નીતા અંબાણીએ NMACC ના બીજા દિવસે પહેર્યું ગોલ્ડન ‘વેલેન્ટિનો’ ગાઉન, જુવો તેની આ સુંદર તસવીરો

વિશેષ

ભારતીય બિઝનેસવુમન નીતા અંબાણી પોતાની હેપ્પી પર્સનાલિટી અને વિનમ્ર સ્વભાવ માટે જાણીતી છે. આ ઉપરાંત તે સુંદરતાનું પ્રતિક પણ છે. નીતાએ અવારનવાર સાબિત કર્યું છે કે તે એક સાચી ફેશનિસ્ટા છે અને હવે, ફરી એકવાર તેણે ‘NMACC’ ઓપનિંગ સેરેમનીના બીજા દિવસે ભવ્ય એન્ટ્રી કરીને પોતાના યૂનિક આઉટફિટ ચોઈસથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા.

જણાવી દઈએ કે અંબાણી પરિવારને ભારતીય સંસ્કૃતિ અને કલા પ્રત્યે ઊંડો લગાવ છે. આવી સ્થિતિમાં તેમણે દુનિયાભરમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે એક ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ ખોલ્યું છે.

NMACC લોન્ચના બીજા દિવસે નીતા અંબાણી ‘વેલેન્ટિનો’ ગાઉનમાં મળી જોવા: 1 એપ્રિલ 2023ના રોજ, અંબાણી પરિવારે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ઉદ્ઘાટન માટે એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું છે. ‘NMACC’ લોન્ચના બીજા દિવસ માટે નીતા અંબાણીએ ‘વેલેન્ટિનો’ બ્રાન્ડનું ગોલ્ડન કલરનું ગાઉન પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) 

તેણીએ પોતાના આઉટફિટને ડિઝાઇનર અબુ જાની-સંદીપ ખોસલાના કલેક્શનમાંથી ભારે ભરતકામ કરેલ કેપ સાથે પેયર કર્યા હતા. નીતાએ પોતાના લુકને સ્ટેટમેન્ટ પર્લ નેકલેસ, સ્ટડ એરિંગ્સ અને એક ડાયમંડ રિંગ સાથે એક્સેસરીઝ કર્યો હતો. સ્મોકી આંખો, ન્યૂડ લિપ્સ અને ખુલ્લા વાંકડિયા વાળ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.

જ્યારે ‘NMACC’ના લોન્ચિંગના પહેલા દિવસે નીતા બનારસી સાડીમાં સુંદર લાગી રહી હતી: 31 માર્ચ 2023ના રોજ, અંબાણી પરિવારે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ભવ્ય ઉદઘાટનનું આયોજન કર્યું હતું. સમારોહ માટે નીતા અંબાણીએ ગોલ્ડન થ્રેડ વર્કવાળી બ્લુ કલરની વિન્ટેજ બનારસી સાડી પસંદ કરી હતી. તેણીએ પોતાની સાડીની સાથે મેચિંગ બ્લાઉઝ, એક મોટો પોલ્કી અને એમેરાલ્ડ ડ્રોપ નેકપીસ, મેચિંગ ઈયરિંગ્સ અને બંગડીઓ પહેરી હતી. મિનિમલ મેક-અપ, બિંદી અને ફૂલોથી સજેલા બન એ તેના રોયલ લુકને કમ્પ્લીટ કર્યો હતો.

જ્યારે ‘NMACC’ના લોન્ચિંગ વખતે નીતાએ કર્યું પરફોર્મ: નીતા અંબાણીનો શાસ્ત્રીય નૃત્ય પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયો નથી અને આવું જ કંઈક જોવા મળ્યું ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના લોન્ચિંગ વખતે. ‘NMACC’ ના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નીતાની એક અમૂલ્ય ઝલક પોસ્ટ કરવામાં આવી છે જેમાં તે તેના આકર્ષક નૃત્ય પ્રદર્શનથી મહેમાનોને મંત્રમુગ્ધ કરી રહી હતી.

વીડિયોમાં તે રેડ અને ગોલ્ડન કલરના લહેંગામાં જોવા મળી હતી. આ ઉપરાંત, તેણીએ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ પર ક્લાસિકલ પ્રસ્તુતિ સાથે શોની લાઈમલાઈટ ચોરી લીધી હતી.