તો આ કારણે હંમેશા સફેદ શર્ટ પહેરે છે મુકેશ અંબાણી, જાણો કેવી છે તેમની ડ્રેસિંગ સ્ટાઈલ

વિશેષ

દુનિયાના સૌથી અમીર લોકોના લિસ્ટમાં શામેલ મુકેશ અંબાણી પોતાની લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. અબજોની સંપત્તિના માલિક મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે લક્ઝરી જીવન જીવે છે. હાલમાં મુકેશ અંબાણી પોતાના પૂરા પરિવાર સાથે 27 માળના લક્ઝરી ઘરમાં રહે છે, જેની દેખરેખ લગભગ 600 નોકર કરે છે. આ ઉપરાંત તેમની પાસે ઘણી એવી લક્ઝરી ચીજો છે જે માત્ર અમીર લોકો પાસે જ હોય છે. પરંતુ જો તમે જોશો તો તમે જોઈ શકશો કે મુકેશ અંબાણી મોટાભાગે સફેદ શર્ટ જ પહેરે છે. આ દરમિયાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મુકેશ અંબાણીને સફેદ શર્ટ સાથે આટલો લગાવ શા માટે છે અને શા માટે તેઓ મોટાભાગે સફેદ શર્ટ પહેરવાનું પસંદ કરે છે?

સૌથી પહેલા અમે તમને જણાવવા માંગીએ છીએ કે મુકેશ અંબાણી સાદગી અને સહજ સ્વભાવના છે. તે હંમેશા સરળ રહેવાનું પસંદ કરે છે. આટલું જ નહીં પરંતુ મુકેશ અંબાણી પોતાની ફેશન સ્ટાઈલ પર ધ્યાન આપવાને બદલે પોતાના બિઝનેસ પર વધુ ધ્યાન આપે છે, જેના કારણે તે સિમ્પલ ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે.

મુકેશ અંબાણીનું કહેવું છે કે કપડાં પસંદ કરવામાં ઘણો સમય વેડફાઈ જાય છે, તેથી તેઓ બિઝનેસમાં વધુ ધ્યાન આપવાનું પસંદ કરે છે. સાથે જ વાત મુકેશ અંબાણીના સફેદ શર્ટ વિશે કરીએ તો, તેમને સફેદ કલર ખૂબ જ પસંદ છે અને સફેદ શર્ટ તેમના પર ખૂબ સૂટ થાય છે, જેના કારણે તેઓ વધુ સફેદ શર્ટ પહેરવાનું પસંદ કરે છે.

આ ઉપરાંત સફેદ વસ્ત્ર શાંતિનું પણ પ્રતીક છે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણી જ્યારે પણ ઓફિસ જાય છે અને જ્યારે પણ કોઈ મોટી હસ્તી અથવા પછી નેતાને મળે છે ત્યારે તે દરમિયાન તેઓ સફેદ શર્ટ પહેરેલા જ જોવા મળે છે. રિપોર્ટનું માનીએ તો મુકેશ અંબાણી સવારે 5:00 વાગ્યે પોતાના પથારીમાંથી ઉઠી જાય છે અને વર્કઆઉટ સાથે પોતાના દિવસની શરૂઆત કરે છે અને સાદું ભોજન ખાવાનું પસંદ કરે છે.

રિપોર્ટનું માનીએ તો મુકેશ અંબાણી પોતાના દિવસની શરૂઆત પપૈયાના રસ સાથે કરે છે. આ ઉપરાંત લંચમાં સૂપ અને સલાડ ખાવાનું પસંદ કરે છે. સાથે જ દિવસની વાત કરીએ તો તે સાદી દાળ, ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે ગુજરાતી ભોજન ખાવાનું પણ પસંદ કરે છે. મુકેશ અંબાણીના ફેવરિટ ફૂડમાં સાઉથ ઈંડિયન ફૂડ પણ છે.

કહેવાય છે કે મુકેશ અંબાણી મુંબઈના કેપ મૈસૂરના ઈડલી સાંભર ખૂબ જ શોખથી ખાય છે. આ ઉપરાંત તેમને સ્ટ્રીટ ફૂડ પણ પસંદ છે. રિપોર્ટનું માનીએ તો મુકેશ અંબાણીના ઘરના રસોડામાં કામ કરતા રસોઈયાને દર મહિને લગભગ 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.

વાત કરીએ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ વિશે તો તે લગભગ 72.04 અબજ ડૉલરના માલિક છે. સાથે જ બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીરોન લિસ્ટમાં છઠ્ઠા સ્થાન પર છે.