એક સમયે ખૂબ જ નાના ઘરમાં રહેતા હતા નવાઝુદ્દીન, આજે છે રહે છે મન્નત જેવા લક્ઝરી ઘરમાં, જુવો તેમના ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લોકોના દિલ જીતનાર પ્રખ્યાત અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ મોટા પડદા પર અમીટ છાપ છોડી છે. 19 મે, 1976ના રોજ મુઝફ્ફરમાં જન્મેલા નવાઝુદ્દીન સિદ્દીકી આજે બોલિવૂડની દુનિયામાં પોતાની એક ખાસ ઓળખ ધરાવે છે અને આજે તેમણે ઈન્ડસ્ટ્રીમાં એવું સ્થાન મેળવ્યું છે, જેના કારણે તેનું નામ બોલિવૂડના ટોપ અભિનેતાઓમાં શામેલ થઈ ગયું છે.

કહેવાય છે કે બોલિવૂડની દુનિયામાં કામ કરતા પહેલા નવાઝુદ્દીન સિદ્દીકી એક સમયે ચોકીદાર તરીકે કામ કરતા હતા, પરંતુ આજે તે કરોડોની સંપત્તિનો માલિક છે અને તેમની પાસે ફિલ્મોની લાઈન છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર નવાઝુદ્દીન સિદ્દીકીનું મુંબઈમાં આવેલું ઘર ‘નવાબ’ ખૂબ ચર્ચામાં છે અને દરેક લોકો આ ઘરની સરખામણી શાહરૂખ ખાનના બંગલા મન્નત સાથે કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકીએ તાજેતરમાં જ પોતાના નવા ઘરમાં એક પાર્ટી રાખી હતી, જેમાં બોલિવૂડની દુનિયા સાથે જોડાયેલા ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. રિપોર્ટનું માનીએ તો નવાઝુદ્દીન સિદ્દીકીના આ ઘરને બનાવવામાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો. તેણે પોતાના ઘરનું નામ પોતાના પિતા નવાબના નામ પર રાખ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. નવાઝુદ્દીનનું આ નવું ઘર શહેરના પોશ વિસ્તાર વર્સોવામાં આવેલું છે.

તાજેતરમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના આ સપના વિશે જણાવ્યું હતું કે, “મને યાદ છે કે જ્યારે મારા પિતા થોડા વર્ષો પહેલા મુંબઈમાં મને મળવા આવ્યા હતા, ત્યારે તે ખૂબ જ અપસેટ થઈ ગયા હતા અને કહ્યું હતું કે, આ કેવા પ્રકારના કબૂતરઘરમાં રહો છો તમે લોકો. હું તે સમયે 3 BHK એપાર્ટમેન્ટમાં રહેતો હતો, જે અમારા હોમટાઉનના ઘર કરતાં ખૂબ નાનું હતું, જેને પિતાજી ખૂબ પ્રેમ કરતા હતા. તેમનું મન મુંબઈના ઘરમાં લાગતું ન હતું. તેથી મારા મનમાં હંમેશા એ વાત રહેતી હતી કે હું તેને એક દિવસ મુંબઈમાં કોઈ મોટી જગ્યાએ લઈ જઈશ, પરંતુ તે પહેલા જ તેમનું નિધન થઈ ગયું. કાશ મારા પિતા આ બંગલો જોઈ શક્યા હોત.”

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની આગામી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને અભિનેત્રી કંગના રનૌત પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથે અભિનેત્રી અવનીત કૌર મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

ઉપરાંતનવાઝુદ્દીન સિદ્દીકી પ્રખ્યાત અભિનેતા ટાઈગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી-2’માં પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી નેગેટિવ ભુમિકામાં જોવા મળશે. આ ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકી પાસે ‘અફવા’ જેવી ઘણી ફિલ્મો પણ છે જેમાં તે અભિનેત્રી ભૂમિ પેડનેકર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

જણાવી દઈએ કે, નવાઝુદ્દીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત આમિર ખાન સાથે ફિલ્મ ‘સરફરોશ’ દ્વારા કરી હતી. આ ફિલ્મમાં નવાઝુદ્દીનની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેને મોટી ફિલ્મોની ઓફર મળવા લાગી હતી. સરફરોશને જોયા પછી અનુરાગ કશ્યપે તેમને ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’માં કાસ્ટ કર્યા અને આ ફિલ્મ તેની કારકિર્દીની હિટ સાબિત થઈ. ત્યાર પછી તેણે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપી.