નેહા અને રોહનપ્રીતે ઉદયપુરમાં કંઈક આ રીતે સેલિબ્રેટ કરી પોતાના લગ્નની પહેલી એનિવર્સરી, જુવો તેમના સેલિબ્રેશનની કેટલીક તસવીરો

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે 24 ઓક્ટોબરના રોજ પોતાના લગ્નની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી અને બંનેએ સંપૂર્ણ પ્રયત્ન કર્યા કે આ ખૂબ જ ખાસ રહે. નેહાએ હવે પોતાના રોમેન્ટિક ગેટવેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નેહા 24 ઓક્ટોબર 2020ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ હતી. નેહા અને સિંગર રોહનપ્રીત સિંહની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. બંને બોલિવૂડની ફેવરિટ કપલ્સના લિસ્ટમાં શામેલ છે.

નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. નેહા અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. જેના પર તેને ખૂબ જ પ્રેમ અને સુંદર કમેન્ટ્સ મળતી રહે છે. આ કપલ પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરવા ઉદયપુર પહોંચી ગઈ છે. નેહાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ઘણી સુંદર તસવીરો શેર કરીને આ વાતની માહિતી તેના ચાહકોને આપી છે. આ સાથે અભિનેત્રીએ એક સુંદર કેપ્શન પણ લખ્યું છે.

તેમણે લખ્યું, “અને કંઈક આ રીતે અમારી પહેલી એનિવર્સરી રહી, ખરું ને? આ સાથે જ નેહાએ લખ્યું કે હું દરેકનો આભાર માનું છું, જેમણે મને ખાસ અનુભવ કરાવ્યો. તમારી શુભેચ્છાઓ, પોસ્ટ્સ, સ્ટોરીઓ, મેસેજ, કૉલ્સ અને પ્રેમ અમને ખૂબ ખુશી આપે છે. આ બધા માટે આભાર.

જેવી જ આ સિંગરે ઉદયપુરથી પોતાની તસવીર શેર કરી તે જોત જોતામાં જ વાયરલ થઈ ગઈ. નેહા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે નેહા અને રોહનપ્રીતે પિછોલા તળાવની વચ્ચે સ્પેશિયલ ગણગૌર બોટ પર એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. નેહા આ દરમિયાન પિંક કલરના સલવાર-સૂટમાં અને રોહનપ્રીત ડેનિમ આઉટફિટ સાથે ગુલાબી પાઘડીમાં જોવા મળી રહ્યા છે.

બંને એક મોટી બોટ પર સવાર છે, જે ખૂબ જ સુંદર, શાહી વાતાવરણમાં કેંડલલાઈટ ડિનર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ચાહકો સિંગરની પોસ્ટ પર ખૂબ કમેંટ્સ કરી રહ્યા છે.

નેહા અને રોહનપ્રીત ગયા વર્ષે ઘણા દિવસોના સેલિબ્રેશન પછી લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. પોતાના લગ્નના દિવસ સુધી, બંનેએ પોતાના ચાહકોને એ શંકામાં રાખ્યા કે શું આ તેમના નવા મ્યુઝિક વિડિયો, નેહુ દા વ્યાહ માટે પ્રમોશનલ ડ્રામા છે. નેહા અને રોહનપ્રીતની લવ સ્ટોરીને ડિઝાઇનર અનિતા ડોગરેએ એક પોસ્ટમાં શેર કરી હતી. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કરતા લખ્યું હતું.

રોહનપ્રીત વિશે વાત કરતાં નેહાએ કહ્યું હતું કે, તેને જોયા પછી મારી પહેલી ધારણા એ હતી કે, તે સેટ પર દરેક વ્યક્તિ સાથે ખૂબ સારા હતા. આ વાતમાં કોઈ શંકા નથી કે હું જેટલા પણ લોકોને મળી, તેમાંથી આ સૌથી ક્યૂટ હતું. આકર્ષણ ખૂબ વધારે હતું. મને લાગે છે કે આ તે શરૂઆતની ક્ષણોમાં જ અહેસાસ થઈ ગયો હતો કે તે મારા માટે જ છે.

રોહન મુજબ આ મારા માટે બિલકુલ પહેલી નજરના પ્રેમ જેવું હતું. જેટલા લોકોને આજ સુધી હું મળ્યો છું, તેમાંથી તે સૌથી વધુ જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે. એક દિવસ, મેં કોઈ રીતે હિંમત ભેગી કરી અને તેને મારો પ્રેમ વ્યક્ત કર્યો અને તેણે હા પાડી! આભાર મારા રબ. ખરેખર ભગવાનનો આભાર. તમને જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીતના લગ્ન પરંપરાગત રીતે આનંદ કારજ સેરેમની હેઠળ થયા હતા. આ લગ્નમાં માત્ર તેનો પરિવાર અને નજીકના મિત્રો જ શામેલ થયા હતા. આ લગ્નમાં અભિનેત્રી ઉર્વશી ધોળકિયા, બાની સંધુ અને જસ્સી લોખા જેવા કલાકારો આવ્યા હતા.