કામ પર પરત ફરતા પહેલા નેહા કક્કરે કર્યો ખુલાસો, રોહનપ્રીત સાથે લગ્ન કર્યા પછી લાઈફમાં આવ્યું આવું પરિવર્તન

બોલિવુડ

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડની ખૂબ જ સુંદર પ્લેબેક સિંગર નેહા કક્કર ઘણી ચર્ચામાં જોવા મળી રહી છે. પોતાના લગ્નને લઈને નેહા આ દિવસોમાં ઘણી લાઈમલાઈટમાં જોવા મળી રહી છે અને અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. છેલ્લા દિવસોમાં લગ્ન અને લગ્નની અન્ય વિધીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પછી નેહા અને રોહનપ્રીતનાં હનીમૂનની તસવીરો પણ ઘણી ચર્ચામાં આવી હતી.

જો કે હવે નેહા હનીમૂનથી પરત આવી ચુકી છે અને ટૂંક સમયમાં જ કામ પર પરત ફરવાના સમાચાર છે. નેહા આ વખતે પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ 2020’ ની જજ બની છે અને આ શોની ઓન એર ડેટનો ખુલાસો પણ થઈ ચુક્યો છે. જેમાં જજની ખુરશી પર નેહા સાથે વિશાલ દાદલાની અને હિમેશ રેશમિયા પણ જોવા મળવાના છે. જો સમાચારની વાત માનવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે આ શોનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

જણાવી દઈએ કે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ હોસ્ટ કરવામાં આવી હતી, જેમાં નેહા પણ કેટલાક સવાલોના જવાબ આપતી જોવા મળી હતી. નેહાને પૂછવામાં આવ્યું હતું કે લગ્ન પછી કામ પર પરત ફરવાનો તેનો અનુભવ કેવો છે, જેનો જવાબ આપતા નેહાએ કહ્યું કે તેની લાઈફ પહેલા કરતા વધારે સુંદર બની ગઈ છે. નેહાએ કહ્યું કે જ્યારે તમારા જીવનસાથી એક સારા, સમજદાર અને સક્ષમ વ્યક્તિ હોય છે, તો તમારી લાઇફ લગ્ન પછી હંમેશા વધુ સુંદર બને છે.

નેહાએ આગળ જણાવ્યું કે રોહનપ્રીત એક સારા જીવનસાથીની ભૂમિકામાં પોતાને સ્થાપિત કરવામાં ઘણી હદ સુધી સફળ રહ્યા છે અને તેમની સાથે લગ્ન કરીને નેહા ખૂબ ખુશ છે. નેહાએ આગળ કહ્યું કે, બસ વાહેગુરુ અને માતા રાનીના આશીર્વાદ તેમની જોડી પર રહે અને આવનારા કોઈ પણ સંજોગો સામે ઉભા રહેવાની પ્રેરણા આપે.

સમાચાર અનુસાર 28 નવેમ્બર, 2020 ની તારીખે ‘ઇન્ડિયન આઇડોલ 2020’ ઓન એયર થશે, રોહનપ્રીત સાથે લગ્ન પછી નેહાનો આ પહેલો પ્રોજેક્ટ હશે. તો આ શોની નવી સીઝનનો દર્શકોમાં પણ ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અને તેનું પણ એક મોટું કારણ છે કે આ શોનો પ્રોમો થોડા સમય પહેલા રિલીઝ થયો હતો.

આ પહેલા પણ નેહા ઘણા શોમાં જજ તરીકે કામ કરી ચુકી છે અને એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે મહિનામાં ઓછામાં ઓછું એક ગીત તો નેહાના નામે જરૂર રિલીઝ થાય છે અને લગ્ન દરમિયાન પણ નેહાએ આ કડી તૂટવા દીધી નથી. જો આપણે વાત કરીએ તેના પતિ રોહનપ્રીતની તો તે પણ એક પંજાબી સિંગર અને અભિનેતા પણ છે જે અવારનવાર પોતાના પરફોમન્સથી લોકોના દિલ પર છવાયેલા રહે છે. જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીતે દેશમાં કોરોનાના વધતા કેસ અને બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાજેતરમાંજ પરિવારના કેટલાક સદસ્યો અને નજીકના લોકો વચ્ચે લગ્ન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.