એશ્વર્યાની પુત્રીથી પણ વધુ ક્યૂટ છે નીલમ કોઠારીની પુત્રી અહાના, જુવો અભિનેત્રી એ શેર કરેલી તેની સુંદર તસવીરો

બોલિવુડ

નીલમ કોઠારી એક સમયે હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રહી ચુકી છે. મોટા પડદા પર નીલમ 80 અને 90ના દાયકામાં જોવા મળી હતી. બોલિવૂડમાં એક્ટિવ કારકિર્દી દરમિયાન, નીલમ કોઠારી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી અને ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

મોટા પડદા પર સૌથી વધુ તેની જોડીને સુપરસ્ટાર ગોવિંદા સાથે પસંદ કરવામાં આવી હતી. જોકે નીલમે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે પોતાની એક્ટિંગ ઉપરાંત પોતાની સુંદરતાથી પણ લોકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહી.

વાત નીલમના અંગત જીવનની કરીએ તો તે પરિણીત છે. 53 વર્ષની થઈ ચુકેલી નીલમે બોલીવુડ અને ટીવી અભિનેતા સમીર સોની સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 2011માં થયા હતા. આ કપલના લગ્નને 11 વર્ષ થઈ ચુક્યા છે.

નીલમ અને સમીર એક સાથે સુખી જીવન જીવી રહ્યા છે. લગ્ન પછી બંને એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. આ કપલની પુત્રીનું નામ આહાના સોની છે. આહાના ખૂબ મોટી થઈ ચુકી છે.

થોડા દિવસો પહેલા નીલમે પોતાની પુત્રીની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. તેમાં આહાનાનો હેલોવીન લુક જોવા મળી રહ્યો હતો. તેમાં આહાનાના ચેહરા પર બન્નીની જેમ મૂછ જોવા મળી રહી હતી. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં નીલમે લખ્યું હતું કે, “હેપી હેલોવીન.”

પુત્રીનો વીડિયો પણ કર્યો હતો શેર: આ પહેલા નીલમે ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો પણ શેર કર્યો હતો. તે વીડિયોમાં તે તેના પતિ સમીર સોની અને પુત્રી આહાના સાથે જોવા મળી રહી હતી. વાયરલ વીડિયોમાં અલગ-અલગ પળોની તસવીરો જોવા મળી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neelam (@neelamkotharisoni) 

ઈન્સ્ટાગ્રામ પર સમીર અને નીલમની પુત્રી પર ચાહકોએ ખૂબ પ્રેમ લુટાવ્યો છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું છે કે, “તમારી પુત્રી ખૂબ જ ક્યૂટ છે”. એકે લખ્યું કે, “આટલી સુંદર દીકરી અવિશ્વાસનીય છે”. આહાનાની તસવીરો પર બોલિવૂડના ઘણા સેલેબ્સે પણ કમેન્ટ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે નીલમ: નીલમ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 8 લાખ 59 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે અત્યાર સુધીમાં ઈન્સ્ટા પર 712 પોસ્ટ શેર કરી ચુકી છે. તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે નીલમે પોતાની કારકિર્દીમાં ‘હત્યા’, ‘ખુદગર્જ’, ‘લવ 86’, ‘દો કૈદી’, ‘સિંદૂર’, ‘ઇલઝામ’, ‘ઘરાના’, ‘ફર્ઝ કી જંગ’, ‘બિલ્લુ બાદશાહ’, ‘તક્તવાર’ સહિત અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં જ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ નામના શોમાં મહિપ કપૂર, ભાવના પાંડે અને સીમા ખાન સાથે જોવા મળી હતી.