અક્ષરા અને નૈતિકનો ઓન સ્ક્રીન પુત્ર નક્ષ થયો 17 વર્ષનો, હવે શિવાંશ દેખાય છે ખૂબ જ સ્માર્ટ અને યંગ, જુવો તેની હાલની તસવીરો

મનોરંજન

સ્ટાર પ્લસ ચેનલની ખૂબ જ પ્રખ્યાત અને સફળ ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ ના દરેક કલાકારોએ ઘર-ઘરમાં લાખો દર્શકોની વચ્ચે પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી અને આ જ કારણ છે કે આ સીરિયલની બીજી સીઝન આવ્યા પછી પણ લોકો પાછળની સીઝનમાં જોવા મળેલા સ્ટાર અને તેની એક્ટિંગને યાદ કરે છે. આવી સ્થિતિમાં, આજની અમારી આ પોસ્ટમાં, અમે આ સીરિયલમાં જોવા મળેલા એક બાળ કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના ક્યૂટ લુક અને શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો દિલ જીતી લીધા હતા અને ખૂબ લોકપ્રિયતા પણ મેળવી હતી.

આ બાળ કલાકાર કોઈ અન્ય નહીં પરંતુ શિવાંશ કોટિયા હતા, જે સીરીયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં મુખ્ય પાત્રો નૈતિક સિંઘાનિયા અને અક્ષરા સિંઘાનિયાના પુત્ર નક્ષ સિંઘાનિયાના બાળપણના પાત્ર તરીકે જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, આ સીરિયલમાં નૈતિક સિંઘાનિયાનું પાત્ર અભિનેતા કરણ મહેરાએ નિભાવ્યું હતું અને અક્ષરા સિંઘાનિયાનું પાત્ર અભિનેત્રી હિના ખાને નિભાવ્યું હતું.

વાત કરીએ નક્ષ સિંઘાનિયાના પાત્રમાં જોવા મળેલા બાળ કલાકાર શિવાંશ કોટિયા વિશે તો સીરિયલમાં તેને તેની માતા અક્ષરા ઘણી વખત ડુગ્ગુ કહીને પણ બોલાવતી હતી. શિવાંશ કોટિયાએ સિરિયલમાં પોતાના ક્યૂટ લુકની સાથે સાથે પોતાના ક્યૂટ એક્સપ્રેશન અને શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો દર્શકોને પ્રભાવિત કર્યા હતા અને આ જ કારણે આજે પણ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલના ચાહકો નક્ષ સિંઘાનિયા ઉર્ફ શિવાંશ કોટિયાને યાદ કરે છે.

શિવાંશ કોટિયાએ સિરિયલમાં જ્યારે નક્ષનું પાત્ર નિભાવ્યું હતું ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી. પરંતુ જો આજનું કહીએ તો અત્યારે તેની ઉંમર 16 વર્ષ થઈ ચુકી છે અને તે 10મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી ચુક્યા છે. બાળપણમાં ખૂબ જ ક્યૂટ અને માસૂમ દેખાતા શિવાંશ મોટા થવાની સાથે ખૂબ જ સ્માર્ટ અને ચાર્મિંગ બની ચુક્યા છે અને હાલના સમયમાં તે સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે.

શિવાંશ કોટિયાએ તાજેતરમાં જ 1 મેના રોજ પોતાનો 16મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને આ સાથે તેણે પોતાના બર્થડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે શેર કરી હતી. જણાવી દઈએ કે, શિવાંશ કોટિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના જીવન સાથે જોડાયેલી પોસ્ટ અને અપડેટ્સ શેર કરતા જોવા મળે છે, જેના કારણે ઘણી વખત તે સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય પણ બને છે.

માહિતી માટે જણાવી દઈએ કે રિયલ લાઈફમાં શિવાંશ કોટિયાની એક બહેન પણ છે, જેનું નામ નાવિકા કોટિયા છે અને તે પણ શિવાંશની જેમ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલમાં જોવા મળી ચુકી છે. શિવાંશની બહેન નાવિકાની વાત કરીએ તો તે સિરિયલમાં ચિકનું પાત્ર નિભાવતા જોવા મળી હતી.

સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ઉપરાંત શિવાંશ પોતાની બહેન નાવિકા સાથે બોલિવૂડ ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશમાં પણ જોવા મળી ચુકી છે, જેમાં બંનેએ અભિનેત્રી શ્રીદેવીના બાળકોની ભૂમિકા નિભાવી હતી.