અભિષેક બચ્ચનના લગ્નમાં માત્ર 10 વર્ષની હતી નવ્યા, વાયરલ થઈ રહી છે તેની આ ક્યૂટ તસવીરો, જુવો તમે પણ

બોલિવુડ

અમિતાભ બચ્ચનની પૌત્રી નવી નવેલી નંદા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સ્ટાર કિડ જેટલી જ પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે તેની પળો શેર કરતી રહે છે. તાજેતરમાં જ મધર્સ ડે પર તેમણે પોતાની ઘણી તસવીરો પણ શેર કરી અને ખાસ કરીને માતાને મધર્સ ડેની શુભેચ્છા પાઠવી. તેણે ખૂબ જ સુંદર સંદેશ લખ્યો હતો.

તેણે એક તસવીર શેર કરી છે જેમાં તે તેની માતા શ્વેતા સાથે સાડી પહેરીને ડાંસ કરતા જોવા મળી રહી છે. આ તસવીર નવ્યાની માતા અભિષેક બચ્ચનના લગ્ન દરમિયાનની છે. અભિષેક અને એશ્વર્યાના લગ્ન 2007 માં થયા હતા અને નવ્યા તે સમયે માત્ર 10 વર્ષની હતી. આ તસવીર શેર કરતી વખતે નવ્યાએ હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે. આ સાથે, તેમણે કેપ્શનમાં લખ્યું – માતા એક શબ્દ નથી, પરંતુ એક અનુભવ છે. આજે નવ્યા 24 વર્ષની છે. તેણે ન્યૂયોર્કની ફોર્ડહામ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે એશ્વર્યા-અભિષેક બચ્ચનના લગ્ન 20 એપ્રિલ, 2007 ના રોજ થયા હતા. આ લગ્ન બચ્ચન પરિવારના બંગલા પ્રતિક્ષામાં થયાં હતાં. તેનું રિસેપ્શન તાજ હોટલમાં રાખવામાં આવ્યું હતું. જ્યારે બંનેના લગ્ન થયાં હતાં ત્યારે એશ્વર્યા રાય 33 વર્ષની હતી જ્યારે અભિષેક માત્ર 31 વર્ષનો હતો. લગ્ન સમયે એશ્વર્યાની ઘણી ઓછી તસવીરો લોકો સુધી પહોંચી ગઈ હતી. ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાએ 2020 માં એશ્વર્યાના લગ્ન સાથે જોડાયેલી કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી.

આ તસવીરોમાં અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન સાથે ડાંસ કરતા જોવા મળી રહી છે. આ બંને ઉપરાંત અભિષેકની બહેન શ્વેતા બચ્ચને પણ ભાઈના લગ્નમાં ડાન્સ કર્યો હતો. સાથે જે તસવીરમાં એશ્વર્યા તસવીરમાં ખુબ ખુશ જોવા મળી રહી છે. ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાએ તેમના ડિઝાઈન કરેલા કપડાં આખા બચ્ચન પરિવારને પહેરાવ્યા હતા. આ કપડાં તૈયાર કરવામાં તેમને 3 મહિનાથી વધુ સમય લાગ્યો છે.

સાથે જ એશ્વર્યાએ તેના લગ્નમાં પીળા-લાલ અને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. આ સાથે તેણે વાળમાં ઘણા બધા ફૂલોનો ગજરો નાખ્યો હતો. આ બધાની સાથે તેણે હીરાથી જડેલો હાર પણ પહેર્યો હતો. તેનો આ હાર બધાનું મન આકર્ષિત કરી રહ્યો હતો. એશનો આખો લૂક લગ્નમાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો. આજે લગ્નના ઘણા વર્ષો પછી પણ આ કપલની સુંદર તસવીર જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે એશ્વર્યા અભિષેક કરતા 3 વર્ષ મોટી છે, પરંતુ તેમની ઉંમર તેમના પ્રેમ વચ્ચે ક્યારેય આવી નથી. બંનેએ દુનિયાની ચિંતા ન કરવાનું નક્કી કર્યું અને એકબીજા સાથે 7 ફેરા લીધા અને આજે બંને 9 વર્ષની પુત્રી આરાધ્યાના માતાપિતા છે. એશ્વર્યા અને અભિષેકે સાથે ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ (2000), ‘કુછ ના કહો’ (2003), ‘બંટી ઔર બબલી’ (2005), ‘ઉમરાવ જાન’ (2005), ‘ધૂમ -2’ (2006) ), અને ‘ગુરુ’ (2007) સહિત કુલ 6 ફિલ્મોમાં કામ કર્યું હતું.