અધિક મહિના પૂર્ણિમા પર જરૂર કરો આ ઉપાય, થશે સુખ-સમૃદ્ધિમાં વધારો

ધાર્મિક

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો કોઈ શુભ દિવસે માતા લક્ષ્મીને લગતા કેટલાક ઉપાય કરવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને જીવનમાં ચારે બાજુથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. એવા ઘણા પ્રસંગો છે કે જે દિવસે લોકો વિવિધ ઉપાય અપનાવીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. જણાવી દઈએ કે પૂર્ણિમાનો દિવસ મહાલક્ષ્મીજીને સમર્પિત છે. આસો અધિક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને, અધિક મહિનાની પૂર્ણિમા માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 1 ઓક્ટોબર એટલે કે ગુરુવારે અધિક મહિનાની પૂર્ણિમા છે અને આ દિવસે સર્વાર્થ સિધ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં હંમેશાં લક્ષ્મીજી વાસ કરે અને તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન હોય, તો આ દિવસે તમે કેટલાક જ્યોતિષીય ઉપાય અપનાવી શકો છો. તો ચાલો જાણીએ અધિક મહિના પૂર્ણિમા સાથે જોડાયેલા જ્યોતિષીય ઉપાય વિશે.

અધિક મહિના પૂર્ણિમા પર માતા લક્ષ્મીને આ ચીજો ચઢાવવાથી થશે ધન-સંપત્તિમાં વધારો: જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો તેના માટે, અધિક મહિનાની પૂર્ણિમાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજીને કમળ અથવા ગુલાબનાં ફૂલો ચઢાવો. સવારે અને સાંજે માતા લક્ષ્મીજીની પૂજા કરો. પ્રસાદમાં તમે બે લવિંગ અર્પણ કરો. પૂજા સમાપ્ત કર્યા પછી, પ્રસાદ સ્વરૂપમાં એક લવિંગ ગ્રહણ કરો. એક લવિંગ સંભાળીને તમારા પર્સમાં રાખો. આ કરવાથી પૈસા વધશે અને દેવાથી છુટકારો મળશે.

અધિક મહિના પૂર્ણિમા પર આ ચીજોનું દાન કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે: શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જો અધિક મહિના પૂર્ણિમાની તિથિ પર કેટલીક ચીજોનું દાન કરવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. તમે અધિક મહિના પૂર્ણિમાની તિથિ પર કપડાં અને અનાજનું દાન કરી શકો છો. આ કરવાથી, ઘરના બધા સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે અને જીવનની બધી સમસ્યાઓ હલ થશે, એટલું જ નહીં, તે ગ્રહો નક્ષત્રની ખરાબ અસરને પણ સમાપ્ત કરશે.

અધિક મહિના પૂર્ણિમા પર આ વાંચવાથી થશે સંપત્તિમાં વધારો: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અધિક મહિના પૂર્ણિમા પર કરવો ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. જો તમે આ દિવસે આ પાઠ કરો છો, તો ભગવાન વિષ્ણુજીની સાથે-સાથે, સંપત્તિની દેવી લક્ષ્મીજીના આશીર્વાદ પણ મળશે. એવું કહેવામાં આવે છે કે અધિક મહિનાની પૂર્ણિમાના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ખુલે છે અને જીવનમાં ક્યારેય પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓ ઉત્પન્ન થતી નથી. આ પાઠ કરવાથી સંપત્તિમાં સતત વૃદ્ધિ થાય છે.

અધિક મહિના પૂર્ણિમા પર આ પાઠ કરવાથી મળશે સુખ અને સમૃદ્ધિ: અધિક મહિનાની પૂર્ણિમાના દિવસે તમારે લક્ષ્મી સ્ત્રોત અથવા કનકધારા સ્ત્રોતના પાઠ જરૂર કરવા જોઈએ. શાસ્ત્રો અનુસાર આ બંને પાઠ કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

1 thought on “અધિક મહિના પૂર્ણિમા પર જરૂર કરો આ ઉપાય, થશે સુખ-સમૃદ્ધિમાં વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *