લગ્નના 6 મહિનામાં જ થઈ ગઈ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની લડાઈ, જુવો તેમની આ લડાઈનો વીડિયો

બોલિવુડ

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ ની જોડી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી રહે છે. ચાહકોને તે બંનેના વીડિયો ખૂબ પસંદ આવે છે. નેહા રોહનપ્રીતનાં લગ્નને લગભગ 6 મહિના થયાં છે. જો કે બંને વચ્ચે ઘણો પ્રેમ છે, પરંતુ આ દિવસોમાં બંને એકબીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે.

ખરેખર નેહાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના પતિ રોહનપ્રીત સિંહ સાથે લડાઈ કરતા જોવા મળી રહી છે. બંનેના આ વીડિયો પર ચાહકો ખૂબ રિએક્શન આપી રહ્યા છે. તેમની લડાઈ જોઈને સિંગર-મ્યૂઝિશિયન રજત નાગપાલ પણ બોલી ઉઠ્યા ‘નહિં યાર નહિ’.

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની લડાઈ જોઈને તમે ટેન્શન ન લો. આ બંને રિયલ લાઈફમાં લડી રહ્યા નથી. પરંતુ આ તેમના આવનારા એક ગીતની એક ઝલક છે. બંને ફરી એકવાર મ્યુઝિક વીડિયો લઈને આવી રહ્યા છે. આ મ્યુઝિક વીડિયોનું નામ ‘ખડ તૈનુ મેં દસ્સા’ છે. આની એક ઝલક નેહાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.

વીડિયો જોઇને કોઈ હસી રહ્યું છે તો કોઈ સુંદર કમેંટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું છે કે કેટલી ક્યૂટ જોડી છે. તો કોઈએ કહ્યું કે તમે કેટલા પણ મોટા સેલિબ્રિટી કેમ ન બનો લગ્ન પછી બધાના આ જ હાલ થાય છે. આટલું જ નહિં રોહનપ્રીતે પણ નેહાના આ વીડિયો પર કમેંટ કરી છે. તેમણે કમેંટમાં રડતું હાર્ટ ઈમોજિ બનાવ્યું છે.

નેહા રોહનપ્રીતની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં આઠ લાખ પચાસ હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. તો ચાલો આપણે આ વિડિઓ જોઈએ.

આ પહેલા નેહા ‘ખડ તૈનુ મેં દસ્સા’નું પહેલું પોસ્ટર એટલે કે ફર્સ્ટ લુક પણ શેર કરી ચુકી છે. આ એક પંજાબી ગીત છે. તેનું પોસ્ટર શેર કરતાં નેહાએ લખ્યું હતું – તમારી નેહૂ અને મારા રોહનપ્રીતના ગીત ખડ તૈનૂ મૈં દસ્સા નું પહેલું પોસ્ટર, ફર્સ્ટ લુક. આ પોસ્ટરમાં બંને હાથમાં ફૂટબોલ લઈને ગ્રાઉંડમાં જોવા મળી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ બ્રાઈટ કપડા પહેર્યા હતા. આ પોસ્ટર પર નેહા કક્કર VS રોહનપ્રીત સિંહ લખ્યું હતું.