બિઝનેસમેન મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સના 35 મા વાર્ષિક લિસ્ટ મુજબ તે દુનિયાના 10 માં સૌથી અમીર વ્યક્તિ છે. સાથે જ એશિયામાં તેમનો નંબર 1 છે. મુકેશ અંબાણીની સાથે તેમનો પરિવાર પણ સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. ખાસ કરીને મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના ઘણા લોકો ચાહકો છે.
નીતા અંબાણીની સુંદરતા અને લાઈફસ્ટાઈલ અવારનવાર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની રહે છે. હવે નીતા વિશે તો તમે ઘણું જાણો છો, પરંતુ શું તમે જાણો છો કે તેની એક બહેન પણ છે જે ઘણી ફદ સુધી નીતા જેવી જ દેખાય છે.
નીતા અંબાણીનો પરિવાર ઘણીવાર મીડિયાની લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જોકે જ્યારે પણ અંબાણી પરિવારમાં કોઈ ફંક્શન હોય છે ત્યારે નીતાની બહેન ત્યાં જરૂર આવે છે. નીતા અંબાણીની બહેનનું નામ મમતા દલાલ છે. તે રવિન્દ્રભાઇ દલાલ અને પૂર્ણિમા દલાલની પુત્રી છે. મમતા પોતાની બહેન નીતા કરતા ઉંમરમાં ચાર વર્ષ નાની છે.
જ્યાં એક તરફ નીતા હંમેશા સોનાથી ભરેલી રહે છે અને ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે, તો બીજી તરફ તેની બહેન મમતા ખૂબ જ સામાન્ય જીવન જીવે છે. લાઈમલાઈટથી દૂર રહેવાને કારણે નીતાની બહેન મમતા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. નીતા અંબાણી આજે પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન બની ચુકી છે જ્યારે તેમની બહેન મમતા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તે શિક્ષક તરીકે જોબ કરે છે.
મુકેશ અંબાણીની ધીરુબાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વિશે તમે બધાએ જરૂર સાંભળ્યું હશે. તે ભારતની સૌથી મોંઘી સ્કૂલમાંથી એક છે. નીતા અંબાણી આ સ્કૂલની સંસ્થાપક છે. તેમની નાની બહેન મમતા આ સ્કૂલમાં પ્રાયમરી ટીચર છે. આ સાથે તે સ્કૂલનું મેનેજમેંટ પણ સંભાળે છે.
જોકે મમતાની જેમ તેની મોટી બહેન નીતા અંબાણી પણ પહેલા એક ટીચર હતી. તેમણે લગ્ન પછી થોડા સમય સુધી બાળકોને ભણાવ્યા હતા. પરંતુ પછી તે પોતાના પતિ મુકેશ અંબાણીની કંપનીમાં વ્યસ્ત થઈ ગઈ. ધીરુબાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 90 ટકા બોલીવુડ ઈંડસ્ટ્રીના બાળકો અભ્યાસ કરે છે. આવી સ્થિતિમાં મમતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનથી લઈને સચિન તેંડુલકરના બાળકો સારા અને અર્જુન તેંડુલકર સુધી દરેકને ભણાવી ચુકી છે. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
મમતાને મીડિયાની ચમક ધમક વધુ પસંદ નથી. તે સિમ્પલ જીવન જીવવાનું પસંદ કરે છે. તેની લાઈફસ્ટાઈલ જોઈને તે કહેવું મુશ્કેલ છે કે તે દુનિયાની સૌથી અમીર મહિલાની બહેન છે. મમતા અને નીતાનો એકબીજા સાથે ઘણો ઉંડો લગાવ છે. આ બંને એકબીજાની સાથે દરેક સુખ અને દુઃખમાં સાથે ઉભી રહે છે.
મમતા અંબાણી પરિવારના દરેક ફંક્શન અટેંડ કરે છે. મમતા તેની ભાણેજ ઈશા અંબાણીના લગ્નમાં નીતા અંબાણી સાથે ડાન્સ કરતા પણ જોવા મળી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મમતા દલાલ બોલિવૂડના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે મોડેલિંગ પણ કરી ચુકી છે.