નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે રમી રિંગ શોધવાની રશમ, વીડિયોમાં જુવો કોણ જીત્યું

બોલિવુડ

બોલિવૂડની ફેમસ સિંગર નેહા કક્કર હાલમાં રોહનપ્રીત સિંહ સાથે તેના લગ્નને લઈને ચર્ચામાં છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પછી અચાનક તેમના લગ્નના સમાચાર સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. હવે સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

તાજેતરમાં, નેહા અને રોહનપ્રીતની રિંગ શોધવાની રશમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, કપલ થાળીની અંદર રિંગ શોધતા નજરે પડે છે. આ રશમમાં નેહા સૌથી પહેલા રિંગ શોધવામાં સફળ રહે છે. રિંગ મળતાની સાથે જ તેના ચહેરાની ખુશી બમણી થઈ જાય છે. હવે ચાહકોને આ વીડિયોનો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં નેહા અને રોહનપ્રીત રિંગ શોધવાનું શરૂ કરે છે. નેહાના સાસરિયા વાળા કહે છે કે ભાભી તમારે જીતવાનું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નેહા પહેલીવારમાં રિંગ શોધીને રોહનપ્રીતને હરાવે છે.

જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીતે તેમના લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને બેસ્ટ ફ્રેન્ડ ને જ બોલાવ્યા હતા. જોકે પછી આ બંને એ પંજાબમાં ધૂમધામથી લગ્નનું રિસેપ્શન આપ્યું. સામાન્ય રીતે બોલીવુડ સ્ટાર્સના લગ્ન ખૂબ જ ધામધૂમથી અને તડક-ભડક સાથે થાય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે લગ્ન સિમ્પલ રીતે થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ નેહાની મહેંદી અને હલ્દીની રશમોની તસવીરો પણ વાયરલ થઈ હતી.

નોંધપાત્ર વાત એ છે કે નેહા અને રોહનપ્રીત સાથે ‘નેહુ દા વ્યાહ’ મ્યુઝિક વીડિયો પણ બનાવી ચૂક્યા છે. આ ગીતમાં બંનેએ પહેલીવાર સાથે કામ કર્યું છે. જોકે તમને આ બંનેની જોડી કેવી લાગી એ કમેંટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published.