કોઈ સામાન્ય વ્યક્તિ નથી મિર્જાપુરના મુન્ના ભૈયા, બનાવી છે આટલા અધધધ કરોડની સંપત્તિ, ફરે છે BMW કારથી

બોલિવુડ

મોટા-મોટા સુપરસ્ટાર્સ અને કલાકારોની વચ્ચે ઘણીવખત એવા સ્ટાર્સ પણ ચાહકોની મહેફિલ લૂટી લે છે જે ગુમનામ અથવા નવા હોય છે. એવું જ એક નામ છે દિવ્યેન્દુ શર્મા. તમે કદાચ આ અભિનેતાને ઓળખી શક્યા નહીં હોય. જોકે દિવ્યેંદુ શર્માને લોકો તેના પાત્રના નામથી વધુ ઓળખે છે. તો તમને જણાવી દઈએ કે અમે તમને વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ના ‘મુન્ના ભૈયા’ વિશે જણાવવા રહ્યા છીએ.

ભારતમાં OTT પ્લેટફોર્મને પસંદ કરનારા દર્શકોએ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ને ખૂબ પ્રેમ આપ્યો છે. આ વેબ સિરીઝે એક મોટું નામ કમાવ્યું છે અને તેણે દર્શકોની ખૂબ પ્રસંશા મેળવી છે. તેનું દરેક પાત્ર ચાહકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેમાં દિવ્યેન્દુએ મુન્ના ત્રિપાઠી ઉર્ફ મુન્ના ભૈયાના પાત્રથી જબરદસ્ત લોકપ્રિયતા અને સફળતા મેળવી હતી.

દિવ્યેન્દુ શર્માએ ઓછા સમયમાં પોતાના શ્રેષ્ઠ કામથી સારું નામ બનાવી લીધું છે. તે આજે કોઈ ઓળખના મોહતાજ નથી. આ સિરીઝમાં દિવ્યેદુ શર્માએ પોતાની કમાલની એક્ટિંગથી દરેકને ચોંકાવી દીધા હતા. અહિં સુધી કે તેમના કામની ફિલ્મ વિવેચકોએ પણ ખૂબ પ્રશંસા કરી હતી.

જે દર્શકોએ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ જોઈ છે તે આ વાત સારી રીતે જાણે છે કે દિવ્યેન્દુએ તેમાં ‘કાલીન ભૈયા’ની કરોડોની સંપત્તિ સંભાળી છે, જો કે રિયલ લાઈફમાં દિવ્યેન્દુ પોતે પણ કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે અને ઘણી લક્ઝરી કાર પણ તેમની પાસે છે. તે એક લક્ઝરી લાઈફ જીવે છે. તો ચાલો આજે તમને મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્માની અમીરી વિશે જણાવીએ.

દિવ્યેન્દુએ ‘મિર્ઝાપુર’માં કામ કરવા માટે કુલ 50 લાખ રૂપિયા ફી લીધી હતી. તે મુજબ તેના દરેક એપિસોડની ફી 5 લાખ રૂપિયા હતી. અભિનેતા એક મહિનામાં 10-15 લાખ રૂપિયાની કમાણી કરી લે છે. ફિલ્મોની સાથે જ તે જાહેરાતોથી પણ સારી કમાણી કરી લે છે.

દિવ્યેન્દુ પાસે છે 14 કરોડ રૂપિયાની સંપત્તિ: જણાવી દઈએ કે અત્યાર સુધી દિવ્યેંદુએ વર્જિન મોબાઈલ, બિરલા સન લાઈફ જેવી ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તે એક ફિલ્મ માટે મોટી ફી લે છે. સાથે જ તેમની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે કુલ 14 કરોડ રૂપિયાની સંપત્તિ છે. દિવ્યેન્દુ પાસે મોંઘી અને લક્ઝરી કાર પણ છે. તેની પાસે BMW ઉપરાંત અન્ય ઘણી કાર છે.

જણાવી દઈએ કે દિવ્યેન્દુને માધુરી દીક્ષિતની વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘આજા નચ લે’માં એક નાનકડો રોલ મળ્યો હતો અને આ ફિલ્મથી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ હતી. ત્યાર પછી તે વર્ષ 2011 માં કાર્તિક આર્યનની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’
માં જોવા મળ્યા હતા.

દિવ્યેન્દુએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમ કથા’માં કામ કર્યું છે જે ખૂબ જ સફળ રહી હતી. ત્યાર તે ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને ડેવિડ ધવનની ‘ચશ્મે બદ્દૂર’માં જોવા મળ્યો હતો. તે દિલ્લી વાલી ઝાલીમ ગર્લફ્રેન્ડ, એક્કીસ તોપોં કી સલામી, 2016 ધ એન્ડ, બદનામ ગલી, ઓડ કપલ, શુક્રાણુ માં પણ જોવા મળી ચુક્યો છે. તેમની આગામી ફિલ્મનું નામ ‘બ્રહ્માસ્ત્ર’ છે. વર્ષ 2022માં રિલીઝ થનારી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

પરણિત છે દિવ્યેન્દુ શર્મા: દિવ્યેન્દુનો જન્મ 19 જૂન 1983ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. 38 વર્ષના થઈ ચુકેલા દિવ્યેન્દુ પરિણીત છે. તેમણે તેમની કોલેજ ફ્રેન્ડ આકાંક્ષા શર્મા સાથે સાત ફેરા લીધા હતા. જો કે દિવ્યેન્દુની જેમ તેની પત્ની આકાંક્ષા પણ હેડલાઇન્સમાં નથી રહેતી. તેને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી.