બજરંગી ભાઈજાનની મુન્નીને “ભારત રત્ન”થી કરવામાં આવી સન્માનિત, તસવીર શેર કરીને સલમાન ને કહ્યું….

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન લાંબા સમયથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ નિભાવી છે. ચાહકો સલમાન ખાનની ફિલ્મોની આતુરતાથી રાહ જુવે છે. સલમાન ખાને પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. તેમની એવી જ એક સુપરહિટ ફિલ્મ છે ‘બજરંગી ભાઈજાન’.

વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું પરંતુ આ ફિલ્મમાં એક નાની છોકરીએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હા આપણે બજરંગી ભાઈજાનની મુન્ની વિશે વાત કરી રહ્યા છીએ. આ પાત્ર હર્ષાલી મલ્હોત્રાએ નિભાવ્યું હતું.

આ દરમિયાન કબીર ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં મુન્નીનું પત્ર નિભાવનાર હર્ષાલી મલ્હોત્રાને પ્રતિષ્ઠિત એવોર્ડ ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ વાતની માહિતી હર્ષાલી મલ્હોત્રાએ પોતે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે.

‘બજરંગી ભાઈજાન’ની મુન્નીને મળ્યો ભારત રત્ન: તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઈંડસ્ટ્રીના સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ ‘પવન પુત્ર ભાઈજાન’ સતત હેડલાઈન્સનો વિષય બની રહે છે. આ ફિલ્મની સ્ટોરી દિગ્ગજ લેખક વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખવામાં આવી રહી છે અને જો સ્ટોરી યોગ્ય રહેશે તો કબીર ખાન આ ફિલ્મનું નિર્દેશન કરી શકે છે. એક તરફ જ્યાં બજરંગી ભાઈજાનની રિમેક ફિલ્મને લઈને સતત ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ બજરંગી ભાઈજાનમાં મુન્નીનું પાત્ર નિભાવનાર હર્ષાલી મલ્હોત્રાને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

હર્ષાલી મલ્હોત્રાએ પોતે જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવોર્ડ મેળવતા પોતાની એક તસવીર શેર કરી છે. હર્ષાલી મલ્હોત્રાએ આ તસવીર શેર કરતાં લખ્યું છે કે, “શ્રી ભગત સિંહ કોશ્યારી તરફથી ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ મેળવીને હું ધન્ય અનુભવી રહી છું.

હર્ષાલી મલ્હોત્રાએ સલમાન ખાનનો માન્યો આભાર: બજરંગી ભાઈજાનની મુન્ની ઉર્ફ હર્ષાલી મલ્હોત્રાએ આ એવોર્ડ ડિરેક્ટર કબીર ખાન અને સલમાન ખાનને પણ સમર્પિત કર્યો છે. કબીર ખાન આ ફિલ્મના ડિરેક્ટર હતા અને સલમાન ખાન ફિલ્મ “બજરંગી ભાઈજાન” ના મુખ્ય અભિનેતા હતા. હર્ષાલી મલ્હોત્રાએ પોસ્ટમાં લખ્યું છે કે “આ એવોર્ડ સલમાન ખાન, કબીર ખાન અને મુકેશ છાબરા અંકલને મારા પર વિશ્વાસ કરવા માટે સમર્પિત છે.”

તસવીરમાં જોઈ શકાય છે કે હર્ષાલી મલ્હોત્રા સુંદર લાલ અને સફેદ રંગના લહેંગામાં જોવા મળી રહી છે. તેણીએ હાથમાં ટ્રોફી પકડી છે અને કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ માં હર્ષાલી મલ્હોત્રાએ શાહિદાનું પાત્ર નિભાવ્યું હતું, જેને બધા ‘મુન્ની’ કહીને બોલાવતા હતા. ભલે ફિલ્મમાં મુન્ની કંઈ બોલી ન હતી, પરંતુ તે પોતાની નિર્દોષતા અને એક્ટિંગથી લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી.

ફિલ્મના બીજા ભાગની ચાહકો જોઈ રહ્યા છે રાહ: તમને જણાવી દઈએ કે ફિલ્મ “બજરંગી ભાઈજાન” માં મુન્ની પાકિસ્તાની મુસ્લિમની ભૂમિકામાં જોવા મળી હતી, જે ભારતમાં ખોવાઈ જાય છે અને આ છોકરીની મદદ કરવાનું નક્કી ભારતીય વ્યક્તિ પવન કુમાર ચતુર્વેદી કરે છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન પવન કુમારની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા. હવે આ ફિલ્મના બીજા ભાગને લઈને જોરદાર ચર્ચા છે. ફિલ્મના બીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.