ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ ફોર્ચ્યુન ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ વુમન એવોર્ડ જીત્યો અને પોતાના લાખો ચાહકોને ગૌરવ અપાવવામાં કોઈ કસર છોડી નહીં. એક સંપૂર્ણ પારિવારિક મહિલા હોવા ઉપરાંત, તે ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ની ડિરેક્ટર છે અને ‘રિલાયન્સ ફાઉન્ડેશન’, ‘ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ’ની ચેરપર્સન અને સંસ્થાપક પણ છે. આ બધા ઉપરાંત, તે એક સારી ડાન્સર પણ છે અને એકંદરે નીતા મલ્ટી ટેલેંટેડ છે.
નીતા અંબાણીએ ‘ફોર્ચ્યુન ઈન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન’ માટે એવોર્ડ જીત્યો. આ એવોર્ડ નિઃશંકપણે ઘણા ક્ષેત્રોમાં તેમની સફળતા દર્શાવે છે. આટલું જ નહીં, તેમણે પોતાની પુત્રી ઈશા અંબાણી માટે એક અન્ય એવોર્ડ પણ મેળવ્યો. એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક તસવીરોમાં, નીતા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવતી વખતે તેની નજીકની મિત્ર અને રાજકારણી સ્મૃતિ ઈરાની સાથે પોઝ આપતા જોવા મળી હતી.
પછી નીતા અને સ્મૃતિએ ભારતની અન્ય મહિલા એંટરપ્રેન્યોર અને બિઝનેસ વુમન સાથે પોઝ આપ્યા, જેમાં ગઝલ અલઘ, કિરણ મઝુમદાર, દિવ્યા ગોકુલનાથ, રેડ્ડી બહેનો અને અન્ય ઘણા લોકો શામેલ હતા. આ પ્રસંગની ખાસ તસવીરો સામે આવી છે.
આ ઈવેન્ટમાં નીતા અંબાણીનો લુક પણ જોવા જેવો હતો. તેમણે હેમલાઇન પર બ્રાઉન અને ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળો સફેદ સૂટ પહેર્યો હતો. તેમણે પોતાના લુકને વાયોલેટ કલરના ગુજરાતી દુપટ્ટા અને સ્ટડેડ ડાયમંડ ઈયરિંગ્સ સાથે પેયર કર્યો હતો. તેમણે ડિફાઈન્ડ આઇબ્રો, કોહલ-રિમેડ આંખો, ગ્લોસી પિંક લિપસ્ટિક, બિંદી અને ખુલ્લા વાળ સહિત ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
આ ખાસ તક પર નીતા અંબાણી અને ગઝલ એકબીજા સાથે સમય પસાર કરતા પણ જોવા મળ્યા હતા. ગઝલ બાઘે તસવીરો શેર કરતા લખ્યું, ‘ગઈ રાત્રે સ્મૃતિ ઈરાની પાસેથી ફોર્ચ્યુન ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ બિઝનેસ વુમન એવોર્ડ મેળવવા બદલ ખૂબ આભારી છું. ગઝાલાએ આ તકની ખાસ તસવીરો પણ શેર કરી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર આ એવોર્ડ ફંક્શનની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે આ સેરેમનીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ ખાસ એવોર્ડ દિવ્યા ગોકુલનાથ, અંજલિ બંસલ, ગઝલ આઘા, દેવિકા ભગત અને અન્ય ઘણાને આપવામાં આવ્યો હતો. ફિલ્મ અને ટીવી શો પ્રોડ્યુસર અને બિઝનેસ વુમન એકતા કપૂરને પણ આ ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
24 ડિસેમ્બર 2022 ના રોજ, મુકેશ અને નીતાની લાડલી પુત્રી ઈશા અંબાણી તેના પતિ આનંદ પીરામલ અને તેમના જુડવા બાળકો કૃષ્ણા અને આદિયા સાથે મુંબઈ પહોંચી હતી. સામે આવેલી ઝલકમાં, નીતા એરપોર્ટ પર જોવા મળી હતી, કારણ કે તે ત્યાં ઈશા, આનંદ અને તેમના જુડવા બાળકોને રિસીવ કરવા ગઈ હતી. પછી તે તેના પતિ મુકેશ અંબાણી સાથે મુંબઈના વર્લીમાં પોતાની પુત્રી અને જમાઈના ઘરે પણ ગઈ હતી.
અત્યારે નીતા અને ઈશા અંબાણી દ્વારા એવોર્ડ મેળવવો એ સમગ્ર અંબાણી પરિવાર માટે ગર્વની ક્ષણ છે. તો અમે પણ તેમને તેના માટે અભિનંદન પાઠવીએ છીએ. તો તમને ફંક્શનની તસવીરો કેવી લાગી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.