પોતાની બહેનને કમ પર રાખી છે નીતા અંબાણીએ, દર મહીને આટલો પગાર આપે છે બહેન મમતાને

વિશેષ

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર કોઈને કોઈ કારણોસર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આ પરિવારમાં નીતા અંબાણીની ફેન ફોલોઇંગ સૌથી વધુ છે. તેમની સુંદરતા અને લાઈફસ્ટાઈલ અવારનવાર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે. લોકો નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પરિવાર વિશે જાણે છે. પરંતુ નીતા અંબાણીના પિયર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તે કોણ છે, શું કરે છે આ વિશે કોઈને ખબર નથી, કારણ કે નીતાના પિયર વાળા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

નીતા અંબાણીનો પરિવાર ભલે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતો હોય, પરંતુ નીતા અંબાણી પોતાના ઘરે થતા દરેક ફંક્શનમાં તેમના પિયર વાળાને જરૂર બોલાવે છે. નીતા અંબાણી લગ્ન પહેલા એક જોઈંટ અને ખૂબ જ સરળ પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. લગ્ન પહેલા નીતા અંબાણી પરિવાર સાથે એક સામાન્ય માણસની જેમ જીવન જીવતી હતી.

તેમના સંસ્કારોને જોઈને ધીરુભાઈ અંબાણીએ નીતાને જોતા જ પહેલી નજરમાં જ પુત્ર મુકેશ અંબાણી માટે પસંદ કરી લીધી હતી. જણાવી દઈએ કે નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઈ દલાલ, માતા પૂર્ણિમા દલાલ અને ભાઈ-બહેન દરેક ખૂબ જ સામાન્ય જીવન જીવે છે.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણીની એક નાની બહેન છે જે નીતા અંબાણી કરતા વધુ સુંદર દેખાય છે. સાદગીમાં રહેતી મમતા દલાલ પોતાની બહેન નીતા કરતા 4 વર્ષ નાની છે. તે વ્યવસાયે એક શિક્ષક છે. લાઈમલાઈટથી દૂર રહેનારી મમતા આકાશ અંબાણીના લગ્નમાં ખૂબ હાઈલાઈટ થઈ હતી. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

તેને જોઈને લોકોએ તેની સુંદરતાની ખૂબ પ્રસંશા કરી. તેમની તસવીર વાયરલ થયા પછી લોકોને ખબર પડી હતી કે તે નીતા અંબાણીની બહેન છે.

આ બંને બહેનો પોતાની માતા પૂર્ણિમા દલાલની જેમ સુંદર છે. મમતા દલાલ બીજે ક્યાંય નહિં પરંતુ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં જ નોકરી કરે છે. તે સ્કૂલનું મેનેજમેંટ સંભાળે છે અને સ્કૂલમાં પ્રાઈમરી બાળકોને ભણાવે પણ છે. આ સ્કૂલની ચેરપર્સન તેમની મોટી બહેન નીતા અંબાણી પોતે છે. તમને જણાવી દઈએ કે આ સ્કૂલ ભારતની સૌથી મોંઘી સ્કૂલમાંથી એક છે જ્યાં 90 ટકા બોલિવૂડ સ્ટારકિડ્સ અભ્યાસ કરે છે.

મમતા દલાલે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શાહરૂખ ખાનથી લઈને સચિન તેંડુલકરના બાળકોને તે ભણાવી ચુકી છે. તેના કહેવા મુજબ, તે સુહાના ખાન અને અર્જુન તેંડુલકરને ભણાવી ચુકી છે. આ ઉપરાંત મમતા દલાલે એ પણ કહ્યું હતું કે તે બાળકોને ફિઝિકલ એક્ટિવિટી અને વર્કશોપ પણ કરાવે છે.

નોંધપાત્ર છે કે અંબાણી સ્કૂલમાં ભણાવવા માટે તેમને સારો પગાર પણ મળતો હશે. મમતા દલાલનો પગાર લાખોમાં છે. ગૂગલ મુજબ મમતા દલાલની કુલ સંપત્તિ 54 કરોડ રૂપિયા છે. નીતા અંબાણી પણ વ્યવસાયે એક શિક્ષક રહી છે. મમતા ટીચિંગની સાથે મોડલિંગ પણ કરી ચુકી છે. તે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શન માટે મોડેલિંગ કરી ચુકી છે.

આજે મમતા સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે. તે લાઈમ લાઈટથી દૂર રહે છે. તેની લાઈફસ્ટાઈલને જોઈને એ અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જાય છે કે તે દેશની સૌથી અમીર મહિલાની બહેન છે.