રિવિલિંગ ડ્રેસ પહેરીને સાસરિયામાં કિચનની અંદર કામ કરતા જોવા મળી નેહા કક્કર, પતિએ આપ્યું કંઈક આવું રિએક્શન

બોલિવુડ

નેહા કક્કર બોલિવૂડની જાણીતી સિંગર છે. છેલ્લા કેટલાક દિવસોથી તે તેના લગ્ન અને હનીમૂનને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી છે. રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા પછી તે તેના સાસરિયામાં ખૂબ જ એન્જોય કરી રહી છે. તેની કેટલીક તસવીરો પણ તેણે તેના ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં નેહા રસોડાની અંદર કામ કરતા જોવા મળી રહી છે.

ખરેખર નેહાએ પોતાના સાસરિયાના રસોડામાં કામ કરતા એક તસવીર તેના ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરમાં નેહા પોતાના હાથથી બાઉલમાં કંઈક ફેટતી જોવા મળી રહી છે. આ કરતી વખતે નેહા ખૂબ ખુશ દેખાઈ રહી છે. આ પછી નેહાએ એક અન્ય તસવીર પણ શેર કરી જેમાં તે લિવિંગ રૂમમાં અલગ હાવભાવ સાથે ઉભી છે.

આ દરમિયાન નેહાએ બ્લુ જિન્સ સાથે યલો ટોપ પહેર્યું છે. તે આ આઉટફિટમાં ખૂબ જ સારી લાગી રહી છે. આ તસવીરો શેર કરતાં નેહાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે હું રસોડામાં હોવ છું VS જ્યારે હું લિવિંગ રૂમમાં હોવ છું’.

નેહાની આ પોસ્ટ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તેઓ તેના પર અનેક પ્રકારની કમેંટ્સ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે ‘લગ્ન પછી નેહા વધુ સુંદર લાગે છે’, જ્યારે કોઈએ પૂછ્યું કે, ‘તમે રસોડામાં શું બનાવી રહ્યા છો? અમને પણ ટેસ્ટ કરાવો’. નેહાની પોસ્ટને અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

બીજી તરફ, નેહાના પતિ એટલે કે રોહનપ્રીત સિંહ પણ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. આવી સ્થિતિમાં તેમણે પણ નેહાની આ પોસ્ટ પર કમેંટ્સ કરી છે. તેણે લખ્યું કે ‘એક સુંદર સ્માઈલને હું આખી લાઇફ જોતો રહીશ.’ આ સાથે તેણે ઘણા બધા ઈમોઝીસ પણ બનાવ્યા છે.

થોડા સમય પહેલા નેહાના બેબી બમ્પની તસ્વીર પણ સામે આવી હતી. ત્યારે બધા એમ જ સમજી ગયા કે નેહા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. લગ્ન પછી આટલું જલ્દી બેબી બમ્પ જોવા પર લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. પરંતુ પછી જાણ થઈ કે આ નેહાનું નવું ગીત ‘ખ્યાલ રાખ્યા કર’ નો લુક છે. નેહાએ તેના પ્રમોશન માટે આવી પોસ્ટ શેર કરી હતી. તે આ ગીતમાં રોહનપ્રીત સિંહ સાથે જોવા મળી હતી.

458 thoughts on “રિવિલિંગ ડ્રેસ પહેરીને સાસરિયામાં કિચનની અંદર કામ કરતા જોવા મળી નેહા કક્કર, પતિએ આપ્યું કંઈક આવું રિએક્શન

  1. Pingback: ivermectin dosage

Leave a Reply

Your email address will not be published.