નેહા કક્કર અને રોહનપ્રીત પીઠીની રશમમાં આવી રીતે ડૂબ્યા એકબીજાના પ્રેમમાં, જુવો પીઠીની રશમની ખૂબજ સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર, જે હંમેશાં તેના ગીતો માટે હેડલાઇન્સમાં રહે છે, અને આ વખતે નેહા તેના ગીતોને લઈને નહીં પરંતુ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. જણાવી દઈએ કે નેહા બસ થોડી કલાકોમાં જ દુલ્હન બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં દરરોજ તેના લગ્નની રશમોની તસવીરો સામે આવી રહી છે, તાજેતરમાં નેહાની સગાઈની તસવીરો નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે પોતાના ભાવિ પતિ રોહનપ્રીત સાથે ખૂબ જ સુંદર સ્ટાઈલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને હવે નેહાએ તેની પીઠીની રશમની તસવીરો શેર કરી છે જેમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે અને રોહનપ્રીત સાથે તેની જોડી આકર્ષક લાગી રહી છે.

જણવી દઈએ કે નેહા કક્કરના લગ્નના થોડા કલાકો જ બાકી છે, અને નેહા ખુબ જ ખુશ છે અને તે તેની પીઠીની રશમની તસવીરો શેર કરીને હેડલાઇન્સ બનાવી રહી છે. જણાવી દઈએ કે નેહાની પીઠીની રશમની તસવીરો અને વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. તે જ સમયે પીઠીની રશમની સાથે નેહાની મહેંદીની તસવીરો પણ ઇન્સ્ટા પર ખૂબ વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નેહા કેવી રીતે આરામથી પલંગ પર બેસીને મહેંદી લગાવી રહી છે.

નેહા એ તેના ઇન્સ્ટા પર રોહનપ્રીત સાથે જે તસવીરો શેર કરી છે તેમાં નેહા અને તેના પતિએ પીળા રંગના કપડા પહેર્યા છે. નેહા પણ પીળા રંગની સાડીમાં ખૂબજ સુંદર લાગી રહી છે અને વાળને નેહા એ મેસી બનાવીને ખૂબ જ સુંદર લુક આપ્યો છે. સાથે જ નેહાએ ફૂલોથી બનાવેલી જ્વેલરી પણ પહેરી છે જે તેના પર એકદમ ખીલી રહી છે. જો નેહાના મેક-અપ વિશે વાત કરીએ તો નેહા એ વધુ મેકઅપ નથી કર્યો. તો લાઈટ મેકઅપમાં પણ નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.

નેહા એ પીઠીની જે તસવીર શેર કરી છે તેમાં રોહનપ્રીત નેહાના કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે, અને આ કપલે ઘણા રોમેન્ટિક પોઝ આપીને શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. જણાવી દઈએ કે નેહા કક્કરનું રિસેપ્શન ફંક્શન 26 ઓક્ટોબર ના રોજ રાખવામાં આવ્યું છે જે પંજાબમાં આયોજિત થશે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંજાબના મોહાલીમાં ‘ધ અમલતાસ’માં નેહા અને રોહનપ્રીતના ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન થશે.

કોરોનાને કારણે સરકારે જારી કરેલા માર્ગદર્શન મુજબ લગ્નમાં ઘણા લોકો આવી શકશે નહિં, તેથી નેહાએ તેમના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકોને પણ આમંત્રણ આપ્યું નથી. આ લગ્નમાં ઘરના લોકો અને નજીકના ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ દરમિયાન નેહા અને રોહનનું નવું ગીત “નેહુ દા બ્યાહ” પણ રિલીઝ થયું છે અને આ ગીતને ઘણા લોકો પસંદ પણ કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે નેહાએ ગીતના પ્રમોશન માટે તો આ બધું નથી કર્યું ને. પછી નેહાની પીઠીની રશમની તસવીરો જ્યારે સામે આવી ત્યારે લોકોને વિશ્વાસ આવ્યો કે નેહા ખરેખર લગ્ન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.