કોઈ મહેલથી ઓછું લક્ઝરી નથી નીતા અંબાણીનું પ્રાઈવેટ જેટ, ફાઈવ સ્ટાર હોટલ જેવી છે તેની સુવિધાઓ, જુવો નીતાના જેટની અંદરની તસવીરો

વિશેષ

દુનિયાના ટોપ-10 બિઝનેસમેનમાં શામેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ પોતાના સામાજિક કાર્યોની સાથે સાથે મોંઘા શોખ માટે પણ જાણીતી છે. નીતા અંબાણી મોંઘી કારમાં મુસાફરી કરે છે. જો કે આ ઉપરાંત તેમની પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે.

જમીન પર કરોડોની BMW, મર્સિડીઝ અને રોલ્સ રોયસમાં મુસાફરી કરતી નીતા અંબાણી હવાઈ મુસાફરી માટે પોતાના પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરે છે. જો કે, ખાસ વાત એ છે કે આ પ્રાઈવેટ જેટ મુકેશ અંબાણીએ નીતાને તેના જન્મદિવસ પર ગિફ્ટ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ જેટની કિંમત લગભગ 230 કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણીએ જન્મદિવસ પર નીતાને આપી હતી ગિફ્ટ: 15,000 કરોડ રૂપિયાના ઘર એન્ટિલિયામાં રહેતી નીતા અંબાણીનું આ પ્રાઈવેટ જેટ કોઈ ફાઈવ સ્ટાર હોટલથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીએ નીતાના 44માં જન્મદિવસ પર કસ્ટમ ફીટેડ એરબસ-319 લક્ઝરી પ્રાઈવેટ જેટ ગિફ્ટ કર્યું હતું. આ પ્લેનમાં લગભગ 10 થી 12 લોકો એકસાથે મુસાફરી કરી શકે છે. આ પ્લેન મુકેશે નીતાની પસંદગી અને જરૂરિયાત મુજબ બનાવ્યું હતું.

આ પ્રાઈવેટ જેટમાં મનોરંજનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છેઃ આ જેટમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. નીતા અંબાણીના આ જેટમાં ડાઈનિંગ હોલથી લઈને સ્કાય બાર, ગેમિંગ અને એન્ટરટેઈનમેન્ટની સંપૂર્ણ વ્યવસ્થા છે. આ વિમાનમાં મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન સહિત વાયરલેસ કોમ્યુનિકેશનની તમામ સુવિધાઓ છે.

નીતા અંબાણીના આ પ્રાઈવેટ જેટમાં એક માસ્ટર બેડરૂમ, જેકુઝીની પણ વ્યવસ્થા છે. તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી અને નીતાના લગ્નની સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. નીતાને મુકેશ માટે તેના પિતા ધીરુભાઈ અંબાણી અને માતા કોકિલાબેને પસંદ કરી હતી.

ખરેખર એક ડાન્સ પરફોર્મન્સ દરમિયાન ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેને નીતાને પસંદ કરી હતી. ત્યાર પછી તેમણે નીતા અને મુકેશની મુલાકાત કરાવી. મુકેશને નીતા પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ હતી. ત્યાર પછી મુકેશે નીતાને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. જો કે, નીતાને શાળામાં ભણાવવાનો શોખ હતો અને લગ્ન પહેલા પણ તે ટીચર હતી. આવી સ્થિતિમાં લગ્ન પહેલા નીતાએ મુકેશની સામે પોતાની ટીચિંગ કારકિર્દી ચાલુ રાખવા માટે એક શરત મૂકી. મુકેશે તરત જ નીતાની શરત સ્વીકારી લીધી.