એક વર્ષનો થયો હાર્દિક પંડ્યા અને નતાશાનો પુત્ર, કપલે કંઈક આ રીતે સેલિબ્રેટ કર્યો પુત્રનો જન્મ દિવસ, જુવો તસવીરો

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકનો પુત્ર અગસ્ત્ય એક વર્ષનો થઈ ગયો છે. અગસ્ત્યનો જન્મ 30 જુલાઈ 2020 ના રોજ થયો હતો અને તાજેતરમાં આ પ્રખ્યાત કપલે તેમના પુત્રનો પહેલો જન્મદિવસ ઉજવ્યો. ચાહકો બંનેના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. જન્મદિવસના ખાસ પ્રસંગે, નતાશા અને હાર્દિક બંનેએ પુત્રનો વીડિયો શેર કર્યો અને જન્મદિવસની શુભેચ્છા આપી.

પુત્રના જન્મદિવસના ખાસ પ્રસંગ પર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અગસ્ત્ય સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં અગસ્ત્યના જન્મથી લઈને અત્યાર સુધીની એક વર્ષની સફર બતાવવામાં આવી છે. હાર્દિકે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, “મને વિશ્વાસ નથી આવી રહ્યો કે અગસ્ત્યનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. તમે મારું દિલ મારી આત્મા છો. તમે મને પ્રેમ કરવાનું શીખવ્યું છે. તમે મારા જીવનના સૌથી મોટા આશીર્વાદ રહ્યા છો અને હું તમારા વગર એક પણ દિવસની કલ્પના કરી શકતો નથી. હું તમને ખૂબ પ્રેમ કરું છું અને દિલથી યાદ કરું છું.”

સાથે જ અગસ્ત્યની માતા નતાશા સ્ટેનકોવિકે પણ પુત્રને ખાસ સ્ટાઈલમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એક વીડિયો શેર કર્યો છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નતાશાએ તેના પુત્ર સાથે સંબંધિત એક વિડીયો શેર કર્યો છે અને તેણે તેની સાથે લખ્યું છે કે, “તમે એક વર્ષના થઈ ગયા છો અને લાગે છે કે કાલની જ વાત હોય જ્યારે તમારો જન્મ થયો. હેપ્પી બર્થડે અમારા આશીર્વાદ, ખુશી અને ઉત્સાહ. તમે અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ ચીજ છો. તમને દરરોજ નવી ચીજો શીખતા જોવા મને ખુશી આપે છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું મારા પુત્ર.”

નતાશા અને હાર્દિક બંનેએ પુત્ર એક વર્ષનો થવા પર તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે અને સાથે જ બંનેના ચાહકોનો પ્રેમ પણ અગસ્ત્ય પંડ્યાને મળ્યો. ચાહકો બંનેની પોસ્ટ પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અગસ્ત્ય એક પ્રખ્યાત સ્ટાર કિડ છે. તે ઘણીવાર ચર્ચામાં રહે છે અને તે લૂકમાં પણ ખૂબ જ સુંદર છે.

જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશાએ 1 જાન્યુઆરી 2020 ના રોજ સગાઈ કરી હતી. સગાઈ દરમિયાન જ નતાશા પ્રેગ્નેંટ હતી. સાથે જ વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન બંનેએ મે મહિનામાં લગ્ન કર્યા અને જુલાઈમાં બંને અગસ્ત્યના માતાપિતા બન્યા. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના પુત્ર સાથેની તસવીરો અને વીડિયો શેર કરે છે.

બીજી વખત માતા-પિતા બનવાના છે હાર્દિક અને નતાશા? સોશિયલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિકની કેટલીક તસવીરો વાયરલ થઈ છે તેને જોયા પછી એવું લાગે છે કે નતાશા અને હાર્દિક બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. નતાશાએ તેના પુત્રના જન્મદિવસ પર બેબી બમ્પ સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. આ ત્યારની તસવીરો છે જ્યારે અગસ્ત્ય પોતાની માતાના પેટમાં હતો. જોકે આ તસવીરોને હવે પોસ્ટ કરવાથી ચાહકો કન્ફ્યૂઝ થઈ ગયા અને તેમને લાગ્યું કે બીજું બાળક આવવાનું છે.