જ્યારે પૂજા માટે શ્લોકા અંબાણી એ પહેરી હતી લીલી સાડી ત્યારે ખૂબ જ સુંદર લાગી રહી હતી નીતા અંબાણીની વહૂ, જુવો શ્લોકાની લેટેસ્ટ સુંદર તસવીરો

વિશેષ

જ્યારે પણ દેશના સૌથી અમીર લોકોની વાત આવે છે ત્યારે તેમાં સૌથી ટોપ પર મુકેશ અંબાણીનું નામ આવે છે. મુકેશ અંબાણી વિશે કોણ નથી જાણતું. મુકેશ અંબાણી જ નહિં પરંતુ તેના પરિવારના અન્ય સભ્યોને પણ આજે દરેક લોકો ઓળખે છે. પછી તે તેમની પત્ની નીતા અંબાણી હોય કે પુત્ર આકાશ કે પછી અનંત અંબાણી. અંબાણી પરિવાર અવારનવાર કોઈને કોઈ કારણસર હેડલાઈન્સનો વિષય બની રહે છે. અંબાણી પરિવારના દરેક વ્યક્તિ પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

સાથે જ અંબાણી પરિવારના લગ્ન પણ ખૂબ જ ખાસ હોય છે. જણાવી દઈએ કે મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે 9 માર્ચ 2019ના રોજ લગ્ન કર્યા હતા અને તે દુનિયાના સૌથી રોયલ લગ્નોમાંથી એક હતા. આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. નીતા અંબાણી પોતાની પુત્રવધૂ શ્લોકા મહેતાના આગમન પછી ખૂબ જ ખુશ છે અને અવારનવાર સાસુ અને વહુનો સારો બોન્ડિંગ જોવા મળતો રહે છે.

તમને જણાવી દઈએ કે શ્લોકાની એવી ઘણી તસવીરો છે, જેમાં તે પોતાની સાસુ જેવી દેખાય છે. તાજેતરમાં જ અમને કેટલીક એવી તસવીરો મળી, જેમાં નીતા અંબાણી અને તેની વહૂ શ્લોકા મેહતા લીલા રંગની સાડી પહેરીને ખૂબ જ સુંદર અને એક સરખી લાગી રહી છે. ખરેખર, ફેબ્રુઆરી 2020 માં, અંબાણી પરિવારે પોતાના ઘરે પૂજા કરાવી હતી, જ્યાં નીતા અંબાણી અને તેમની વહુ શ્લોકા મહેતા લીલા રંગના ડ્રેસમાં જોવા મળી હતી.

નીતા અંબાણી પોતાની મોટી વહુ શ્લોકા મહેતા સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે અને આ વાત કોઈથી છુપાઈ નથી. નીતા અંબાણી દરેક બાબતમાં એક પરફેક્ટ સાસુ છે. સાથે જ ઘરની પૂજા માટે નીતા અંબાણી અને શ્લોકા મેહતા એ એકસરખા કપડાં પહેરીને દરેકનું ધ્યાન ખૂબ આકર્ષિત કર્યું. વર્ષ 2020 માં, ફેબ્રુઆરીમાં અંબાણી પરિવારે ઘરે શ્રીમદ ભાગવત પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં નીતા અંબાણીએ અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલી લીલા કલરની ભરતકામવાળી સાડી પહેરી હતી.

નીતા અંબાણીની આ જાડાઉ સાડીમાં બુટી પ્રિન્ટ કરવામાં આવી હતી, જેની બોર્ડર રાની કલરથી ડિઝાઇન કરવામાં આવી હતી. આટલું જ નહીં, પરંતુ નીતા અંબાણીએ પોતાના આ લુકને કમ્પ્લીટ કરવા માટે સાડી સાથે મેચ થતી સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરી હતી, જેની સાથે ટ્રેડિશનલત મહારાષ્ટ્રીયન નથ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી હતી. સાથે જ શ્લોકા મેહતાએ પણ પોતાની સાસુ સાથે મેચ થતી સાડી પસંદ કરી હતી.

ઘરની પૂજા માટે શ્લોકા મેહતાએ પણ નીતા અંબાણી જેવી ગ્રીન સાડી પહેરી હતી. જો કે, સાસુ-વહુની સાડીમાં તફાવત એટલો હતો કે જ્યાં નીતા અંબાણીએ પન્ના લીલા રંગની સાડી પહેરી હતી, તો શ્લોકા પીઅર ગ્રીન અને બ્લુ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાથે જ, શ્લોકાએ તેના લુકને લેયર્ડ નેકલેસ સાથે કેરી કર્યો હતો.

હાલમાં નીતા અંબાણી તેમની વહુ શ્લોકાના આગમન પછી ખૂબ જ ખુશ છે. બંને ઘરની સાથે ફેમિલી બિઝનેસ પણ સંભાળે છે. જોકે, તમને સાસુ અને વહુની આ તસવીરો કેવી લાગી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.