સતત બગડી રહી છે ‘તારક મેહતા’ ના ‘નટ્ટુ કાકા’ ની તબીયત, નવી તસવીરો જોઈને તૂટ્યુ ચાહકોનું દિલ, જુવો તેની હાલની તસવીરો

મનોરંજન

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આ સીરીયલથી ભલા કોણ પરિચિત નથી. છેલ્લા 13 વર્ષથી આ શો દેશ અને દુનિયામાં દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેનું દરેક પાત્ર દર્શકોના દિલમાં વસેલું છે. શોમાં નટ્ટુ કાકાનું પાત્ર નિભાવનાર અભિનેતા ઘનશ્યામ નાયક પણ અવારનવાર સમાચારોમાં રહે છે. હાલમાં તે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા છે.

નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી તેના દિવસો મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે. નોંધપાત્ર છે કે ઘનશ્યાકને કેન્સર થઈ ગયું છે અને તેના કારણે તેની હલાત પહેલાથી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઘનશ્યામને આ વર્ષે એપ્રિલ મહિનામાં પોતાને કેન્સર હોવાની જાણ થઈ હતી. જોકે આ દરમિયાન પણ તે શો માટે કામ કરતા રહ્યા.

તાજેતરમાં નટ્ટુ કાકાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તેનો લુક પહેલાની સરખામણીમાં બદલાયેલો જોવા મળી રહ્યો છે. 77 વર્ષના થઈ ચુકેલા ઘનશ્યામ નાયક આ બીમારીને કારણે ખૂબ જ નબળા થઈ ચુક્યા છે. તસવીરમાં તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના નટ્ટુ કાકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હવે તેમની નવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ઘશ્યમ નાયકની નવી તસવીરે લોકોના હોશ ઉડાવી દીધા છે. તેમને જોઈને અંદાજ લગાવી શકાય છે કે કેન્સર જેવી જીવલેણ બીમારીએ તેમને કેવી રીતે જકડી રાખ્યા છે. વાયરલ તસવીરમાં અભિનેતા ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે. તેણે સફેદ કુર્તો-પાયજામો પહેર્યો છે અને પોતાના હાથ પાછળ રાખ્યા છે. જ્યારે એક તરફ તેના ચહેરા પર સોજો પણ જોવા મળી રહ્યો છે. જો કે દુઃખમાં પણ તેમના ચેહરા પર સ્માઈલ જોવા મળી રહી છે.

ઘનશ્યામની આ તસવીરો વાયરલ થતાં જ ચાહકોને તેના સ્વાસ્થ્યની ચિંતા પરેશાન કરવા લાગી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમના પુત્રએ જણાવ્યું કે, ‘પાંચ મહિના પહેલા ઘનશ્યામ નાયકના ગળામાં કેટલીક ફોલ્લીઓ જોવા મળી હતી. ત્યાર પછી તેણે આગળની સારવાર શરૂ કરાવવાનું નક્કી કર્યું. એપ્રિલ મહિનામાં ગળાનું પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરાવવામાં આવ્યું હતું, ત્યાર પછી અમને બીમારી વિશે જાણ થઈ હતી. તેમને આ ફોલ્લીઓના કારણે કોઈ સમસ્યા થઈ ન હતી.’

ગળાના ઓપરેશનમાં નીકળી હતી 8 ગાંઠ: ઘનશ્યામ નાયકનું ગયા વર્ષે ગળાનું ઓપરેશન થયું હતું, જેમાં 8 ગાંઠ નીકળી હતી. ત્યાર પછી ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી. તેઓ લાંબા સમયથી આ બીમારી સામે લડી રહ્યા હતા અને છતા પણ તે સતત કામ કરી રહ્યા હતા.

લાંબા સમયથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલા છે ઘનશ્યામ નાયક: ઘનશ્યામ નાયક લાંબા સમયથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં નટ્ટુ કાકાના પાત્રમાં જોવા મળી રહ્યા છે. તે શોના પ્રખ્યાત કલાકારોમાંથી એક છે. આ શો દ્વારા ઘનશ્યામ ઘણી સારી કમાણી કરે છે. જણાવી દઈએ કે તેમનો જન્મ 12 મે 1944 ના રોજ થયો હતો. માત્ર તેણે ટીવીની દુનિયામાં જ મોટું નામ કમાવ્યું નથી, પરંતુ તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યા છે. હાલમાં દરેક વ્યક્તિ ઘનશ્યામના જલ્દીથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.