મુકેશ અંબાણીએ પોતાના આ કર્મચારીના કામથી ખુશ થઈને 22 માળનું ઘર કર્યું ગિફ્ટ, આ લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે આ ઘર

વિશેષ

દેશના સૌથી અમીર વ્યક્તિ જ્યારે ખુશ થઈને કોઈ ગિફ્ટ આપે છે તો તેની કિંમત પણ હજારો કરોડમાં પહોંચી જાય છે. હા, આ વાત સાચી છે, મુકેશ અંબાણીએ પોતાની કંપનીમાં વર્ષોથી વફાદાર રહેલા મનોજ મોદીને પોતાના કામથી ખુશ થઈને તેમને 22 માળનું ઘર ગિફ્ટમાં આપ્યું છે. તેમાં દુનિયાની તમામ લક્ઝરી સુવિધાઓ છે.

ઘર ની કિંમત 1500 કરોડ: મનોજ મોદીને ગિફ્ટમાં મળેલું 22 માળનું ઘર મુંબઈ શહેરના સૌથી મોંઘા વિસ્તાર એટલે કે નેપેંસી રોડ પર આવેલું છે. આ ઘરની કિંમત અંદાજે 1500 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

આ ઘરનું નામ ક્રિસ્ટેનેડ વૃંદાવન છે જેને મોદીએ RIL પ્રત્યે તેમના સમર્પણ અને સખત મહેનતની માન્યતા તરીકે રજૂ કર્યું છે. પરિવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે આ વૃંદાવન નામના બંગલાને બનાવવામાં લગભગ 1,500 કરોડ રૂપિયા લાગ્યા છે અને આ કારણે આ વૃંદાવન મુંબઈના સૌથી મોંઘા રહેઠાણોમાંથી એક છે. આ બંગલાનો દરેક માળ 8,000 ચોરસ ફૂટનો છે અને જો આ આખા બંગલાની વાત કરીએ તો તે 1.7 લાખ સ્ક્વેર ફૂટથી વધુ છે.

ઘરમાં ઈટાલીનું ફર્નીચર: આ ઘરને લીટન ઈન્ડિયા કોન્ટ્રાક્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની બનાવી રહી છે. તેના ઈંટીરિયરનું કામ તલાટી એન્ડ પાર્ટનર્સ LLP દ્વારા કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગમાં જેટલું પણ લગાવવામાં આવ્યું છે તે ફર્નિચર ઇટાલીથી મંગાવવામાં આવ્યું છે. આટલું જ નહીં આ ગિફ્ટમાં પોતાનાપણું જોડવા માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ પોતે ઘણી ચીજો પસંદ કરી છે અને આ લેંડમાર્ક રેઝિડેંસને સજાવી છે.

ઘરમાં છે દરેક લક્ઝરી સુવિધાઓ: વૃંદાવનના ટેરેસ પર ઈનફાઈનાઈટ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે જે અરબી સમુદ્રને મળતો આવે છે. આ બિલ્ડિંગના 19મા અને 21મા માળે એક પેન્ટહાઉસ છે જ્યાં મોદી પોતાના પરિવાર સાથે રહેશે. સાથે જ 16મા, 17મા અને 18મા માળે તેમની મોટી પુત્રી ખુશ્બુ પોદ્દાર, તેમના પતિ રાજીવ પોદ્દાર અને તેમના સસરા અરવિંદ અને વિજયાલક્ષ્મી પોદ્દારનું નિવાસસ્થાન હશે. પોદ્દાર પરિવાર બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BKT) ચલાવે છે.

આ ઉપરાંત 11મો, 12મો અને 13મો માળ મોદીની નાની પુત્રી ભક્તિ મોદી માટે ટ્રિપલ એક્સ છે. ભક્તિ રિલાયન્સ રિટેલમાં ઈશા અંબાણી સાથે મળીને કામ કરે છે. આ બિલ્ડિંગના 14મા માળે મોદીની ઓફિસ છે. સાથે જ 15મા માળે ઇન-હાઉસ મેડિકલ અને ICU સેટઅપ અને પૂજા રૂમ છે.

આ બિલ્ડિંગના 8મા, 9મા અને 10મા માળને મનોરંજન માટે આરક્ષિત કરવામાં આવ્યો છે, તેમાં અત્યાધુનિક રમતગમત સુવિધાઓ, પાર્ટી રૂમ, ફોર્મલ મીટિંગ એરિયા, એક સ્પા અને 50 દર્શકોની ક્ષમતા વાળું એક થિયેટર છે. પહેલા સાત માળ પાર્કિંગ માટે આરક્ષિત છે.

આ બિલ્ડિંગમાં મોદી પરિવારની સુરક્ષા અને તેમનું ધ્યાન રાખવા માટે લગભગ 175 લોકોનો સ્ટાફ હશે. જેમાં વર્લ્ડ ક્લાસ શેફ, બટલર અને મેનેજર હશે. સૂત્રોએ જણાવ્યું કે આ બિલ્ડિંગને સુરક્ષિત રાખવા માટે હાઈટેક સિક્યોરિટી સિસ્ટમ લગાવવામાં આવી છે અને આ સિસ્ટમ ઈઝરાયેલમાં આવેલી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે જેથી મોદી પરિવાર કોઈપણ પરિસ્થિતિમાં સુરક્ષિત રહે.