નીતા અંબાણી એ ખરીદી દુનિયાની સૌથી મોંઘી કાર, કિંમત છે પૂરા 100 કરોડ, જુવો અંદરથી કેવી દેખાય છે

વિશેષ

ભારતના સૌથી મોટા અને સૌથી અમીર બિઝનેસમેનમાંથી એક મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. અંબાણી પરિવારના દરેક સભ્ય પોતાની લાઈફસ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે. મુકેશ અંબાણી દુનિયાભરમાં જેટલા પ્રખ્યાત છે તેટલી જ પ્રખ્યાત નીતા અંબાણી છે.

અવારનવાર નીતા અંબાણી પોતાની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. નીતા અંબાણી દેશની સૌથી પાવરફુલ બિઝનેસવુમન છે. બોલિવૂડના કોઈ પણ સ્ટાર લાઈફસ્ટાઈલની બાબતમાં નીતા અંબાણીને ટક્કર આપી શકતા નથી. મુકેશ અંબાણીની ધર્મપત્ની નીતા અંબાણીને મોંઘી મોંઘી ચીજોનો ખૂબ જ શોખ છે, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

નીતા અંબાણી પ્રાઈવેટ જેટથી લઈને મોંઘી-મોંઘી કારની પણ શોખીન છે. આટલું જ નહીં પરંતુ નીતા અંબાણીની પાસે ખૂબ જ લક્ઝુરિયસ કારનું કલેક્શન છે. તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા છે કે તેણે બીજી નવી કાર ખરીદી છે. હવે તેમની લક્ઝુરિયસ કારના કલેક્શનમાં એક અન્ય નવી કાર શામેલ થઈ ગઈ છે, જેની કિંમત સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો.

સોનાથી મઢેલી છે ઘરની લગભગ તમામ ચીજો: નીતા અંબાણીની લાઈફસ્ટાઈલના દરેક લોકો દિવાના છે. નીતા અંબાણી દરરોજ એટલો ખર્ચ કરે છે કે આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે નીતા અંબાણીના ઘરની લગભગ તમામ ચીજો સોનાથી મઢેલી છે. જણાવી દઈએ કે નીતા અંબાણીની પાસે દુનિયાની સૌથી સુંદર બ્રાન્ડ્સ પેડ્રો ગાર્સિયા, જીમી ચૂ, પેલમોડા, મેર્લિનના શૂઝ છે. આ ઉપરાંત તેની પાસે ગોલ્ડ પ્લેટેડ ફોન પણ છે.

સમાચાર મુજબ એવું કહેવાય છે કે નીતા અંબાણી એકવાર પહેરેલા જૂતા બીજી વખત પહેરતી નથી. નીતા અંબાણીને જ્વેલરી પહેરવાનો પણ ખૂબ શોખ છે. તે હંમેશા ગોલ્ડ અને ડાયમંડની જ્વેલરી પહેરે છે. તેની પાસે લાખોથી લઈને કરોડો સુધીની વીંટી છે. આટલું જ નહીં પરંતુ નીતા અંબાણી પાસે રાડો, કેલ્વિન, કેલિન, કાર્ટિયર, બલ્ગારી અને અન્ય ઘણી મોંઘી ઘડિયાળોનું કલેક્શન પણ છે.

નીતા અંબાણીએ ખરીદી દુનિયાની સૌથી મોંઘી કાર: નીતા અંબાણીએ હવે એક અન્ય ચીજ પોતાના નામે કરી છે. હા નીતા અંબાણી ઓડીની સ્પેશિયલ એડિશન Audi A9 Chameleon ની ખરીદી કરીને સૌથી મોંઘી કાર ધરાવતી મહિલા બની ગઈ છે. આ સ્પેશિયલ એડિશનના માત્ર થોડા જ યુનિટ્સ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ કાર ભારતમાં ઉપલબ્ધ પણ નથી. આ કાર નીતા અંબાણીએ યુએસએથી ઈમ્પોર્ટ કરાવી છે.

જો આપણે આ કારની યુએસએસમાં કિંમત વિશે વાત કરીએ તો તે 90 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. હવે ઈમ્પોર્ટ કર્યા પછી તેની કિંમત 100 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે નીતા અંબાણીએ આ કાર પોતાના માટે ઓફિસ જવા માટે ખરીદી છે. તે ખૂબ જ પાવરફુલ છે અને દુનિયાની સૌથી લક્ઝુરિયસ કારમાંથી એક છે.

તમને જણાવી દઈએ કે કંપની દ્વારા આ કાર માત્ર પસંદગીના ગ્રાહકોને વેચવામાં આવી છે અને તેના માત્ર થોડા જ યુનિટ બનાવવામાં આવશે. નીતા અંબાણી આ કાર ખરીદીને દેશની સૌથી મોંઘી કાર ધરાવતી મહિલા બની ગઈ છે.