ક્યારેય સંજય દત્ત સાથે નાના પાટેકર એ શા માટે નથી કરી ફિલ્મ, આ કારણે કામ ન કરવાની ખાધી હતી કસમ

બોલિવુડ

હિન્દી ફિલ્મોના દિગ્ગજ સ્ટાર્સને એકસાથે કામ કરતા જોવાનું દરેક દર્શકોનું સપનું હોય છે. જ્યારે પણ દિગ્ગજ કલાકારોની જોડી સાથે કામ કરે છે ત્યારે ફિલ્મમાં ચાર ચાંદ લાગી જાય છે. દર્શકોમાં પણ ઉત્સાહ જોવા મળે છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોની વાત કરીએ તો તેમાં નાના પાટેકર અને સંજય દત્તનું નામ પણ સૌથી પહેલા આવે છે.

બંનેએ પોતપોતાની ફિલ્મોમાં ખૂબ નામ કમાવ્યું છે. સંજય જ્યારે તેમની એક્શન માટે પ્રખ્યાત છે, તો નાના તેમની જબરદસ્ત એક્ટિંગથી દરેકને દિવાના બનાવી લે છે. એક સવાલ એ ઊભો થાય છે કે છેવટે નાના પાટેકર અને સંજય દત્ત કોઈ પણ ફિલ્મમાં સાથે શા માટે જોવા મળ્યા નથી? તેનું કારણ શું છે, ચાલો અમે તમને જણાવીએ.

નાના અને સંજયના ફેન છે લોકો: બોલિવૂડમાં નાના પાટેકર હોય કે સંજય દત્ત, લોકો બંને કલાકારોના ફેન છે. નાના પાટેકરની એક્ટિંગમાં બેબાકી ઝલકે છે. લાગતું નથી કે તે એક્ટિંગ કરી રહ્યા છે. દરેક ફિલ્મમાં તેની અલગ સ્ટાઈલ સામે આવે છે. તેમની યશવંત લોહારની ફિલ્મ હોય કે કોઈ અન્ય ફિલ્મ, તેમની તમામ ફિલ્મોના ડાયલોગ આજે પણ લોકોને યાદ છે.

સાથે જ બીજી તરફ, સંજય દત્ત તો તાજેતરમાં જ પોતાની KGF2 ફિલ્મથી ધૂમ મચાવી ચુક્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંજુ બાબાના નામથી પ્રખ્યાત આ અભિનેતાએ એક્શનથી લઈને કોમેડી સુધીમાં માસ્ટરી મેળવી છે. તેમની ફિલ્મ મુન્નાભાઈ MBBS હોય કે લગે રહો મુન્નાભાઈ દરેક ફિલ્મમાં તેણે લોકોના દિલ જીતી લીધા.

આ કારણે નાના એ ક્યારેય નથી કર્યું સંજય સાથે કામ: હવે અમે તમને જણાવીએ કે નાનાએ સંજય સાથે કામ શા માટે નથી કર્યું. તેનું કારણ છે 1993નો મુંબઈ બોમ્બ બ્લાસ્ટ. હા બોમ્બ બ્લાસ્ટનો આરોપ સંજય દત્ત પર પણ લાગ્યો હતો. આ બ્લાસ્ટમાં નાના પાટેકરે પોતાનો ભાઈ ગુમાવ્યો હતો. ત્યારથી તે સંજય દત્તથી નારાજ થઈ ગયા હતા.

એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે સંજય દત્તનો ગુનો નાનો ન હતો, તે ખૂબ જ ડરામણો હતો. સંજય દત્તની સજા માફ થવા પર તેમણે સવાલો પણ ઉઠાવ્યા હતા. નાનાએ કહ્યું હતું કે ન્યાય બધા માટે સમાન હોવો જોઈએ. હું અભિનેતા છું કે કોઈ ગરીબ માણસ, ન્યાય સમાન હોવો જરૂરી છે. તેમણે કહ્યું હતું કે બંનેની સજામાં અંતર શા માટે છે.

ક્યારેય સાથે કામ ન કરવાની ખાધી કસમ: નાનાએ પોતાના ભાઈના બ્લાસ્ટમાં મૃત્યુની સાથે પોતાની પત્ની વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની પત્ની પણ બ્લાસ્ટ વાળી જગ્યા પર હાજર હતી. નાનાએ જણાવ્યું હતું કે બ્લાસ્ટના થોડા સમય પહેલા તેણે બસ પકડી લીધી હતી. જો તેણીએ આમ ન કર્યું હોત તો તે દિવસે તે પણ બોમ્બ બ્લાસ્ટની ઝપટમાં આવી શકતી હતી. દિગ્ગજ અભિનેતાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભલે કોર્ટે સંજયને માફ કરી દીધા હોય, પરંતુ તે તેને ક્યારેય માફ નહીં કરે. આ સાથે તેણે સંજય દત્ત સાથે કામ ન કરવાની કસમ ખાધી. તેમણે કહ્યું હતું કે તેણે ક્યારેય સંજય સાથે કામ કર્યું નથી અને ન તો ભવિષ્યમાં તેની સાથે કોઈ ફિલ્મ કરશે.