઇલમાં જોવા મળી ન્યૂ મેરિડ કપલ, જુવો તસવીરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *