આ વર્ષે એપ્રિલ મહિનામાં હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ હિન્દી સિનેમાના પ્રખ્યાત કપૂર પરિવારની વહુ બની હતી. આલિયા ભટ્ટે પોતાના બોયફ્રેન્ડ અને લોકપ્રિય બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંને કલાકારોએ આ વર્ષે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા.
જણાવી દઈએ કે આલિયા અને રણબીર લગભગ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. છેવટે લાંબી રાહ જોયા પછી, 39 વર્ષના રણબીર કપૂર અને 29 વર્ષની આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. અભિનેત્રી નીતુ કપૂર પણ આલિયાને પોતાના ઘરની વહુ બનાવીને ખૂબ ખુશ છે.
પુત્ર રણબીરના આલિયા સાથેના લગ્ન પછી અનેક પ્રસંગો પર નીતુ કપૂર આલિયાની પ્રસંશા કરતા જોવા મળી છે. આલિયા અને નીતુ બંને એકબીજા સાથે સારો બોન્ડ શેર કરે છે. સાસુ અને વહુ હોવા છતાં બંને વચ્ચે માતા-પુત્રી જેવો સંબંધ છે. જો કે તમને જણાવી દઈએ કે નીતુ અને આલિયા એક જ ઘરમાં નથી રહેતા.
વર્ષ 2020માં નીતુના પતિ અને દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું હતું. ત્યાર પછીથી નીતુ એકલી રહે છે. તેમનું ઘર મુંબઈના પાલી હિલમાં આવેલું છે. તેમના ઘરનું નામ ‘કૃષ્ણરાજ’ છે. સાથે જ રણબીર અને આલિયા નીતુ કપૂરથી દૂર મુંબઈમાં રહે છે.
વાત નીતુ કપૂરના ઘરની કરીએ તો તે વર્ષોથી ‘કૃષ્ણરાજ’માં રહે છે. તેનું ઘર ખૂબ મોટું અને ખૂબ જ સુંદર છે. તેમના આ ઘરમાં સુખ-સુવિધાનીની દરેક ચીજ હાજર છે. ઘરમાં ક્રીમ કલરના સોફા, ગ્રે અને વ્હાઇટ માર્બલ અને સફેદ ઇન્ટિરિયર છે. ઋષિ કપૂરના નિધન પછી નીતુએ પોતાના પતિની યાદોને પોતાના ઘરમાં સાચવી રાખી છે.
જોકે તમને જણાવી દઈએ કે એવું નથી કે રણબીર કપૂર લગ્ન પછી તેની માતાથી અલગ થઈ ગયો છે. પરંતુ તે લગ્ન પહેલા જ તેમની માતાથી અલગ રહે છે. સાથે જ જ્યારે તેના પિતાનું નિધન થયું, ત્યારે પણ તે બીજા ઘરમાં રહેતો હતો. નીતુ કપૂરે આ વિશે કહ્યું હતું કે તેને એકલા રહેવું પસંદ છે. તેઓ પોતાના બાળકોને પરેશાન કરવા ઈચ્છતી નથી.
નીતુના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં જ બોલિવૂડ ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અનિલ કપૂર, કિયારા અડવાણી, વરુણ ધવન અને મનીષ પોલ સાથે કામ કર્યું હતું. તમામ કલાકારોની આ ફિલ્મ સફળ રહી હતી.
સાથે જ આલિયાની વાત કરીએ તો આલિયા આ દિવસોમાં પ્રેગ્નન્ટ છે. તાજેતરમાં તેણે પોતાની પ્રેગ્નન્સીની ઘોષણા કરી હતી. તેની આગામી ફિલ્મમાં ‘બ્રહ્માસ્ત્ર’ શામેલ છે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય અભિનીત આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.