સુંદર દેખાવા માટે નીતા અંબાણી ખર્ચ કરે છે લાખો રૂપિયા, મેકઅપ આર્ટિસ્ટની ફી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

વિશેષ

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. પરંતુ શું તમે તેના સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ વિશે જાણો છો? નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટનું નામ મિકી કોન્ટ્રાક્ટર છે. ચાલો જાણીએ તેમના વિશે.

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ તો દરેક જાણે છે. તેમની સુંદર પત્ની નીતા અંબાણીને પણ કોઈ ઓળખની જરૂર નથી. તે દરેક જગ્યાએ પોતાના રોયલ લુક સાથે એંટ્રી કરે છે.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણીના મેક-અપ આર્ટિસ્ટનું નામ મિકી કોન્ટ્રાક્ટર છે, જે માત્ર નીતાના જ નહીં પરંતુ તેમની પુત્રી ઈશા અને વહુ શ્લોકા અંબાણીના પણ મેક-અપ આર્ટિસ્ટ છે.

મિકી કોન્ટ્રાક્ટર બોલિવૂડની લગભગ તમામ મોટી અભિનેત્રીઓનો મેકઅપ કરી ચુક્યા છે. તેમણે કરીના કપૂરથી લઈને એશ્વર્યા રાય બચ્ચન સુધીની અભિનેત્રીઓના મેકઅપ કર્યા છે.

જણાવી દઈએ કે મિકી કોન્ટ્રાક્ટર નીતા અંબાણીના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મિકી દરેક ઈવેન્ટ માટે 75,000 રૂપિયા ફી ચાર્જ કરે છે.

સાથે જ મુંબઈની બહાર જવા માટે, મિકી મેકઅપ માટે 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હેલને મિકીને મેક-અપ આર્ટિસ્ટ બનવાની સલાહ આપી હતી. પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, મિકીએ હેલેનના હેર ડ્રેસર તરીકે કામ કર્યું હતું.