‘તારક મેહતા…’ ના નટ્ટુ કાકા લડી રહ્યા છે આ ગંભીર બીમારી સામે, જાણો શું છે તેમની છેલ્લી ઈચ્છા

મનોરંજન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ કોમેડી શો પોતાનામાં અનોખો છે. સાથે દરેક પાત્ર ખૂબ સારી રીતે પોતાની કળા દ્વારા મનોરંજન કરે છે. આ શોમાં અનોખી રીતે લોકોને હસાવવાની કોઈ કમી નથી. પોપટલાલથી લઈને બાઘા અને નટ્ટુ કાકા સુધી, દરેક એકથી એક ચઢિયાતા કલાકાર છે. જે મનોરંજન તેમની કળા દ્વારા ઉત્પન્ન કરવામાં કુશળ છે.

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં નટ્ટુ કાકાનું પાત્ર નિભાવતા ઘનશ્યામ નાયક ની. જણાવી દઈએ કે તારક મેહતા શોમાં હંમેશા જેઠાલાલને પગાર વધારવાની વિનંતી કરનાર નટ્ટુ કાકા 77 વર્ષના છે. આટલી વધુ ઉંમર હોવા છતા તે દર્શકોનું મનોરંજન કરવામાં પાછળ નથી.

સાથે જ નટ્ટુ કાકાના ચાહકો માટે દુઃખની વાત એ છે કે તે કેન્સર નામની બિમારી સામે લડી રહ્યા છે. જણાવી દઈએ કે આ વર્ષે તેને તેના ગળામાં કેટલીક ફોલ્લીઓ જોવા મળી હતી. ત્યાર પછી તેમણે ડૉક્ટરને બતાવ્યું હતું. ત્યાર પછી આ વર્ષે જ એપ્રિલમાં ડૉક્ટરે તેમને જણાવ્યું કે તે કેંસરથી પીડિત છે. ત્યારથી ચાહકો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઘનશ્યામ નાયકના પરિવારે કીમોથેરાપી સેશન શરૂ કર્યું છે અને ચાહકો પણ ઈચ્છે છે કે દરેકના ફેવરિટ ‘નટ્ટુ કાકા’ જલ્દીથી સ્વસ્થ થાય અને બધાની વચ્ચે એકવાર ફરીથી આવે. જો કે આ દરમિયાન, એવા સમાચાર પણ આવી રહ્યા છે કે નટ્ટુ કાકાએ તેમની છેલ્લી ઇચ્છા શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે જો તેમનું અવસાન થાય છે તો તે મેકઅપમાં મૃત્યુ પામવા ઈચ્છે છે.

એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ ઘનશ્યામ નાયકે તેની છેલ્લી ઇચ્છા શેર કરી છે. જે મુજબ ચાહકોના પ્રિય નટ્ટુ કાકાએ કહ્યું છે કે, “તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે.” જણાવી દઈએ કે ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલા છે અને દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે.

જણાવી દઈએ કે ગયા વર્ષે ઘનશ્યામ નાયકના ગળાનું ઓપરેશન થયું હતું, જેમાં 8 ગાંઠ દૂર કરવામાં આવી હતી. સતત સારવાર પછી હવે તેની હાલતમાં ઘણો સુધારો થયો છે. આ મુશ્કેલ સમય દરમિયાન પણ તે ગુજરાતના દમણમાં આ શો માટે શૂટિંગ કરી રહ્યા હતા. ઘનાશ્યામ નાયક આગામી એપિસોડ અને મુંબઈમાં શૂટિંગને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છે.

આ ઉપરાંત નટ્ટુ કાકાની આ ઉંમરમાં પણ કામ પ્રત્યેની દીવાનગી જોઈએ તો લોકડાઉન દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું હતું. તેનાથી સમજી શકાય છે કે તે તેના કામને લઈને કેટલા ગંભીર છે. નટ્ટુ કાકાએ એપ્રિલ મહિનામાં કહ્યું હતું કે, “એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હું ઘરે બેઠો છું. કંઈ જાણ થઈ રહી નથી કે શોમાં મારો ટ્રેક ક્યારે શરૂ થશે કારણ કે હવે તો શૂટિંગ પણ અટકી ગયું છે. નિર્માતાઓએ શોનું લોકેશન શિફ્ટ કરવા અંગે પણ કોઈ નિર્ણય લીધો નથી. મેં માર્ચમાં એક એપિસોડનું શૂટિંગ કર્યું હતું અને ત્યારથી હું ઘરે છું. મને વિશ્વાસ છે કે મેકર્સ ટૂંક સમયમાં જ શોમાં મારો ટ્રેક શરૂ કરશે અને જણાવશે કે કેવી રીતે નટ્ટુ કાકા ગામથી મુંબઈ પરત આવ્યા.”