આવી ગયું નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ ના લગ્નનું કાર્ડ જુવો અહિં

બોલિવુડ

આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લગ્નને લઈને ઘણા સમાચારો આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરના અંતમાં આ બંને સાત ફેરા લઈ શકે છે. આ સાથે જ નેહા કક્કરે પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા રોહનપ્રીત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અત્યાર સુધી લોકો નેહાની પોસ્ટ દ્વારા તેમના લગ્નનો અંદાજ લગાવી રહ્યા હતા, પરંતુ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નેહા અને રોહનપ્રીતનાં લગ્નના કાર્ડે લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે.

ખરેખર, કેટલાક લોકોને લાગી રહ્યું હતું કે નેહા અને રોહનપ્રીતનાં લગ્ન ફક્ત એક પબ્લિસિસ્ટ સ્ટંટ છે. જણાવી દઇએ કે, બંને એક સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને બંનેનું 21 ઓક્ટોબરે એક ગીત પણ રિલીઝ થઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને કેટલાક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ માની રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, જ્યારે થોડા સમય પહેલા નેહાનું ‘ગોવા વાલે બીચ’ ગીત આવવાનું હતું, ત્યારે પણ આદિત્ય નારાયણ સાથેના તેના લગ્ન અંગે પણ આવું જ નાટક રચવામાં આવ્યું હતું.

જો કે નેહાની નજીકના સૂત્રોની વાત માનીએ તો નેહા કક્કર ખરેખર લગ્ન કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીમાં 24 ઓક્ટોબરે નેહા અને રોહનપ્રીત લગ્ન કરશે અને બંને લગ્નના બે દિવસ પહેલા રજિસ્ટર મેરેજ કરશે. તાજેતરમાં જ નેહા અને રોહનપ્રીતની એક તસવીર સામે આવી હતી, જેને બંનેની સગાઈની તસવીર હોવાનું કહેવાઈ રહ્યું હતું. ત્યારથી જ નેહાના લગ્ન અંગે અફવાઓ આવવા લાગી હતી. 22 ઓક્ટોબરના રોજ રજિસ્ટર મેરેજ કર્યા પછી, બંને 24 ઓક્ટોબરે ધામધૂમથી દિલ્લીમાં રીતી-રિવાજ સાથે સાત ફેરા લેશે.

મળેલી માહિતી અનુસાર, બંનેના મેરેજ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આ લગ્ન પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં જ પૂર્ણ થશે. જ્યારથી બંનેના લગ્નની અફવાઓ એ જોર પકડ્યું છે ત્યારથી આ જોડી સોશ્યલ મીડિયા પર એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહી છે. આ જોડીનો પહેલો પ્રોજેક્ટ ‘નેહૂ દા વ્યાહ’ પણ 21 ઓક્ટોબરના રોજ રીલિઝ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે રોહનપ્રીત સિંહ પંજાબનો જાણીતો ગાયક છે અને નેહા સાથે લગ્ન પહેલા તે શહનાઝ ગિલ સાથે લગ્ન કરવા રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગે’માં પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.