આ કારણે સુનીલ દત્ત એ આપેલી સાડી ન પહેરતી હતી નરગિસ, બસ સ્પર્શ કરીને રાખી દેતી હતી કબાટમાં

બોલિવુડ

મુસ્લિમ અભિનેત્રી નરગીસ અને હિંદુ અભિનેતા સુનીલ દત્તની લવસ્ટોરીની આજે પણ ખૂબ ચર્ચા થાય છે. બંને કલાકારોએ ધર્મની દીવાલો તોડીને એકબીજાને અપનાવ્યા હતા. નરગીસની ગણતરી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓ તરીકે થાય છે, જ્યારે સુનીલ દત્તની ગણતરી પણ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રીઓમાં થાય છે.

બંને કલાકારોએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ખૂબ નામ અને ખ્યાતિ મેળવી હતી. આ બંને કલાકારો વર્ષો પહેલા જ દુનિયા છોડી ચુક્યા છે, જો કે આજે પણ બંનેની ચર્ચા થાય છે. બંનેની લવસ્ટોરી પણ કોઈથી છુપાઈ નથી. બંનેની લવસ્ટોરીના આજે પણ ઉદાહરણો આપવામાં આવે છે. એ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે બંનેનો પ્રેમ ગંગાજળ જેવો નિર્મળ હતો.

જણાવી દઈએ કે સુનીલ દત્ત અને નરગીસે ફિલ્મોમાં સાથે કામ ​​પણ કર્યું હતું. કહેવાય છે કે જ્યારે સુનીલ દત્તને નરગીસ ઓળખતી પણ ન હતી ત્યારથી જ સુનીલ નરગીસને પસંદ કરતા હતા. બંનેએ વર્ષ 1957માં આવેલી હિન્દી સિનેમાની ખૂબ જ લોકપ્રિય ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં કામ કર્યું હતું. જોકે બંને કલાકારો માતા-પુત્રની ભુમિકામાં જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે પહેલી વખત નરગીસ અને સુનીલ દત્ત ‘મધર ઈન્ડિયા’ના સેટ પર જ મળ્યા હતા. અહીં નરગિસ પ્રત્યે સુનીલ દત્તનો પ્રેમ વધુ વધી ગયો. એક વખત ફિલ્મના સેટ પર આગ લાગી હતી. આગની જ્વાળાઓમાં નરગીસ લપેટાઈ ગઈ હતી. કોઈ તેમને બચાવવા ન આવ્યું અને સુનીલ પોતાના જીવની પરવા કર્યા વગર નરગીસને બચાવવા માટે આગમાં છલાંગ લગાવી હતી.

આગમાંથી નરગીસને તો દત્ત સાહેબે સુરક્ષિત રીતે બચાવી લીધી હતી, જોકે તે આગની જ્વાળાઓમાં દાઝી ગયા હતા. આ કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેને તાવ આવી ગયો હતો અને દાઝી જવાને કારણે ઘણા દિવસો સુધી તે હોસ્પિટલમાં દાખલ રહ્યા. હોસ્પિટલમાં દત્ત સાહેબનું ધ્યાન રાખવા માટે નરગીસ પણ રોકાઈ ગઈ.

સુનીલ તો નરગીસને પહેલાથી જ પ્રેમ કરતા હતા, સાથે જ હોસ્પિટલમાં સુનીલ પર નરગીસ પણ પોતાનું દિલ હારી બેઠી. જે વ્યક્તિ એ નરગિસનો જીવ બચાવ્યો હતો તેમણે પછી તેની સાથે પોતાનું આખું જીવન પસાર કરવાનો નિર્ણય લીધો. આ બંને સ્ટાર્સે પછી વર્ષ 1958માં લગ્ન કર્યા હતા.

સુનીલ દત્તે આપેલી સાડી પહેરતી ન હતી નરગીસ: બંનેની લવ સ્ટોરીનો એક કિસ્સો એ પણ ખૂબ જ પ્રખ્યાત છે કે નરગીસે ​​સુનીલ દત્તે આપેલી સાડીઓ પહેરી ન હતી. કહેવાય છે કે પતિ તરફથી ગિફ્ટમાં મળેલી સાડીને નરગિસ ચુંબન કરીને કબાટમાં રાખી દેતી હતી.

પત્નીને તૈયાર થયેલી જોવી દત્ત સાહેબને ખૂબ સારું લાગતું હતું. તે અવારનવાર નરગીસ માટે સાડીઓ લાવતા હતા અને તેને ગિફ્ટ તરીકે આપતા, જોકે નરગીસ ​​તે સાડીઓ પહેરતી ન હતી. એકવાર જ્યારે તેનું કારણ દત્ત સાહેબે નરગીસને પૂછ્યું હતું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, “તમે જે પણ સાડીઓ લાવો છો તે મને બિલકુલ પસંદ નથી આવતી. તેને હું ચુંબન કરીને એટલા માટે કબાટમાં રાખું છું કારણ કે તે તમે મને ગિફ્ટમાં આપી છે.”

નરગીસનો જવાબ સાંભળીને દત્ત સાહેબ પોતાને હસવાથી રોકી શક્યા નહિં. તેઓ જોર-જોરથી હસવા લાગ્યા. જણાવી દઈએ કે કેન્સરના કારણે નરગીસનું વર્ષ 1981માં નિધન થઈ ગયું હતું. જ્યારે વર્ષ 2005માં સુનીલ દત્તે દુનિયાને અલવિદા કહી દીધું હતું.