25 એકરમાં ફાર્મહાઉસ, લક્ઝરી કાર અને કરોડોનો ફ્લેટ, છતા પણ સિમ્પલ લાઈફ જીવે છે નાના પાટેકર, જુવો તેમની આ તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં પોતાની સાદગી માટે પ્રખ્યાત અભિનેતા નાના પાટેકર 69 વર્ષના થઈ ગયા છે. 1 જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુદ-જંજીરામાં જન્મેલા નાનાએ 1978માં આવેલી ફિલ્મ ગમનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પાટેકરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 4 દાયકાથી વધુ સમય થઈ ચુક્યો છે અને આ દરમિયાન તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એક રિપોર્ટ મુજબ નાના લગભગ 10 મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે. જેમાં તેમનું ફાર્મહાઉસ, કાર અને અન્ય સંપત્તિ શામેલ છે. જો કે છતાં પણ નાના પાટેકર ખૂબ જ સિમ્પલ જીવન જીવે છે.

પુણેમાં છે 12 ​​કરોડનું લક્ઝરી ફાર્મહાઉસઃ નાના પાટેકર પાસે પુણે નજીક ખડકવાસલામાં 25 એકરમાં ફેલાયેલું લક્ઝરી ફાર્મહાઉસ છે. જ્યારે પણ નાના પાટેકરને આરામ કરવો હોય ત્યારે શહેરની ભીડથી દૂર તે અહીં જાય છે. ડિરેક્ટર સંગીત સિવાનની 2008માં આવેલી ફિલ્મ ‘એકઃ ધ પાવર ઓફ વન’નું શૂટિંગ પણ નાના પાટેકરના આ ફાર્મહાઉસમાં થયું હતું.

ફાર્મહાઉસની આસપાસ ખેતી પણ કરે છે નાના પાટેકર: નાના પાટેકર પોતાના આ ફાર્મહાઉસની આસપાસ ડાંગર, ઘઉં અને ચણાની ખેતી પણ કરે છે. નાના પાટેકરના આ ફાર્મહાઉસમાં 7 રૂમ ઉપરાંત એક મોટો હોલ પણ છે. તેમાં નાના પાટેકરના રસ મુજબ સિમ્પલ વુડન ફર્નિચર અને ટેરાકોટા ફ્લોર છે. નાના પાટેકરના આ ફાર્મહાઉસની કિંમત લગભગ 12 કરોડ છે.

નાના પાટેકરના ફાર્મહાઉસમાં ગાય અને ભેંસ પણ છે: નાના પાટેકરએ ફાર્મહાઉસના દરેક રૂમને પોતાની બેઝિક સ્ટાઈલ અને જરૂરિયાત મુજબ સજાવ્યા છે. આ ઉપરાંત ઘરની આસપાસ અનેક પ્રકારના છોડ પણ લગાવવામાં આવ્યા છે. ફાર્મહાઉસમાં મોટી સંખ્યામાં દૂધાળા ગાયો અને ભેંસો પણ છે.

મુંબઈના અંધેરીમાં 7 કરોડનો ફ્લેટઃ નાના પાટેકર પાસે મુંબઈના અંધેરીમાં એક ફ્લેટ છે. નાનાના કહેવા મુજબ, તે અહીં 750 ચોરસ ફૂટના 1 BHK ફ્લેટમાં રહે છે. તેમણે આ ફ્લેટ 90ના દાયકામાં માત્ર 1.10 લાખમાં ખરીદ્યો હતો. જોકે, આજે આ ફ્લેટની કિંમત અંદાજે 7 કરોડ રૂપિયા છે.

નાના પાટેકર પાસે 81 લાખ રૂપિયાની ઓડી Q7 કાર છે: મીડિયા રિપોર્ટ્સ મુજબ, નાના પાટેકર પાસે 81 લાખ રૂપિયાની ઓડી Q7 કાર છે. આ ઉપરાંત તેમની પાસે 10 લાખની કિંમતની મહિન્દ્રા સ્કોર્પિયો અને 1.5 લાખની રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 પણ છે.

એક સમયે રસ્તાઓ પર ઝેબ્રા ક્રોસિંગ પેઇન્ટ કરતા હતા નાના પાટેકર: નાના પાટેકર એક શ્રેષ્ઠ સ્કેચ આર્ટિસ્ટ છે અને મોટા-મોટા કેસમાં તેમણે મુંબઈ પોલિસની મદદ પોતાની કળા દ્વારા કરી છે. તેમણે ફિલ્મોમાં આવતા પહેલા રસ્તા પર ઝેબ્રા ક્રોસિંગ પણ પેઈન્ટ કર્યું છે.

જરૂરિયાતને કારણે ફિલ્મોમાં આવ્યા: નાના પાટેકર કહે છે કે તેઓ ફિલ્મોમાં શોખથી નથી આવ્યા, પરંતુ જરૂરિયાતે તેમને અભિનેતા બનાવ્યા હતા. આ જ કારણ છે કે આજે પણ તેઓ ખૂબ જ સિમ્પલ જીવન જીવવાનું પસંદ કરે છે. નાના પાટેકર એપ્લાઇડ આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે.

ખેડૂતોના મસીહા કહેવામાં આવે છે નાના પાટેકર: નાના પાટેકરે 2015માં મરાઠવાડા અને લાતુરના દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની સરકાર પહેલા મદદ કરી હતી. નાના પાટેકરે લગભગ 100 ખેડૂત પરિવારોને 15,000 રૂપિયાના ચેકનું વિતરણ કર્યું હતું. તે ખેડૂતોની મદદ માટે એક NGO પણ ચલાવે છે.