પૂર્ણ ન થઈ શકી ‘નટ્ટુ કાકા’ ની આ છેલ્લી ઈચ્છા, આ અધૂરી ઈચ્છા સાથે છોડી દીધી દુનિયા

મનોરંજન

નાના પડદાનો પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલા એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ પ્રખ્યાત સિરિયલમાં ‘નટ્ટુ કાકા’નું પ્રખ્યાત પાત્ર નિભાવનાર અભિનેતા ઘનશ્યામ નાયકે આ દુનિયાને અલવિદા કહી દીધું. તે ઘણા લાંબા સમયથી બીમાર હતા અને આખરે રવિવારે સાંજે તેમનું નિધન થયું.

ઘનશ્યામ નાયક એક શ્રેષ્ઠ અભિનેતા હતા અને તેમના નિધનથી ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો છે. 77 વર્ષની ઉંમરમાં ઘનશ્યામે આ દુનિયાને અલવિદા કહી દીધું. જણાવી દઈએ કે તે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા અને છેવટે આ જીવલેણ બીમારી સામે તે જિંદગી હારી ગયા. લાખો-કરોડો આંખોને ભીની કરીને ‘નટ્ટુ કાકા’ ચાલ્યા ગયા.

2020 માં કરવામાં આવી હતી ગળાની સર્જરી: વર્ષ 2020 માં ઘનશ્યામ નાયકના ગળાની સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે અભિનેતાના ગળામાંથી આઠ ગાંઠ કાઢવામાં આવી હતી. આ દરમિયાન તેને પોતાના કામથી પણ લાંબો બ્રેક લેવો પડ્યો હતો. આ સર્જરી પછી તેમની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે થોડા મહિનાઓ પછી તેને કેન્સર થવાની માહિતી મળી.

આ વર્ષે એપ્રિલમાં જાણ થઈ કેન્સર છે: ઘનશ્યામને અને ચાહકોને તે સમયે ખૂબ મોટો ઝટકો લાગ્યો જ્યારે તેને કેંસર થવા વિશે જાણ થઈ. આ વર્ષે એપ્રિલ મહિનામાં ઘનશ્યામને તેની આ ગંભીર બીમારી વિશે જાણ થઈ. ત્યાર પછી તાત્કાલિક તેમના કેન્સરની સારવાર શરૂ કરવામાં આવી. સતત ઘણા મહિનાઓ સુધી તે સારવાર હેઠળ હતા.

ઓપરેશન પણ થયું: તમને માહિતી માટે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાથી નટ્ટુ કાકાની હાલત સતત બગડતી જઈ રહી હતી. થોડા અઠવાડિયા પહેલા તેનું ઓપરેશન પણ થયું હતું, જોકે તેને બચાવી શક્યા નહિં. ઓપરેશન પછી સામે આવેલી તસવીરોમાં તેની હાલત ખૂબ નબળી જોવા મળી રહી હતી અને તસવીરો જોઈને ચાહકોનું દિલ તૂટી ગયું હતું.

અધૂરી રહી ગઈ નટ્ટુ કાકાની આ છેલ્લી ઈચ્છા: ઘનશ્યામ નાયકે પોતાનું ઓપરેશન થયા પછી પોતાની છેલ્લી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેની છેલ્લી ઈચ્છા જાણ્યા પછી ચાહકો પણ ઈમોશનલ થઈ ગયા હતા. નટ્ટૂ કાકા એ પોતાની છેલ્લી ઈચ્છા વિશે વાત કરતા કહ્યું હતું કે, તે છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે. તેમના મુજબ તે મેકઅપ પહેરીને આ દુનિયાને અલવિદા કહેવાનું પસંદ કરશે. જોકે ઘનશ્યામની આ ઈચ્છા પૂર્ણ ન થઈ શકી.

જણાવી દઈએ કે ઘનશ્યામ નાયક ટીવીના એક ખૂબ જ પ્રખ્યાત અભિનેતા હતા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તેમના કામને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. તેઓ એક લાંબા સમયથી આ કોમેડી આધારિત શો સાથે જોડાયેલા હતા. ટીવીની સાથે ઘનશ્યામે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

ઘનશ્યામના અંતિમ સંસ્કારમાં પહોંચી ‘તારક મેહતા’ની ટીમ: આજે સવારે સંપૂર્ણ વિધિ સાથે ઘનશ્યામના અંતિમ સંસ્કાર મુંબઈના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. ચાહકોની આ દરમિયાન ભારે ભીડ જોવા મળી હતી. સાથે જ પોતાના સાથી કલાકારને અંતિમ વિદાય આપવા માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો’ ના પણ ઘણા કલાકાર પહોંચ્યા હતા.

અંતિમ સંસ્કારમાં શોના નિર્માતા અસિત મોદી, દિલીપ જોશી (જેઠાલાલ ગડા), મુનમુન દત્તા (બબીતા અય્યર), તનુજ મહાશબ્દે (કૃષ્ણન અય્યર), અત્યારનો ટપ્પૂ અને પહેલાના ટપ્પૂનું પાત્ર નિભાવનાર બંને અભિનેતા રાજ અનાડકટ, ભવ્ય ગાંધી અને મંદાર ચંદવાદકર (આત્મારામ ભિડે) વગેરે એ શામેલ થઈને દિવંગત આત્માને અંતિમ વિદાઈ આપી.