દુનિયાનો સૌથી મોટો છે મુકેશ અંબાણી નો ‘કેરીનો બગીચો’, અહીંથી પણ કરે છે આટલી અધધધ કમાણી

વિશેષ

તમે અત્યાર સુધીમાં સાંભળ્યું હશે કે મુકેશ અંબાણી પેટ્રોલિયમ, નેચરલ ગેસ, પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ્યુનિકેશન અને પોલિએસ્ટર જેવી મોટી કંપનીઓના માલિક છે, જ્યાંથી તેઓ કરોડોની કમાણી કરે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે મુકેશ અંબાણીનો કેરીનો બગીચો પણ છે જ્યાંથી તેઓ મોટી કમાણી કરે છે.

હા. દેશના સૌથી અમીર લોકોના લિસ્ટમાં શામેલ મુકેશ અંબાણી કેરીનો પણ બિઝનેસ કરે છે અને તેમનો કેરીનો બગીચો 600 એકરમાં ફેલાયેલો છે જ્યાં તેમણે લગભગ દોઢ લાખથી પણ વધુ વૃક્ષ લગાવ્યા છે. ચાલો જાણીએ મુકેશ અંબાણીના કેરીના આ બગીચા વિશે અને અહીંની કેરીની ખાસિયત.

મજબૂરીમાં શરૂ કરેલા ધંધામાંથી આજે કરે છે કરોડો રૂપિયાની કમાણી: રિપોર્ટનું માનીએ તો મુકેશ અંબાણીનો ગુજરાતના જામનગરમાં કેરીનો બગીચો છે, જ્યાં લગભગ 200 થી વધુ દેશી-વિદેશી જાતોના વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેની કિંમત બજારમાં સારી મળી જાય છે. જો કે, કેરીનો બગીચો કરવા પાછળ પણ એક સ્ટોરી છે. ખરેખર, ગુજરાતના જામનગરમાં રિલાયન્સની રિફાઈનરી છે.

તેનાથી થતા પ્રદૂષણથી બચવા માટે રિલાયન્સે કેરીનો બગીચો લગાવ્યો. જણાવી દઈએ કે વર્ષ 1997માં પ્રદૂષણ રોકવા માટે કંપનીને પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ દ્વારા ઘણી નોટિસ આપવામાં આવી. આવી સ્થિતિમાં, તેમણે પ્રદૂષણ અટકાવવાની આ અનોખી રીત શોધી કાઢી અને અનેક જાતના આંબા વાવ્યા. જેમાં પ્રતિ એકર કેરીનું ઉત્પાદન લગભગ 10 મીટ્રિક ટન છે.

જણાવી દઈએ કે, કંપનીએ જામનગર રિફાઈનરીની નજીક પડેલી ઉજ્જડ જમીન પર આંબા વાવ્યા હતા અને વર્ષ 1998માં તેની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, આ સમય દરમિયાન આંબા ઉગાડવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે આસપાસનું પાણી ખારું હતું અને ત્યાં ખૂબ જોરદાર પવન પણ હતો જે કેરીની ખેતી માટે યોગ્ય ન હતું. આવી સ્થિતિમાં, કંપનીએ ટેક્નોલોજીની મદદ લીધી અને આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં સફળ રહી.

જણાવી દઈએ કે આ બગીચાનું નામ ‘ધીરુભાઈ અંબાણી લખીબાગ આમરાઈ’ છે. જેને દુનિયાનો સૌથી મોટો કેરીનો બાગીચો માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ આંબા માટે ડિસૈલિનેશન પ્લાન્ટમાંથી પાણી આવે છે અને પ્લાન્ટમાં દરિયાના પાણીને સાફ કરવામાં આવે છે. ત્યાર પછી જ આંબાને પાણી આપવામાં આવે છે.

નીતા અંબાણી પર છે આ બગીચાની જવાબદારી: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મુકેશ અંબાણી દેશની સાથે-સાથે વિદેશમાં પણ પોતાની કેરીની નિકાસ કરે છે. આ બગીચાની જવાબદારી મુકેશ અંબાણીની પત્ની એટલે કે નીતા અંબાણી પાસે છે. કહેવાય છે કે જ્યાં મુકેશ અંબાણી કેરી ખાવાના ખૂબ જ શોખીન છે તો તેમના પિતા ધીરુભાઈ અંબાણી પણ કેરી ખાવાના શોખીન હતા.

મુકેશ અંબાણીની કંપની માર્કેટમાં ‘RIL મેંગો બ્રાન્ડ’ના નામથી પોતાની કેરીઓ વેચે છે. તેના આ બગીચામાં કેરી ઉપરાંત ચીકુ, પીચ, ચેરી, દાડમ, આમલી અને જામફળ જેવા અન્ય વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. વાત કરીએ કેરીની જાતોની તો બગીચામાં સિંધુ, નીલમ, આમ્રપાલી કેસર, આલ્ફોન્સો, રત્ના જેવા દેશી જાતના આંબા છે. આ ઉપરાંત ટોમી એટકિન્સ અને કેન્ટ અને ઇઝરાયેલની લીલી, કીટ અને માયા જેવી વિદેશી જાતના આંબા પણ શામેલ છે.