કયા પરિવારની વહુ છે મુકેશ અંબાણીની બહેન નીનાઃ જાણો ધીરુભાઈ અંબાણીની પુત્રી સાથે જોડાયેલી રસપ્રદ વાતો

વિશેષ

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પરિવાર વિશે લગભગ દરેક લોકો જાણે છે. પરંતુ આ પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ છે જેના વિશે લોકો વધારે જાણતા નથી. આ લોકોમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની બહેન નીનાનું નામ પણ છે, જે પોતાના બંને ભાઈઓના પરિવારની ખૂબ નજીક છે.

ધીરુભાઈ અંબાણી અને કોકિલા બેનની પુત્રી અને મુકેશ અંબાણી-અનિલ અંબાણીની બહેન નીના કોઠારી પણ એક મોટા બિઝનેસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ તેમની ચર્ચા ઓછી થાય છે. તેનું મોટું કારણ એ છે કે નીના શરમાળ સ્વભાવની છે અને તે મીડિયાનો સામનો કરવામાં સહજતા અનુભવતી નથી. તેથી અંબાણી પરિવારના દરેક ફંક્શનનો ભાગ હોવા છતાં પણ નીના ખૂબ જ ઓછી તસવીરો અને વીડિયોમાં જોવા મળે છે.

નીતા અંબાણીની ફેવરિટ છે નીના: નીના પોતાની ભાભી નીતા અંબાણીની ફેવરિટ છે. એવું નથી કે ટીના અંબાણી સાથે નીના સારો બૉન્ડ શેર નથી કરતી , પરંતુ પોતાની બંને ભાભીઓમાં નીના કોઠારી અંબાણી પરિવારની મોટી વહુ નીતા અંબાણીની વધુ નજીક છે. અમે તમને નીના કોઠારી સાથે જોડાયેલી કેટલીક એવી રસપ્રદ વાતો જણાવીશું જે કદાચ તમે નહીં જાણતા હોય.

કોઠારી પરિવારમાં થયા નીનાના લગ્ન: નીના કોઠારીના લગ્ન એચસી કોઠારી ગ્રુપના ચેરમેન રહેલા ભદ્ર શ્યામ કોઠારી સાથે થયા છે. પરંતુ વર્ષ 2015માં કેન્સરની બીમારીને કારણે નીનાના પતિનું અવસાન થયું હતું. જણાવી દઈએ કે કોઠારી ગ્રુપ દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપમાંથી એક છે અને તેની શરૂઆત એચસી કોઠારી દ્વારા કરવામાં આવી હતી જે નીના કોઠારીના સસરા હતા.

નીનાને બે બાળકો છે: નીના કોઠારીને બે બાળકો છે. પુત્રીનું નામ નયનતારા અને પુત્રનું નામ અર્જુન કોઠારી છે. નીનાના બંને બાળકો ના લગ્ન થઈ ચુક્યા છે. નયનતારાના લગ્ન વર્ષ 2012માં થયા હતા. ભાણેજના લગ્નની ખુશીમાં મામા મુકેશ અંબાણીએ પોતાના ઘર એંટીલિયામાં પ્રી-વેડિંગ પાર્ટી રાખી હતી, જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ શામેલ થયા હતા. તમને જણાવી દઈએ કે નયનતારાએ હિંદુસ્તાન ટાઈમ્સ ગ્રુપના ડાયરેક્ટર શમિત ભારતિયા સાથે લવ મેરેજ કર્યા હતા.

સાથે જ વર્ષ 2019માં નીના કોઠારીના પુત્ર અર્જુન કોઠારીના લગ્ન અનંદિતા કોઠારી સાથે થયા હતા. આ લગ્ન મુંબઈથી થયા હતા અને લગ્નમાં આખા અંબાણી પરિવારની સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ શામેલ થયા હતા. નીનાની જેમ તેના બંને બાળકો પણ મીડિયામાં ભાગ્યે જ જોવા મળે છે.

ફેમિલી બિઝનેસ સંભાળે છે નીના: ભદ્રા શ્યામ કોઠારીના નિધન પછી નીના જ પોતાનો ફેમિલી બિઝનેસ સંભાળી રહી છે. નીના કોઠારી સુગર મીલ્સની માલિક બની ચુકી છે અને ભારતની પાવરફુલ મહિલાઓમાં તેમનું નામ ગણવામાં આવે છે. જ્યારે નીનાનો પુત્ર અર્જુન કોઠારી તેના પિતાની સુગર મિલ્સ, કેમિકલ બિઝનેસ અને પેટ્રોલિયમ બિઝનેસ સંભાળી રહ્યા છે અને કોઠારી ગ્રુપના મૈનેજિંગ ડિરેક્ટર પણ છે.