હવે આ વ્યક્તિ નિભાવશે ‘તારક મેહતા’ માં ‘નટ્ટૂ કાકા’ નું પાત્ર, છે દરેકના ફેવરિટ

મનોરંજન

તાજેતરમાં જ ટીવીની પ્રખ્યાત કોમેડી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ થી એક ખરાબ અને દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. આ સિરિયલમાં નટવરલાલ પ્રભાશંકર ઉર્ફ ‘નટ્ટુ કાકા’ નું પાત્ર નિભાવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. 3 ઓક્ટોબરના રોજ તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ થોડા સમયથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા.

ઘનશ્યામ નાયકના નિધનથી ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. ‘નટ્ટુ કાકા’ તેમના હસમુખ સ્વભાવ અને મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વથી દરેકનું દિલ જીતી લેતા હતા, જોકે તે કેન્સરને કારણે જીવનની લડાઈ હારી ગયા હતા અને કરોડો આંખો ભીની કરીને ચાલ્યા ગયા. ચાહકો અને કલાકારોએ ઘનશ્યામ નાયકને ભીની આંખો સાથે સોશિયલ મીડિયા પર વિદાય આપી.

4 ઓક્ટોબરે સંપૂર્ણ વિધિ સાથે ‘નટ્ટુ કાકા’ના અંતિમ સંસ્કાર મુંબઈના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં ચાહકોની ભીડ જોવા મળી હતી. સાથે જ તેમને અંતિમ વિદાય આપવા માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના પ્રોડ્યૂસર અસિત મોદી અને ઘનશ્યામના ઘણા સાથી કલાકારો પણ પહોંચ્યા હતા.

દિલીપ જોશી, મુનમુન દત્તા, ભવ્ય ગાંધી, રાજ અનાડકટ, તનુજ મહાશબ્દે, મંદાર ચંદાવરકર વગેરે કલાકારો ઘનશ્યામની અંતિમ યાત્રામાં શામેલ થયા હતા અને દરેકે પોતાના સાથી કલાકારને ભીની આંખો સાથે છેલ્લી વિદાઈ આપી. ઘનશ્યામના નિધનથી જ્યાં ચાહકો દુઃખી અને હેરાન છે તો સાથે જ ઘણા ચાહકોના મનમાં આ સવાલ પણ આવી રહ્યો છે કે હવે શોમાં ‘નટ્ટૂ કાકા’ ની ભરપાઈ કોણ કરશે.

એક લાંબા સમયથી બીમાર હોવાને કારણે ઘનશ્યામ નાયક શોમાં જોવા મળતા ન હતા, જોકે ભૂતકાળમાં જ્યારે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારે ચાહકોને લાગ્યું હતું કે ટૂંક સમયમાં સ્વસ્થ થઈને ઘનશ્યામ નાયક શોમાં જોવા મળશે, જોકે ચાહકોની આ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહિં. તાજેતરમાં તેમના નિધનનાના સમાચારે ચાહકોની આશાને તોડી નાખી હતી.

હવે કોઈ એક નવો ચહેરો જ ‘નટ્ટુ કાકા’ની ભૂમિકા નિભાવતા જોવા મળશે. જોકે સવાલ એ છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં નવા ‘નટ્ટુ કાકા’ની ભૂમિકામાં કોણ જોવા મળશે? આ સવાલના જવાબમાં અત્યારે કંઈ પણ કહી શકાય નહિં. શોના મેકર્સ તરફથી કોઈ નામ સામે આવ્યું નથી, પરંતુ તેમનું કહેવું છે કે કોઈ એવી વ્યક્તિ નટ્ટૂ કાકાનું પાત્ર નિભાવશે જે દરકની ફેવરિટ હોય.

મેકર્સ શોમાં કોઈ નવા કલાકારને ‘નટ્ટૂ કાકા’ ની ભુમિકા નિભાવવાની તક આપે છે કે પછી આ પાત્ર વગર જ શોને આગળ વધારવામાં આવશે? આ બધું આવનારો સમય જ બતાવશે.