ઘરમાં આ ચીજોથી વધે છે નેગેટિવિટી ભૂલથી પણ તેને ન રાખો પોતાના બેડરૂમમાં નહિં તો….

ધાર્મિક

કોઈ પણ વયક્તિ માટે દુનિયાની સૌથી વધુ આરામદાયક કોઈ જગ્યા હોય તો તે છે તેના ઘરનો બેડરૂમ. જ્યાં તે આરામ કરે છે. આ બેડરૂમમાં તે દુનિયાની ચિંતા અને તણાવને ભૂલી જાય છે. અહીં તે રિલેક્સ થઈને પોતાના જીવન વિશે વિચારે છે. સાંજે થાકીને અહીં જ આરામ કરે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે તમને આ બેડરૂમમાં શાંતિ મળતી નથી.

જે બેડરૂમમાં આરામ કરવા અને શાંતિથી રહેવા માટે તમે લાખો રૂપિયા ખર્ચ કર્યા છે. તે જ બેડરૂમમાં તમને સકારાત્મકતા મળતી નથી. ત્યાં નેગેટિવ ઉર્જા આવવા લાગે છે. ઘરે આવ્યા પછી પણ શાંતિ મળતી નથી. તમે વિચાર્યું કે આવું શા માટે થાય છે..? અમે તમને આ સવાલના જવાબ આપવા જઈ રહ્યા છીએ. બેડરૂમમાં ઘણી વખત રાખવામાં આવેલી ચીજોને કારણે તમારા ઘરમાં નેગેટિવિટી આવવા લાગે છે. આપણે અજાણતા આ ચીજો બેડરૂમમાં રાખીએ છીએ.

આ અજાણતાં કરેલી ભૂલ આપણા ભવિષ્યને ખરાબ કરવા લાગે છે. તેની એટલી ખરાબ અસર આપણા જીવન પર પડે છે કે આપણું વિવાહિત જીવન અને પ્રગતિ પણ પ્રભાવિત થવા લાગે છે. આપણે આ ભૂલોને સરળતાથી ઓળખી પણ શકતા નથી. આ રીતે આપણે દિવસ અને રાત તણાવમાં રહીએ છીએ. પરિણામે આપણે કેટલાક ખોટા પગલા લઈએ છીએ.

બૂટ: પોતાના ઘરના બેડરૂમમાં ભૂલથી પણ બૂટ-ચપ્પલ ન રાખો. તેમાંથી નીકળતી નેગેટિવિટી આપણા જીવન પર ખરાબ અસર કરે છે અને જીવનમાં તણાવ રહે છે. આપણે ઈચ્છીને પણ ખુશ રહી શકતા નથી. તેથી તમારા બૂટ-ચપ્પલ બેડરૂમની બહાર રાખો.

બીજા નંબર પર છે ઝાડૂ: વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારે તમારા બેડરૂમમાં ઝાડૂ ક્યારેય પણ ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેના કારણે આપણા જીવનમાં જીવનમાં સમસ્યાઓ આવી શકે છે, તેનથી ખુશીઓમાં ખલેલ પહોંચે છે. યાદ રાખો કે ઝાડૂ જ્યાં પણ રાખો, એવી જગ્યા પર રાખો જ્યાંથી બહારની વ્યક્તિની નજરમાં આવવું જોઈએ નહિં.

ફાટેલા કપડા પણ કરે છે પરેશાન: જો તમારા વોર્ડરોબમાં અથવા બેડરૂમમાં ફાટેલા કપડા છે, તો તરત જ તેને બેડરૂમની બહાર કરો કારણ કે તેની નેગેટીવ અસર સીધી આપણા ધન પર પડે છે. તેનાથી આપણી આવકમાં ઘટાડો થવા લાગે છે. ગરીબી વધતી જાય છે. તેથી આ વાતનું પણ ધ્યાન રાખવું.

બંધ ઘડિયાળ: તમારા ઘરમાં ક્યારેય પણ બંધ ઘડિયાળ ન રાખો. ઘરમાં બંધ ઘડિયાળો રાખવી અશુભ માનવામાં આવે છે. જો બેડરૂમમાં કોઈ પણ પ્રકારની ઘડીયાળ જેમ કે કાંડા ઘડીયાળ, દિવાલ ઘડિયાળ બંધ પડેલી છે તો તેને તરત જ બહાર કરો. બંધ ઘડિયાળની નકારાત્મક અસર આપણી પ્રગતિ પર પડે છે.

આ ચીજો પણ છે શામેલ: આ બધી ચીજો ઉપરાંત તમે ક્યારેય પણ પોતાના રૂમમાં ધૂળ, માટી, ખાલી ડબ્બા, કરોળિયાની જાળ, તૂટેલા કાચ, વગેરે જેવી ચીજો પણ ન રાખો. આ બધી ચીજોથી તમે આળસના શિકાર બનો છો.

Leave a Reply

Your email address will not be published.