જમીન સાથે જોડાયેલા છે નાના પાટેકર, પોતના ખેતરમાં કરે છે ખેતી અને જમીન પર બેસીને કરે છે ભોજન, જાણો કારણ

બોલિવુડ

નાના પાટેકર ફિલ્મોમાં પોતાની જબરદસ્ત એક્ટિંગ માટે જાણીતા છે. નાના પાટેકરે ફિલ્મોમાં ઘણા સુંદર અને બહુમુખી પાત્રો નિભાવ્યા છે. દરેક વ્યક્તિ તેની એક્ટિંગના દિવાના છે. દરેક વ્યક્તિ તેમના પાત્રમાં ખોવાઈ જાય છે. મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાનામાં મુરુદ-જંજીરામાં જન્મેલા નાના પાટેકરે 1978 માં આવેલી ફિલ્મ ‘ગમન’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. નાના 40 વર્ષથી વધુ સમયથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. આટલા લાંબા સમયમાં તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

આટલા વર્ષો સુધી કામ કર્યા પછી નાના પાટેકર 10 મિલિયન ડોલર (લગભગ 73 કરોડ) ની સંપત્તિના માલિક છે. આ સંપત્તિમાં તેમની પાસે ફાર્મહાઉસ, કાર અને અન્ય સંપત્તિઓ પણ શામેલ છે. જણાવી દઇએ કે આ બધું હોવા છતા પણ નાના ખૂબ સરળ જીવન જીવવાનું પસંદ કરે છે. નાના તેમના સાદા જીવન જીવવા માટે પણ જાણીતા છે. પરંતુ શું તમે જાણો છો નાના પાટેકર ક્યારેય જાતે જ અભિનેતા બનવા આવ્યા ન હતા. નાનાએ કહ્યું હતું કે તેની જરૂરિયાતોએ તેને એક્ટિંગ ફિલ્ડમાં નાખ્યો હતો. આ જ કારણ છે કે તે બોલિવૂડથી આવ્યા પછી પણ ખૂબ જ સરળ જીવન જીવવાનું પસંદ કરે છે.

જણાવી દઈએ કે નાના પાટેકર અપ્લાઇડ આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ અભિનેતા પાસે પુણે નજીક ખડકવાસલામાં 25 એકરમાં ફેલાયેલું ફાર્મહાઉસ છે. નાનાને જ્યારે પણ એકાંતમાં જવું હોય છે, ત્યારે તે તેના ફાર્મહાઉસ પર જાય છે. જો તમને યાદ હોય તો ડાયરેક્ટર સંગીત સિવાનની વર્ષ 2008 માં આવેલી ફિલ્મ ‘એક : ધ પાવર ઓફ વન’ નું શૂટિંગ પણ આ ફાર્મહાઉસમાં કરવામાં આવ્યું હતું.

નાના માત્ર બહારથી જ દેશી નથી, પરંતુ તે પોતાના ફાર્મહાઉસ પર ડાંગર, ઘઉં અને ચણાની ખેતી કરીને પોતાના માટે અનાજ પણ ઉગાડે છે. નાના પાટેકરના આ ફાર્મહાઉસમાં 7 રૂમ ઉપરાંત એક મોટો હોલ પણ છે. નાનાએ તેને સુંદર બનાવવા માટે સિમ્પલ વુડન ફર્નિચર અને ટેરાકોટા ફ્લોર લગાવ્યું છે. આ સુંદર ફાર્મહાઉસની કિંમત આશરે 12 કરોડ હોવાનું કહેવાય છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાના પાટેકર પાસે 81 લાખ રૂપિયાની ઓડી ક્યૂ 7 કાર છે. તો તેની પાસે 10 લાખની મહિન્દ્રા સ્કોર્પિયો અને 1.5 લાખની રોયલ એનફિલ્ડ પણ છે.

નોંધપાત્ર વાત એ છે કે, 2015 માં મરાઠવાડા અને લાતુરના દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની નાના પાટેકરે સરકાર પહેલા મદદ કરી હતી. નાના પાટેકરે લગભગ 100 જેટલા ખેડૂત પરિવારોને 15,000 રૂપિયાના ચેકનું વિતરણ કર્યું હતું. આ સાથે તેઓ ખેડૂતોની મદદ માટે એક એનજીઓ પણ ચલાવે છે. જણાવી દઈએ કે નાના પાટેકર ફિલ્મોમાં આવતા પહેલા એક સમયે રસ્તા પર ઝેબ્રા ક્રોસિંગ પેંટ કરવાનું કામ કરતા હતા. નાના ના ફાર્મહાઉસમાં મોટી સંખ્યામાં દુધાળા ગાય-ભેંસ પણ પાળવમાં આવે છે.

નાના સાથે એક વિવાદ પણ જોડાયેલો છે. ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તાએ વર્ષ 2008 માં નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ ના સેટ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. માર્ચ 2008 માં આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાર પછી, તેણે વર્ષ 2018 માં ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો, જેના કારણે તેમને આખા બોલીવુડનો સાથ મળી રહ્યો છે. આ આરોપ પછી નાના પાટેકરે તનુશ્રી પર માનહાનિનો કેસ લગાડ્યો હતો.