આટલા અધધ કરોડની સંપત્તિના માલિક છે મુકેશ ખન્ના, 63 વર્ષની ઉંમરમાં પણ કુંવારા છે ‘શક્તિમાન’

બોલિવુડ

હિન્દી સિનેમા અને નાના પડદાના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા મુકેશ ખન્નાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ અને ખાસ ઓળખ બનાવી છે. નાના પડદા પર તેમણે ખૂબ જ સુંદર કામ કર્યું છે, સાથે જ બોલિવૂડમાં પણ તેના કામને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. 23 જુલાઈ 1958 ના રોજ મુકેશ ખન્નાનો જન્મ મુંબઈમાં થયો હતો.

 

મુકેશ ખન્નાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તેનાથી વધુ તેને નાના પડદા પર પસંદ કરવામાં આવ્યા છે. તે નાના પડદાના સૌથી સફળ અભિનેતાઓમાંથી એક છે. ક્યારેક નાના પડદા પર તે પિતામહ ભીષ્મ બન્યા તો ક્યારેક ‘શક્તિમાન’ બનીને, તેમણે દરેકને તેમના ચાહક બનાવ્યા. ‘શક્તિમાન’ની સાથે જ તે ભારતના પહેલા સુપરહીરો પણ કહેવાયા.

મુકેશ ખન્નાએ વર્ષ 1988 થી વર્ષ 1990 સુધી ચાલેલી પ્રખ્યાત અને ખૂબ જ લોકપ્રિય સિરિયલ ‘મહાભારત’ માં ભીષ્મ પિતામહની ભૂમિકા નિભાવી હતી. તેમનું આ પાત્ર ખૂબ જ પ્રખ્યાત બન્યું હતું અને આજે પણ ઘણા લોકો તેને આ કારણે ઓળખે છે. ત્યાર પછી મુકેશે વર્ષ 1997 થી વર્ષ 2005 સુધી ચાલેલી સિરિયલ ‘શક્તિમાન’માં શક્તિમાન બનીને ઘર ઘરમાં ખ્યાતિ મેળવી હતી. ખાસ કરીને બાળકોને ‘શક્તિમાન’ ખૂબ પસંદ આવ્યા હતા.

મુકેશ ખન્નાએ આ સિરિયલો ઉપરાંત અન્ય ટેલિવિઝન શો અને ફિલ્મોમાં પણ કામ કર્યું અને ખૂબ ખ્યાતિ મેળવી. મુકેશે ‘શક્તિમાન’ સીરિયલ ઉપરાંત ‘શક્તિમાન’ નામની ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે ટાડા, રાજા, તહલકા, સૌગંધ, નજર, ગુડ્ડુ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે.

મુકેશ ખન્નાની નેટવર્થ: વાત મુકેશ ખન્નાની કમાણી અને સંપત્તિ વિશે કરીએ તો મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે દર મહિને મુકેશ ખન્ના 25 લાખ રૂપિયાની કમાણી કરે છે, આ મુજબ વર્ષભરમાં તેની કમાણી 3 કરોડ રૂપિયા થઈ જાય છે. તેની સંપત્તિની વાત કરીએ તો મુકેશ ખન્ના કુલ 22 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

જણાવી દઈએ કે મુકેશ હાલમાં MK ફિલ્મ્સના ફાઉંડર અને ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. આ પહેલા તે ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી, ઈંડિયાના પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ દિવસોમાં મુકેશ ખન્ના ફિલ્મો અને ટીવી સિરિયલોથી દૂર છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ છે અને ઘણી વખત તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ સાથે તે હેડલાઇન્સનો ભાગ બની જાય છે.

મુકેશ ખન્નાની પર્સનલ લાઈફની વાત કરીએ તો ક્યારેક તેનું નામ કોઈ સાથે જોડાયું નથી. 63 વર્ષની ઉંમરમાં પણ અભિનેતા કુંવારા છે. લગ્નને લઈને તે કહી ચુક્યા છે કે લગ્ન હંમેશા નસીબમાં હોય છે અને તમે તેમાં કંઇ કરી શકતા નથી. તેમણે આ પણ સ્પષ્ટ કર્યું હતું કે પિતામહ ભીષ્મની જેમ તેમણે કોઈ આજીવન અપરણિત રહેવાનો કોઈ સંકલ્પ લીધો નથી.