નીતા અંબાણીએ અનંત-રાધિકાની સગાઈમાં પહેરી ઈશા અંબાણીની વેડિંગ જ્વેલરી, જુવો નીતાની આ સુંદર તસવીરો

વિશેષ

ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની પ્રેમાળ પત્ની અને ‘રિલાયન્સ ફાઉન્ડેશન’ની સંસ્થાપક નીતા અંબાણી ‘બ્યૂટી વિથ બ્રેઈન’ની વાસ્તવિક વ્યાખ્યા છે. જેટલી તે તેની આકર્ષક વ્યવસાય કુશળતા માટે જાણીતી છે, તેટલા જ તેણે પોતાના ‘ડાઉન-ટુ-અર્થ’ સ્વભાવથી લાખો દિલોમાં એક વિશેષ સ્થાન પણ મેળવ્યું છે. આ ઉપરાંત, નીતા પોતાની પરંપરા અને મૂલ્યોને ક્યારેય ભૂલતી નથી અને પરિવારના દરેક સભ્ય સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે. જો કે, તે પોતાની પુત્રી ઈશા અંબાણી સાથે જે બોન્ડ શેર કરે છે તે શબ્દોની બહાર છે અને તેના પુરાવા અવારનવાર જોવા મળે છે.

ઈશા અંબાણીની વેડિંગ જ્વેલરીમાં જોવા મળી નીતા અંબાણી: રાધિકા મર્ચન્ટ સાથે પોતાના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ સેરેમની માટે નીતા અંબાણી ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શનમાંથી હેવી એમ્બેશિલ્ડ લહેંગા ચોલીમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. તેમણે ન્યૂડ મેકઅપ, બિંદી અને બન હેરસ્ટાઈલથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જો કે, જે ચીજે અમારું ધ્યાન ખેંચ્યું, તે એ હતી કે પ્રેમાળ માતાએ પોતાની પુત્રી ઈશા અંબાણીની જ્વેલરી પહેરી હતી, જેમાં સુંદર ચોકર અને ગળાનો હાર શામેલ હતો. આ સાથે તેણે પોતાના લુકને ડાયમંડ માંગ ટીકા, મેચિંગ ઇયરિંગ્સ અને બંગડીઓ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ભવ્ય સગાઈ સેરેમની: 19 જાન્યુઆરી 2023ના રોજ, અનંત અંબાણીએ ઔપચારિક રીતે પોતાના જીવનના પ્રેમ રાધિકા મર્ચન્ટ સાથે અંબાણી નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ માં પરિવાર અને મિત્રોની વચ્ચે સગાઈ કરી. તેમની સગાઈ સેરેમનીમાં ‘ગોળ ધાણા’ અને ‘ચુનરી વિધિ’ જેવી વર્ષો જૂની ગુજરાતી પરંપરાઓ શામેલ હતી, ત્યાર પછી રીંગ એક્સચેન્જ કરવામાં આવી હતી, જેમાં તેમના પરિવારના તમામ સભ્યો શામેલ થયા હતા. ફંક્શન્સમાં પરંપરાગત લગન પત્રિકા વાંચન, નીતા અંબાણીની આગેવાની હેઠળ અંબાણી પરિવારના સભ્યો દ્વારા ડાંસ પરફોર્મંસ, ગણેશ પૂજા અને અન્ય ઘણા બધા કાર્યક્રમ શામેલ હતા.

જો કે, આ પહેલી વખત નથી, જ્યારે નીતા અને ઈશાનો સુંદર બોન્ડિંગ જોવા મળ્યો હોય. આ પહેલા 1 નવેમ્બર ના રોજ, જ્યારે નીતાએ તેનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો, ત્યારે એક અનમ્યૂટ વીડિયોમાં માતા-પુત્રીનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. તેના આ ખાસ દિવસને ચિહ્નિત કરવા માટે, નીતાના પરિવારે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતુ. ઈન્ટરનેટ પર સામે આવેલા એક વીડિયોમાં ઈશા અને નીતા ‘તુમ્હી હો બંધુ’ ગીત પર સુંદર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, વિડિયોની શરૂઆતમાં ઈશાને એ કહેતા સાંભળી શકાય છે કે, “મમ્મી અને હું ખૂબ જ ખાસ બોન્ડ શેર કરીએ છીએ. આ ડાન્સ અમારા સંબંધોનો ઉત્સવ છે.”

ઈશા એ પોતાની માતા નીતાના સપના માટે સમર્પિત કર્યો નવો પ્રોજેક્ટ: તાજેતરમાં, ‘ટાઈમ્સ નાઉ’ સાથેના એક ઈન્ટરવ્યુમાં, ‘રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ’ (RRVL) ના ડિરેક્ટર ઈશા અંબાણીએ પોતાની સૌથી પ્રેમાળ માતા નીતા અંબાણીના સપનાને સમર્પિત ભારતનું પહેલું મલ્ટી-આર્ટ સેન્ટર ખોલવાની ઘોષણા કરી હતી. આ સેન્ટર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખોલવામાં આવશે, જે તેમના જિયો વર્લ્ડ સેન્ટરની અંદર આવેલું છે અને તેનું નામ ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC) રાખવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન 31 માર્ચ 2023ના રોજ થશે. વાતચીતમાં તેણે દુનિયાને ભારતીય પ્રતિભા દર્શાવવા માટે તેની માતાના વિઝન વિશે વાત કરી અને કહ્યું હતું, “‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ એક જગ્યાથી ખૂબ વધારે છે. આ કળા, સંસ્કૃતિ માટે મરી માતાના જુનૂન અને ભારત માટે તેમના પ્રેમની પરાકાષ્ઠા છે. તેમણે હંમેશા એક એવું પ્લેટફોર્મ બનાવવાનું સપનું જોયું છે જે મોટા પ્રમાણમાં દર્શકો, કલાકારો અને રચનાત્મક લોકોનું સ્વાગત કરે.”