ઘરમાં પૂજા ઘરનું નિર્માણ કરતી વખતે જરૂર રાખો આ બાબતોનું ધ્યાન, નહિં તો આવી શકે છે મુશ્કેલીઓ

ધાર્મિક

સનાતન ધર્મનું પાલન કરનાર દરેક વ્યક્તિના ધરમાં એક નાનું મંદિર જરૂર હોય છે. જ્યાં દરેક તેમના દેવતાની પૂજા કરે છે. ઘરમાં મંદિર એક ખૂબ જ પવિત્ર સ્થળ છે. આ સ્થળ પર આપણે આપણા દેવી-દેવતાઓને સ્થાપિત કરીએ છીએ. તેથી આ સ્થાન અંગે ખાસ સાવચેતી રાખવી જોઈએ. ઘરમાં મંદિર બનાવતી વખતે અને તેના સુશોભનનો રંગ વગેરે બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. કેટલીકવાર આપણે અજાણતાં પૂજા ઘરને લગતી કેટલીક ભૂલો કરીએ છીએ. જેના કારણે દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. તેથી, પૂજા ઘરનું નિર્માણ અને સુશોભન કરતી વખતે, કેટલીક બાબતોનું ધ્યાન જરૂર રાખો. ચાલો જાણીએ કે મંદિર વિશે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ઘરમાં મંદિર બનાવતી વખતે, દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે જ પૂજા-અર્ચનાનું યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે. ઘરનું મંદિર ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન કોણમાં બનાવવું જોઈએ. આ સ્થાન મંદિર બનાવવા માટે યોગ્ય માનવામાં આવે છે. ફક્ત પૂજા ઘર જ નહીં, આ બાબતનું ધ્યાન પણ રાખવું જોઈએ કે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારું મોં પૂર્વ તરફ જોવું જોઈએ.

મંદિરનું સ્થાન વારંવાર બદલવું જોઈએ નહીં. જો તમે કોઈ દેવી-દેવતાની પૂજા ખાસ રીતે કરો છો, તો તેમની મૂર્તિ આસન પર રાખવી જોઈએ. મંદિરમાં રંગ કરાવતી વખતે, ધ્યાનમાં રાખો કે ખૂબ ઘાટા રંગનો ઉપયોગ ન કરો. મંદિરના રંગ માટે પીળો રંગ યોગ્ય છે. મંદિરની નિયમિત સફાઇ કરવી જોઈએ.

સનાતન ધર્મમાં પૂજા કરવાના કેટલાક નિયમો અને સમયનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી, પૂજાના સમયનું પણ ધ્યાન રાખવું જોઈએ. સંધ્યાના સમયે દીવો જરૂર પ્રગટાવો જોઈએ. સવારે વહેલા ઉઠીને પૂજા કરો. કારણ કે તે સમયે શાંતિ હોય છે અને આપણે આપણું મન એકાગ્ર કરીને પૂજા કરી શકીએ છીએ.

84 thoughts on “ઘરમાં પૂજા ઘરનું નિર્માણ કરતી વખતે જરૂર રાખો આ બાબતોનું ધ્યાન, નહિં તો આવી શકે છે મુશ્કેલીઓ

Leave a Reply

Your email address will not be published.