હાર્દિક નતાશા એ હિંદૂ રીત-રિવાજ થી પણ કર્યા લગ્ન, એકબીજાનો હાથ પકડીને લીધા ફેરા, જુવો તેમની સામે આવેલી તસવીરો

રમત-જગત

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેમની પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે ત્રણ દિવસમાં બીજા લગ્ન કર્યા છે. જ્યારે વેલેન્ટાઈન ડેના દિવસે હાર્દિક પંડ્યા અને નતાશાએ પરિવાર અને ખાસ મિત્રો વચ્ચે ક્રિશ્ચિયન લગ્ન કર્યા હતા, તો હવે બંનેએ હિંદુ રીતિ-રિવાજોથી પણ ફેરા લીધા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા છે.

જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં નતાશા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. હાર્દિક અને નતાશાએ મહામારી વચ્ચે લગ્ન કર્યા હતા પરંતુ બંને એક ભવ્ય સમારોહમાં લગ્ન કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે તેમણે તેમનું આ સપનું પૂરું કરી લીધું છે. હવે ફરી એકવાર બંનેએ સાત જન્મો સુધી સાથે રહેવાની કસમ ખાઈ છે. કપલે પોતાના લગ્નની તસવીરો શેર કરી છે.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્નની તસવીરો થઈ વાયરલ: તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશાએ 14 ફેબ્રુઆરી 2023ના રોજ તેમના લગ્નની તસવીરો શેર કરી હતી. સાથે જ આ કપલે તેમના ચાહકો સાથે હિન્દુ લગ્નની તસવીરો શેર કરી છે. હા, હાર્દિક પંડ્યા અને નતાશાએ હિંદુ રીતિ-રિવાજ સાથે પણ લગ્ન કર્યા છે. બંનેએ રોયલ વેડિંગ પછી ગુરુવારે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરી હતી. આ સાથે જ જોઈંટ પોસ્ટમાં લખ્યું હતું કે, “નાઉ એંડ ફોરેવર.”

સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે દૂલ્હા-દુલ્હન લગ્નના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. જ્યારે નતાશા દુલ્હનના લુકમાં આવી ત્યારે હાર્દિક પંડ્યા આનંદથી નાચવા લાગ્યો હતો.

હિંદુ લગ્ન માટે, નતાશાએ ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાના કલેક્શનમાંથી હેવી જરદોસી ભરતકામ સાથેનો ગોલ્ડન-રેડ કલરનો લહેંગા પસંદ કર્યો હતો. તેના આઉટફિટમાં પ્રિન્સેસ-કટ ચોલી અને ડબલ દુપટ્ટા સાથે એક ફ્લેયર્ડ લહેંગો હતો. હેવી પોલકી જ્વેલરી નતાશાના લુકમાં ચાર ચાંદ લગાવી રહી હતી. સાથે જ વરમાલા સેરેમની માટે, હાર્દિકે ક્રીમ એમ્બ્રોઇડરીવાળી શેરવાની અને સ્લીક દુપટ્ટો કેરી કર્યો હતો.

સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યા અને નતાશા મસ્તી સાથે એકબીજાને માળા પહેરાવતા જોવા મળ્યા હતા.

સાથે જ નતાશાએ ફેરા માટે એક શાઈની રેડ કલરની સાડીને એક સ્ટેટમેન્ટ બ્લાઉઝ સાથે પેયર કરી હતી. નતાશાએ સોફ્ટ મેકઅપ અને રેડ બિંદી સાથે પોતાનો લુક મિનિમલ રાખ્યો હતો. તેણે પોલ્કી જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. હાર્દિક પંડ્યા અને નતાશાએ એકબીજાનો હાથ પકડીને સાત ફેરા લીધા હતા.

હાર્દિક પંડ્યા અને નતાશાએ ફેરા સાથે સાત જન્મો સુધી સાથે રહેવાની કસમ ખાધી હતી. હાર્દિક-નતાશાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જેમ કે તમે બધા આ તસવીરમાં જોઈ શકો છો કે હાર્દિક પંડ્યા, નતાશાની માંગમાં સિંદૂર ભરતા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. સાથે જદુલ્હન નતાશા પણ ખૂબ જ ભાવુક જોવા મળી. લગ્ન પછી દૂલ્હા-દુલ્હન હાર્દિક અને નતાશા એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.