નીતા અંબાણી પહેરે છે કરોડોના હીરા અને જ્વેલરી, જુવો નીતા અંબાણીના ખૂબ જ કિંમતી હાર અને જ્વેલરીની તસવીરો

વિશેષ

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની પોતે પણ બિઝનેસની દુનિયાનું જાણીતું નામ છે. બિઝનેસની સાથે સાથે નીતા તેના ફેશન સ્ટેટમેન્ટ અને લાઈફસ્ટાઈલને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. આજે અમે તમને નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનમાંથી કેટલીક અમૂલ્ય જ્વેલરી બતાવવા જઈ રહ્યા છીએ, જે ભાગ્યે જ દેશમાં તેમના સિવાય કોઈ પાસે હશે.

નીતા અંબાણીએ તેમના પુત્રના લગ્નનાની પ્રી-વેડિંગ સેલિબ્રેશન પ્રસંગ પર માંગ ટીકા, હેવી ઈયરિંગ્સ અને 5 લેયર વાળો નેકલેસ પહેર્યો હતો.

નીતા અંબાણીનો આ લુક પુત્ર આકાશના લગ્નનો છે. આ ખાસ દિવસ માટે નીતાએ લાલ કલરના આઉટફિટ સાથે વ્હાઈટ અને ગ્રીન એમરેલ્ડ જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ જ્વેલરી નીતાના કલેક્શનમાં સૌથી મોંઘી જ્વેલરી છે.

નીતા અંબાણીએ પોતાની પુત્રીની દાંડિયા નાઈટ માટે સુંદર લહેંગા સાથે ખૂબ જ કિંમતી જ્વેલરી પસંદ કરી હતી. તેણે કુંદન, ગ્રીન સ્ટોન, મોતી અને ડાયમંડ વર્ક વાળો સેટ પહેર્યો હતો.

નીતા અંબાણીને તૈયાર થવાનો ખૂબ જ શોખ છે. અને પોતાને સજાવવા માટે નીતા અંબાણી એકથી એક ચઢિયાતા હીરાના દાગીના પહેરે છે.

અહીં સુધી કે નીતા કોઈ પણ સ્ટાર પાર્ટી અથવા ઈવેંટમાં જાય છે તો તેનો લુક જોવા માટે બોલીવુડ સેલેબ્સ પણ ખૂબ આતુર રહે છે. નીતા અંબાણીને જ્વેલરીને પોતાના આઉટફિટ સાથે મેચ કરવાનું પણ ખૂબ સારી રીતે આવડે છે.

નીતાનો આ લુક પણ ખૂબ વાયરલ થયો હતો. ઘરના ફંકશનમાં જ્યારે નીતાએ મોટા હીરા જડેલા ઘરેણાં પહેર્યા ત્યારે દરેકની નજર નીતાની ચમક અને સુંદરતા પર ટકી રહી હતી.

જ્વેલરીમાં નીતાને સૌથી વધુ નથ અને માંગ ટીકા પસંદ છે. આ સાથે નીતા અંબાણી હંમેશા હાથમાં મોંઘા અને દુર્લભ કડા પહેરેલી જોવા મળે છે.

સાથે જો નીતાના હીરાના જ્વેલરી કલેક્શન પર નજર કરીએ તો એક વખત નીતાએ ગળામાં કંઈ પહેર્યું ન હતું, જેના કારણે તેનો ચહેરો અને હાથ ખૂબ જ હાઈલાઈટ થઈ રહ્યા હતા. તસવીરમાં જોવા મળી રહેલું બધું કિંમતી હીરાથી બનેલું છે. નીતાએ આ લુકમાં માંગ ટિકાથી લઈને નથ અને હાથ સુધી બધું હીરાથી બનેલા ઘરેણાં પહેર્યા છે.

નીતા અંબાણીએ પ્રિયંકા ચોપરાની સંગીત સેરેમનીમાં ખૂબ જ સુંદર કુંદન નેકલેસ પહેર્યો હતો. તે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના સંગીત ફંક્શન માટે ઉદયપુર ગઈ હતી. ત્યાં તેણે ખૂબ જ સુંદર લેહરિયા સ્ટાઇલ લહેંગા સાથે કુંદન નેકલેસ અને ઇયરિંગ્સ પહેર્યા હતા.

નીતાના જ્વેલરી કલેક્શનમાં આ ખૂબ જ કિંમતી સેટ પણ શામેલ છે. આ હેવી નેકલેસ સાથે કાનમાં ખૂબ જ મોટી અને સુંદર ઇયરપીસ ડિઝાઇન કરવામાં આવી છે. ભાગ્યે જ કોઈ અન્ય મહિલા પાસે જ્વેલરીની આવી વેરાયટી જોવા મળશે.

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, નીતા દરેક લુક સાથે પોતાની કિંમતી જ્વેલરી પહેરે છે. આ તસવીરમાં તમે નીતાને વન પીસ ડ્રેસ સાથે ગ્રીન એમરેલ્ડનો સેટ પહેરેલી જોઈ શકો છો.

સાથે જ નીતા ખૂબ જ સુંદર સ્ટાઈલમાં પોતાની જ્વેલરી ફ્લોન્ટ કરતા જોવા મળે છે. આ તસવીરમાં તમે નીતાને તેની હીરાની વીંટી બતાવતા જોઈ શકો છો.

આ તસવીરમાં તમે નીતાના ગળામાં મોટા-મોટા હીરા અને અસલી કુંદનનો હાર જોઈ શકો છો. આ તમામ હીરા અને કુંદન સોનામાં જડેલા છે. આ લુક સાથે નીતાએ મોટા ઈયર પીસ અને હાથમાં કડા અને વીંટી પહેરી હતી.

નીતા અંબાણીને જ્વેલરીની સાથે-સાથે ડિઝાઈનર આઉટફિટ્સનો પણ ખૂબ શોખ છે. જો નીતાના જ્વેલરી કલેક્શન પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે તેને સોના કરતાં હીરા અને પ્લેટિનમ વધુ પસંદ છે. નીતા અંબાણી અવારનવાર પોતાના લુક અને જ્વેલરી સાથે એક્સપેરીમેંટ કરતા જોવા મળે છે.

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે નીતાએ રેડ સાડી સાથે ગ્રીન ડાયમંડ જ્વેલરી ટીમ અપ કરી હતી. આ સાથે જ નીતા આ દરમિયાન તેની મોટી હીરાની વીંટી ફ્લોન્ટ કરતા પણ જોવા મળી હતી. નીતા અંબાણીના આ લુકની વાત કરીએ તો તેની મોટી હીરાની નથ અલગ રીતે જ ચમકી રહી છે.