આટલા અધધ કરોડની સંપત્તિના માલિક હતા ‘નટ્ટૂ કાકા’, તેમની કમાણી હતી માત્ર 3 રૂપિયા

મનોરંજન

છેલ્લા કેટલાક દિવસોમાં મનોરંજન જગતને એક પછી એક બે મોટા ઝટકા લાગ્યા છે. મંગળવારે રાત્રે સમાચાર આવ્યા કે ઐતિહાસિક સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવનાર પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. તે 82 વર્ષના હતા અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. સાથે જ તેમની પહેલા જ ઇન્ડસ્ટ્રીએ અન્ય એક પ્રખ્યાત અભિનેતા ઘનશ્યામ નાયકને ગુમાવ્યા હતા.

જણાવી દઈએ કે ઘનશ્યામ નાયકનું નિધન 77 વર્ષની ઉંમરમાં કેન્સરને કારણે થયું હતું. તેમને ઘર-ઘરમાં પ્રખ્યાત સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી લોકપ્રિયતા મળી હતી. આ શોમાં તે ‘નટ્ટુ કાકા’ નું પાત્ર નિભાવતા હતા. તેમના નિધનના સમાચારથી દરેકની આંખમાં આંસુ આવી ગયા હતા. ખુશખુશાલ ‘નટ્ટુ કાકા’ એટલે ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી રહ્યા.

નટ્ટૂ કાકાએ નાના પડદા પર સુંદર કામ કર્યું હતું, સાથે જ તે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા હતા. 12 મે 1944 ના રોજ જન્મેલા ઘનશ્યામે 3 ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતા અને ઘણા મહિનાઓથી સારવાર હેઠળ હતા. 4 ઓક્ટોબરે સંપૂર્ણ વિધિ સાથે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઘનશ્યામ નાયક ગુજરાતી સિનેમાનું પણ એક પ્રખ્યાત અને મોટું નામ હતું. માહિતી મુજબ તેમણે 100 થી વધુ ગુજરાતી સ્ટેજ નાટકોમાં અભિનય કર્યો હતો. સાથે જ ઘનશ્યામ લગભગ 350 હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં કામ કરી ચુક્યા હતા. સાથે જ ફિલ્મોની વાત કરીએ તો કહેવાય છે કે તે દર્શકોની લગભગ 100 ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

એક્ટિંગ અને સિનેમા પ્રત્યે ખૂબ જ સમર્પિત હતા. ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે ઘનશ્યામ નાયકે હિન્દી ફિલ્મ એક ઔર સંગ્રામ અને ભોજપુરી ફિલ્મ બેરી સાવનમાં અભિનેતા કન્હૈયાલાલ માટે પોતાનો અવાજ આપ્યો હતો. જ્યારે ‘નટ્ટુ કાકા’ 350 થી વધુ ગુજરાતી ફિલ્મોને ડબ પણ કરી ચુક્યા હતા.

નાની ઉંમરમાં જ ઘનશ્યામનો ઝુકાવ સિનેમા તરફ હતો. તેમણે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. વર્ષ 1960 માં ‘મૌસમ’ ફિલ્મ થી તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે ચર્ચામાં તે આવ્યા વર્ષ 1992 માં આવેલી ફિલ્મ ‘બેટા’ પછીથી. આ ફિલ્મમાં તે હવાલદારની ભુમિકામાં જોવા મળ્યા હતા.

કહેવાય છે કે ઘનશ્યામ નાયકની પહેલી કમાણી માત્ર 3 રૂપિયા હતી. આ કમાણી એક્ટિંગથી કરવામાં આવી હતી. જોકે તે આગળ વધતા ગયા તો ફીમાં પણ વધારો થયો અને પછી તેને ફી તરીકે 90 રૂપિયા મળવા લાગ્યા. પરંતુ સમયની સાથે તે નામ કમાતા ગયા અને સારું કામ કરતા ગયા. મીડિયા રિપોર્ટ મુજબ ઘનશ્યામ નાયક કુલ 3 થી 4 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. તે પોતાના ઘર-પરિવારની સાથે જ કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ચાલ્યા ગયા.

લાંબા સમયથી પરેશાન હતા ઘનશ્યામ નાયક: જણાવી દઈએ કે નટ્ટુ કાકાએ ગયા વર્ષે ગળાની સર્જરી કરાવી હતી. ડોક્ટરોએ આ દિવંગત અભિનેતાના ગળામાંથી કુલ 8 ગાંઠ કાઢી હતી. પછી અભિનેતામાં કેન્સરની પુષ્ટિ થઈ હતી. કેન્સરથી તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ વર્ષે જૂન મહિનામાં તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી સામે આવેલી તસવીરોએ ચાહકોના હોંશ ઉડાવી દીધા હતા. ચાહકોના ફેવરિટ ‘નટ્ટુ કાકા’ ખૂબ જ નબળા જોવા મળી રહ્યા હતા.

ઓપરેશન પછી ‘નટ્ટુ કાકા’ની સતત સારવાર ચાલી રહી હતી. તેને કેન્સરથી બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, જોકે અંતે આ જીવલેણ બીમરી સામે ‘નટ્ટુ કાકા’ જીવનની લડાઈ હારી ગયા. ચાહકોની સાથે જ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર્સે ભીની આંખો સાથે સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી. સાથે જ ઘણા સ્ટાર્સ તેમના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયા હતા.