સાઉથની સ્ટનિંગ અભિનેત્રી નયનતારાએ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ વિગ્નેશ શિવન સાથે ગુરુવાર, 9 જૂન, 2022 ના રોજ ધામધૂમથી લગ્ન કર્યા. આ લગ્નમાં પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને ઈંડસ્ટ્રીના મોટા-મોટા સેલિબ્રિટીઝ શામેલ થયા, જેમાં શાહરૂખ ખાનથી લઈને રજનીકાંત જેવા મેગા સ્ટાર્સે શામેલ છે. આ લગ્ન પછી તરત જ વિગ્નેશ શિવને લગ્નની સૌથી સુંદર તસવીર શેર કરીને ચાહકોને જણાવ્યું કે નયનતારા હવે તેની થઈ ચુકી છે. આ લગ્નની ઘણી અદભૂત તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે, જેમાં નયનતારા લાલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી નયનતારા નિર્માતા વિગ્નેશ શિવન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. નયનતારાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ચુકી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
નયનતારાએ લગ્નમાં લાલ સાડી પહેરી હતી, જેની સાથે તેણે તેના ગળામાં લીલા કલરનો ખૂબ જ કિંમતી હાર પહેર્યો હતો. લાલ સાડીમાં નયનતારા ખૂબ જ સુંદર લાગી રહી છે.
નયનતારા જ્યારે લગ્નમાં લાલ સાડીમાં જોવા મળી તો વિગ્નેશ એ ક્રીમ કલરનો ધોતી કુર્તો પહેર્યો હતો જેની સાથે તેણે ક્રીમ કલરની શાલ નાખી હતી.
મહાબલીપુરમના એક લોકપ્રિય રિસોર્ટમાં ગુરુવારે સવારે નયનતારા સાથે લગ્ન કરનાર નિર્માતા-નિર્દેશક વિગ્નેશ શિવને પોતાના લગ્નની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
વિગ્નેશ શિવને પોતાના લગ્ન પછી તરત જ પોતાની પત્નીના માથા પર કિસ કરતા તેની તસવીર પોસ્ટ કરી અને કહ્યું, ‘ભગવાનની કૃપાથી, માતા-પિતા અને શ્રેષ્ઠ મિત્રોના આશીર્વાદથી, અત્યારે નયનતારા સાથે લગ્ન કર્યાં!’
નયનતારાના લગ્નમાં પહોંચ્યા કિંગ ખાન: તાજેતરમાં, કોવિડ પોઝિટિવ થયેલા શાહરૂખ ખાન આ વાયરસને હરાવીને સ્વસ્થ થઈ ચુક્યા છે. સ્વસ્થ થયા પછી શાહરૂખ ખાન ફિલ્મ જવાનની સહ અભિનેત્રી નયનતારાના લગ્નમાં શામેલ થવા માટે ચેન્નઈ પહોંચ્યા. લગ્ન સ્થળ પર પહોંચતા પહેલા કિંગ ખાનની તસવીર સામે આવી છે. શાહરૂખ ખાનના મેનેજરે સોશિયલ મીડિયા પર અભિનેતા સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરોમાં કિંગ ખાન હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યા છે. લગ્નમાં રજનીકાંત સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે નયનતારા અને શિવન છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી નયનતારા અને શિવને લગ્ન કરવાનો નિર્ણય લીધો.