આ ચીજથી ડરે છે અંબાણી, નીતાને ચાલતી કારમાં કર્યો હતો પ્રપોઝ, જાણો ‘ધનકુબેર’ વિશે કેટલીક ખાસ વાતો

વિશેષ

ભારતની સાથે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી આજે (19 એપ્રિલ) 65 વર્ષના થઈ ગયા છે. મુકેશ અંબાણી બિઝનેસની દુનિયાનું એક ખૂબ મોટું નામ છે. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ એડન, યમનમાં થયો હતો. મુકેશ અંબાણીએ પોતાના સ્વર્ગસ્થ પિતા ધીરુભાઈ અંબાણીના વારસાને સંભાળ્યો અને તેને ખૂબ આગળ વધાર્યો.

મુકેશ અંબાણીના નામથી કોઈ અજાણ નથી. મુકેશ અંબાણી ભારતની સાથે એશિયામાં પણ સૌથી અમીર વ્યક્તિ છે. તેમનું નામ દુનિયાના 10 સૌથી અમીર લોકોના લિસ્ટમાં પણ શામેલ છે. ચાલો આજે તમને અંબાણીના 65 મા જન્મદિવસ પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જણાવીએ.

મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. વર્ષ 1981 માં, તેમણે પિતા ધીરુભાઈ સાથે રિલાયન્સ પેટ્રોલિયમની શરૂઆત કરી હતી. પછી કંપનીનું નામ બદલવામાં આવ્યું અને તેને નવું નામ મળ્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ત્યાર પછી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડની પણ સ્થાપના કરવામાં આવી.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ દુનિયાની 42મી સૌથી મૂલ્યવાન કંપની છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે મુંબઈમાં 27 માળના ઘર ‘એન્ટિલિયા’માં રહે છે. તેની કિંમત 10 હજાર કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. સાથે જ અંબાણી કુલ 94.9 અબજ ડોલરની સંપત્તિના માલિક છે.

જો આપણે મુકેશ અંબાણીના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતોની ચર્ચા કરીએ તો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીને લોકોની સામે બોલવામાં અથવા લોકોને સંબોધવામાં ડર લાગે છે અથવા તેઓ તેનાથી દૂર રહે છે. આ વાતનો ખુલાસો રિલાયન્સ ચીફે પોતે પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. જણાવી દઈએ કે મુકેશ પણ ખૂબ જ શરમાળ સ્વભાવના છે.

દુનિયાના ટોપ અમીરમાં ગણાતા મુકેશ અંબાણી એક સરળ અને શિસ્તબદ્ધ જીવન જીવવાનું પસંદ કરે છે. તે કોઈપણ પ્રકારના નશાથી પણ દૂર રહે છે. તેમણે પોતાના જીવનમાં ક્યારેય દારૂને સ્પર્શ પણ નથી કર્યો. આ વાતનો ખુલાસો પણ ખુદ મુકેશે પોતાના ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

અંબાણી, તેમના બાળકો અને તેમની પત્ની નીતા અંબાણીનો ક્રિકેટ પ્રેમ કોઈથી છૂપાયો નથી, જોકે અંબાણીને ક્રિકેટથી વધુ હોકી પસંદ છે. હોકી તેમની પ્રિય રમત છે. તેમણે પોતે જણાવ્યું કે સ્કૂલ અને કોલેજના દિવસોમાં તે હોકી રમતા હતા. તેમને આ રમત ખૂબ જ પસંદ છે.

નીતા ને ધીરૂભાઈ એ કર્યો કોલ, મળવા માટે ઓફિસ બોલાવી: એકવાર કોઈ ડાન્સ શોમાં ધીરુભાઈએ નીતાને જોઈ હતી અને પછી તેમણે નીતાને ફોન લગાવ્યો હતો. નીતાએ ફોન ઉઠાવ્યો અને ધીરુભાઈએ પોતાનો પરિચય આપ્યો પરંતુ નીતાને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે અને તેણે ફોન કટ કરી દીધો. ત્યાર પછી નીતાએ ફરી એક વખત ફોન કટ કર્યો.

ત્રીજી વખત જ્યારે ધીરુભાઈનો ફોન નીતા પર આવ્યો ત્યારે આ વખતે ધીરુભાઈ સાથે નીતાના પિતા વાત કરી રહ્યા હતા. ધીરુભાઈએ તેમના પિતાને કહ્યું કે તેઓ નીતાને મળવા ઈચ્છે છે અને તેમણે નીતાને પોતાની ઓફિસ પર આવવા માટે કહ્યું.

આ રીતે થઈ હતી નીતા અને મુકેશની પહેલી મુલાકાત: ત્યાર પછી નીતા ધીરુભાઈના ઘરે આવી. આ તે પહેલી તક હતી જ્યારે નીતા અને મુકેશ એકબીજાને મળ્યા હતા. પોતાના એક ઈન્ટરવ્યુમાં નીતાએ કહ્યું હતું કે મુકેશ કોઈની સાથે ખુલીને વાત કરવામાં સમય લે છે. તે બધાની સામે બોલતા નથી. સાથે મુકેશે પહેલી મુલાકાત વિશે કહ્યું હતું કે જ્યારે નીતા આવી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે સમયે હું એ જાણવા ઈચ્છતો હતો કે અમારી વિચારસરણી ક્યાં સુધી મળે છે? શું અમે જીવનભર સાથે રહી શકીએ?

પહેલી મુલાકાત પછી, નીતા અને મુકેશ અવારનવાર સાથે સમય પસાર કરવા લાગ્યા. બંને વચ્ચે સંબંધ ધીમે ધીમે આગળ વધવા લાગ્યો હતો. કહેવાય છે કે આ સમય દરમિયાન મુકેશ દરરોજ નીતાને એક ગુલાબ આપતા હતા.

ચાલતી કારમાં મુકેશ એ નીતાને કર્યો હતો પ્રપોઝ: નીતા અને મુકેશની લવ સ્ટોરી ખૂબ જ સુંદર રહી. એક વખત મુકેશ અને નીતા કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ખૂબ ટ્રાફિક હતો અને તે સમયે મુકેશે નીતાને પ્રપોઝ કર્યો. તેણે નીતાને પૂછ્યું કે શું તમે મારી સાથે લગ્ન કરશો? મુકેશે નીતાને ઝડપથી જવાબ આપવા કહ્યું. નીતાએ હા પાડી. જ્યારે બીજી તરફ રસ્તા પર લોકો ચીસો પાડી રહ્યા હતા. હોર્ન વાગી રહ્યા હતા, પરંતુ મુકેશે નીતાના જવાબની રાહમાં ગાડી આગળ ન લીધી.

1985 માં થઈ મુકેશ-નીતાના લગ્ન: વર્ષ 1984માં મુકેશે નીતાને પ્રપોઝ કર્યો હતો અને વર્ષ 1985માં બંનેએ લગ્ન કરી લીધા હતા. બંને ત્રણ બાળકો આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણીનાં માતા-પિતા બન્યાં.