દિગ્ગઝ બિઝનેસવુમન નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી ‘નીતા મુકેશ અંબાણી સેન્ટર ફોર કલ્ચર’ (NMACC) ના ભવ્ય ઉદઘાટનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અંબાણી પરિવાર ત્રણ દિવસના મોટા કાર્યક્રમની તૈયારી કરી રહ્યો છે. જણાવી દઈએ કે તેમના માટે સાંસ્કૃતિક કેન્દ્રનો ઉદ્દેશ્ય ભારતીય કલાઓને બચાવવા અને પ્રોત્સાહન આપવાનો છે. તેઓ એક એવું પ્લેટફોર્મ બનાવવા ઈચ્છે છે જે ભારત અને દુનિયાભરના સમુદાયોને એકસાથે લાવીને ટેલેંટને પ્રોત્સાહિત કરી શકે.
ઈશા અંબાણી ‘NMACC’ના ભવ્ય ઉદઘાટન માટે છે ઉત્સાહિત: તાજેતરમાં જ ઈન્ટરનેટ પર એક વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં નીતા અંબાણી અને ઈશા અંબાણી ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. વિડિયો ઈશા અને નીતા દ્વારા સાંસ્કૃતિક કેન્દ્રના ભવ્ય ઉદઘાટનની ઉલટી ગણતરી સાથે શરૂ થાય છે. તેમાં આપણે ભવ્ય કેન્દ્ર અને તેમના ભવ્ય થિયેટરની ઝલક પણ જોઈ શકીએ છીએ, જેમાં 18 ડાયમંડ બોક્સ અને એક બેસપોક સ્વારોવસ્કી સીલિંગ છે.
View this post on Instagram
અંબાણી પરિવાર માટે સાંસ્કૃતિક કેન્દ્રનો અર્થ ખૂબ મહત્વ ધરાવે છે. નીતા અંબાણીને ભારતીય કળા અને નૃત્ય પ્રત્યે, ખાસ કરીને ‘ભરતનાટ્યમ’ સાથે ખૂબ પ્રેમ છે, જેને તેણે છ વર્ષની ઉંમરમાં શીખ્યું હતું. આ મુખ્ય કારણ છે કે તેમણે એક એવી જગ્યા બનાવી છે જે કલાના સામાન્ય સૂત્ર દ્વારા સમુદાયને એકસાથે બાંધવાની આશા રાખે છે. તે ભારતના ભવ્ય વારસા અને પરંપરાઓ માટે વિશેષ શ્રદ્ધાંજલિ છે.
આ પ્રોજેક્ટ પર નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી કામ કરી રહ્યા છે. તે કલાકારો અને મુલાકાતીઓ માટે એક સમાવિષ્ટ કેન્દ્ર છે. પરિવારે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત પ્રોગ્રામિંગ સાથે કેન્દ્રને આકાર આપવા માટે સખત મહેનત કરી છે. હાલમાં, અમે ‘NMACC’ ના ભવ્ય ઉદઘાટનની ઝલકની પણ રાહ જોઈ રહ્યા છીએ.