નીતા અંબાણી પાસે છે ખૂબ જ કિંમતી જહાજ, લાગે છે પાણીમાં ચાલતા જહાજ જેવું, જુવો તસવીરો

વિશેષ

મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક છે, તેમની પાસે સંપત્તિની કોઈ કમી નથી. જીવનને આરામદાયક બનાવવા માટે તેમની પાસે તમામ પ્રકારની ચીજો છે. મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે લગ્ન કર્યા છે અને તેમને ત્રણ બાળકો છે, જેમાં આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણીનાં નામ શામેલ છે. અંબાણી પરિવાર આજે ખૂબ જ લક્ઝરી જીવન જીવી રહ્યો છે. એશો-આરામની દરેક ચીજો આ પરિવાર પાસે છે. તાજેતરમાં જ નીતા અંબાણીએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને મુકેશ અંબાણીએ પોતાની પત્નીને તેના જન્મદિવસ પર એક કરોડ રૂપિયાની કિંમત વાળું પાણીનું જહાજ ગિફ્ટ કર્યું છે.

નીતા અંબાણી ભારતના સૌથી મોટા બિઝનેસમેન અને સૌથી અમીર વ્યક્તિની પત્ની છે. નીતા અંબાણી પોતાના સામાજિક કાર્યો માટે વધુ પ્રખ્યાત છે, આ ઉપરાંત તે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ લાઈમલાઇટમાં રહે છે. માહિતી માટે જણાવી દઈએ કે નીતા અંબાણી કરોડો રૂપિયાની ઘણી ચીજોની માલિક છે, પરંતુ હવે તેની આ ચીજોમાં એક પાણી વાળા જહાજનું નામ પણ શામેલ થઈ ગયું છે. આ જહાજની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે. આ જહાજ એટલું લક્ઝરી છે કે તેને પાણી પર ચાલનાર મહેલ પણ કહેવામાં આવે છે. કારણ કે આ જહાજમાં તે તમામ પ્રકારની સુખ સુવિધાઓ છે જે અંબાણી પરિવારના ઘરમાં હાજર છે. રિપોર્ટનું માનીએ તો આ જહાજની કિંમત 600 કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે.

માહિતી માટે જણાવી દઈએ કે નીતા અંબાણીના આ પાણી પર ચાલતા મહેલમાં ઘણા બેડરૂમ અને એક મોટો હોલ છે. આ જહાજની અંદર 70 થી પણ વધુ લોકો એકસાથે પાર્ટી સેલિબ્રેટ કરી શકે છે. સાથે જ આ જહાજમાં સિનેમા હોલથી લઈને અન્ય ઘણા પ્રકારની આરામદાયક ચીજો હાજર છે. નીતા અંબાણી પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવા માટે પ્રખ્યાત છે.

નીતા અંબાણી પાસે અનેક પ્રકારની લક્ઝુરિયસ કારની સાથે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે. સૌથી મોટા બિઝનેસમેનનની પત્ની હોવાને કારણે નીતા હંમેશા ચર્ચામાં રહે છે. પોતાના જીવનના 58 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અંબાણી પરિવારની આ સભ્ય ખૂબ જ સુંદર છે. તે પોતાની ફિટનેસ જાળવવા પર ખૂબ ધ્યાન આપે છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેની કિંમત પણ લાખો રૂપિયા છે.

જેમ કે તમે બધા લોકો જાણો છો કે નીતા અંબાણીના પતિ મુકેશ અંબાણી પાસે ધન-સંપત્તિની કોઈ કમી નથી. તે દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક છે, આ કારણોસર તેમનો આખો પરિવાર ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે. જો અંબાણી પરિવારના ઘરની વાત કરીએ તો તેમનું ઘર પણ ખૂબ જ લક્ઝરી છે અને તેમના ઘરની કિંમત પણ કરોડોમાં જણાવવામાં આવી છે. તેના ઘરનું નામ એન્ટિલિયા છે. તે મુંબઈમાં આવેલી 27 માળની ઊંચી ઈમારત છે. તેમાં મુકેશ અંબાણી છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવાર સાથે જીવન પસાર કરી રહ્યા છે.