પોતાની શ્રેષ્ઠ ગાયકીથી લોકોના દિલ જીતનાર પ્રખ્યાત સિંગર નેહા કક્કર આજે કોઈ ઓળખની મોહતાજ નથી. નેહાએ ખૂબ જ નાની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું હતું અને આજે તે બોલિવૂડની એક મોટી સેલિબ્રિટી બની ગઈ છે. જણાવી દઈએ કે, નેહા કક્કર અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હવે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના પતિ રોહનપ્રીત સાથેના સંબંધ વિશે વાત કરી રહી છે.
જણાવી દઈએ કે, નેહા અને રોહનપ્રીતના લગ્ન 24 ઓક્ટોબર 2020ના રોજ થયા હતા. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા, તેમના લગ્નમાં બોલિવૂડ અને પંજાબની ઘણી મોટી હસ્તીઓ પહોંચી હતી. સાથે જ આ કપલ પણ લગ્નમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હવે તાજેતરમાં જ નેહા કક્કરે રોહનપ્રીત સાથે પોતાના સંબંધ વિશે કહ્યું હતું કે, “રોહુએ મને કહ્યું હતું કે તે મને પસંદ કરે છે, પરંતુ મેં કહ્યું કે જુવો હવે હું સીધા લગ્ન કરવા ઈચ્છું છું. મારી ઉંમર છે હવે લગ્નની તો અત્યારે મારે ડેટિંગ નહિં સીધા લગ્ન કરવા છે.” સાથે જ રોહનપ્રીતે કહ્યું કે, “મારી અત્યારે ઉંમર નથી લગ્નની ની, અત્યારે કેવી રીતે લગ્ન કરી લઈએ, તો ત્યાર પછી બંનેની વાત બંધ થઈ ગઈ.”
આગળ નેહાએ કહ્યું, “પછી અચાનક એક દિવસ રોહનપ્રીતે કોલ કર્યો અને કહ્યું કે નેહા, હું તમારા વગર રહી શકતો નથી અને લગ્ન કરવા ઈચ્છું છું. રોહન તે સમયે ડ્રિંક કરી રહ્યો હતો, તેથી મને લાગ્યું કે તે એમ જ બોલતા હશે, કાલ સવાર સુધીમાં ભૂલી જશે, પરંતુ પછી બીજા દિવસે તેણે લગ્ન માટે પૂછ્યું, તો મેં કહ્યું મમ્મીને મળો અને લગ્ન વિશે વાત કરો.” ત્યાર પછી બંનેના લગ્ન થઈ ગયા અને આજે તે એકબીજા સાથે સુખી જીવન જીવે છે.
જણાવી દઈએ કે ગયા દિવસોમાં સમાચાર આવ્યા હતા કે નેહા કક્કર ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, ચાહકો પણ આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. ખરેખર, સોશિયલ મીડિયા પર નેહા કક્કરની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી હતી કે નેહા કક્કર માતા બનવા જઈ રહી છે, જો કે પછી આ સમાચારની સત્યતા સામે આવી.
View this post on Instagram
ખરેખર નેહા કક્કર એક વીડિયો સોંગ માટે પ્રેગ્નન્ટ લેડીનું પાત્ર નિભાવી રહી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ગીતમાં તે પોતાના પતિ રોહનપ્રીત સિંહ સાથે જોવા મળી હતી. તાજેતરમાં નેહા કક્કર પ્રેગ્નન્ટ નથી. જ્યારે નેહાને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપવા ઈચ્છે છે, ત્યાર પછી જ ફેમિલી પ્લાનિંગ કરશે.
જણાવી દઈએ કે, નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના પતિ રોહનપ્રીત સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં, વેલેન્ટાઇન ડે પર નેહા કક્કરે રોહનપ્રીત સાથે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર નેહા કક્કરની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે.