ગરમીથી પરેશાન હાર્દિક પાંડ્યાની પત્ની અને સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા મળ્યા જોવા, જુવો તેની વાયરલ તસવીરો

રમત-જગત

બોલીવુડ સ્ટાર કિડ્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. પરંતુ તેને ટક્કર આપવા માટે સ્પોર્ટ્સ કિડ્સ પણ ઓછા નથી. હવે હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્તયા ને જ લઈ લો. અગસ્ત્યા હંમેશાં તેના પિતા અને માતા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં જ તે તેની માતા અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના ખોળામાં જોવા મળ્યો.

ખરેખર નતાશા સ્ટેનકોવિક પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર અવારનવાર કોઈને કોઈ તસવીર શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાની અને પુત્ર અગસ્ત્યની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેઓ સ્વિમિંગ પૂલની અંદર છે. આ દરમિયાન તેમનો પુત્ર અગસ્ત્ય તેના ખોળામાં છે. દીકરાના ચહેરા પર એક સુંદર સ્માઈલ પણ છે જે બધાનું દિલ જીતી રહી છે.

આ તસવીર શેર કરતા નતાશાએ કેપ્શનમાં એક હાર્ટ ઇમોજી બનાવ્યું છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 6 લાખ 65 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. આ પોસ્ટ પર ચાહકોની ખૂબ કમેંટસ પણ આવી રહી છે. કોઈકે કહ્યું કે ‘એકદમ પરફેક્ટ ક્લિક છે મેડમ’, તો કોઈએ કહ્યું કે ‘તમારું બાળક ખૂબ જ ક્યૂટ છે, તેની સ્માઈલ કેટલી સુંદર છે’. એક કમેંટ આવી કે ‘આ તસવીરમાં હાર્દિક પંડ્યા ક્યાં છે? જો તે પણ હોત તો આ એક પરફેક્ટ ફેમિલી પીક હોત.’ એક યૂઝરે આ કમેંટ પર એક રિપ્લાઈ આપ્યો છે કે કદાચ હાર્દિકે જ આ તસવીર ક્લિક કરી હશે.

નોંધપાત્ર વાત એ છે કે આ દિવસોમાં ગરમી ખૂબ વધારે છે. આવી સ્થિતિમાં નતાશા સ્ટેન્કોવિક અને પુત્ર અગસ્ત્યની પૂલમાં આ રીતે મસ્તી કરવી સ્વાભાવિક છે. જણાવી દઈએ કે નતાશા સ્ટેન્કોવિક અને હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે સગાઈ કરી હતી. 2020 માં બંનેએ લગ્ન પણ કર્યાં હતા. તે જ વર્ષે જુલાઈમાં નતાશાએ બેબી બોયને જન્મ આપ્યો હતો. આ કપલનો સંબંધ સોશિયલ મીડિયા પર ઘણા સમય સુધી ચર્ચાનો વિષય રહ્યો હતો.

હાર્દિકની પત્ની નતાશાની વાત કરીએ તો તે સર્બિયન ડાન્સર અને મૉડલ છે. આપણે તેને ‘સત્યાગ્રહ’ ફિલ્મમાં જોઇ ચુક્યા છીએ. જો કે તેને સાચી ઓળખ હની સિંહના ગીત ‘ડીજે વાલે બાબુ’ દ્વારા મળી હતી. જો કે તમને હાર્દિક પાંડ્યાની પત્ની અને પુત્રની તસવીર કેવી લાગી તે કમેંટ કરીને જરૂર જણાવો.